________________
અધ્યય-૬
૩૨૭ શ્રાવકપણું પાળતો અને દરરોજ દશ કે તેથી અધિકને પ્રતિબોધ કરીને સંવિજ્ઞ ગુરુ મહારાજ પાસે દીક્ષા લેવા માટે મોકલતો હતો.
[૮૭૭-૮૮૧] હવે તે પોતે દુમુખ સોનીથી પ્રતિબોધ પામ્યો તે કેવી રીતે ? તેણે નિંદિણને કહ્યું કે લોકોને ધમપદેશ સંભળાવો છો અને આત્મકાર્યમાં તમે જાતે મુંઝાવ છો. ખરેખર આ ધર્મ શું વેચવાનું કરીયાણું છે? કારણ કે તમે પોતે તો તેને વતવિ કરતા નથી. આવા પ્રકારનું દુર્મુખનું સુભાષિત વચન સાંભળીને થરથર કાંપતો પોતાના આત્માને લાંબા કાળ સુધી નિંદવા લાગ્યો. અરેરે ભ્રષ્ટ શીલવાળા મેં આ શું કર્યું? અજ્ઞાનપણાની નીંદ્રામાં કર્મના કાદવપૂર્ણ ખાબોચીયામાં અશુચિ વિષ્ઠામાં જેમ કમિઓ ખરડાય તેમ ખરડાયો. અઘન્ય એવા મને ધિક્કાર થાઓ. મારી અનુચિત્ત ચેષ્ટાઓ જુઓ. જાત્ય કંચન સરખા મારા ઉત્તમ આત્માને અશુચિ સમાન મેં બનાવ્યો.
[૮૮૨-૮૮૪] જેટલામાં ક્ષણભંગુર એવા આ મારા દેહનો વિનાશ ન થાય તેટલામાં તીર્થકર ભગવંતના ચરણ કમળમાં જઈને હું મારા અપરાધનું પ્રાયશ્ચિત કરું. હે ગૌતમ! આમ પશ્ચાતાપ કરતો તે અહિં આવશે અને ઘોર પ્રાયશ્ચિનું સેવન પામશે. ઘોર અને વીર તપનું સેવન કરીને અશુભ કર્મ ખપાવીને શુકલધ્યાનની શ્રેણી ઉપર આરોહણ કરીને કેવલજ્ઞાન પામી મોક્ષે જશે.
[૮૮૫ માટે હે ગૌતમ! આ દૃષ્ટાન્તથી સંયમ ટકાવવા માટે શાસ્ત્રાનુસારી ઘણા ઉપાયો વિચાય. નંદિષેણે ગુરને વેષ જેવી રીતે અર્પણ કર્યો વગેરે ઉપાયો વિચારવાં.
[૮૮૬-૮૮૯] સિદ્ધાન્તમાં જે પ્રમાણે ઉત્સગ કહેલા છે તે બરાબર સમજો. હે ગૌતમ ! તપ કરવા છતાં પણ તેને ભોગાવલી કર્મનો મહા ઉદય હતો. તો પણ તેને વિષયની ઉદીરણા ઉત્પન્ન થઈ ત્યારે તેણે આઠ ગણું ઘોર મહાતપ કર્યું તો પણ તેના વિષયોનો ઉદય અટકતો નથી. ત્યારે પણ વિષ ભક્ષણ કર્યું. પર્વત પરથી ભૃગુપત કર્યો, અનશન કરવાની અભિલાષા કરી, તેમ કરતાં ચારણ મુનિએ એ વખત રોક્યો. ત્યાર પછી ગુરુને રજોહરણ અર્પણ કરીને તે અજાણ્યા દેશમાં ગયો. હે ગૌતમ! શ્રતમાં કહેલા આ ઉપાયો જાણવા જોઈએ.
[૮૯૦-૮૯૪] જેમકે જ્યાં સુધી ગુરને રજોહરણ અને પ્રવજ્યા પાછા આપણ ન કરાય ત્યાં સુધી ચારિત્ર વિરુદ્ધ કોઈ અપકાય ન આચરવું જોઈએ. જિનેશ્વરોએ ઉપદેશેલ આ વેષ-રજોહરણ ગુરને છોડીને બીજા સ્થાને ન છોડવું જઈએ. અંજલિપૂર્વક ગુરુને રજોહરણ અર્પણ કરવું જોઈએ. જે ગુરુ મહારાજ સમર્થ હોય અને તેને સમજાવી શકેતો સમજાવીને માર્ગે લાવે. જો બીજા કોઈ તેને સમજાવી શકે તેમ હોય તો તેને સમજાવવા માટે કહેવું. ગુરુએ પણ કદાચિતુ બીજાની વાણીથી ઉપશાન્ત થતો હોયતો વાંધો ન લેવો. જે ભવ્ય છે, જેણે પરમાર્થ જાણેલો છે. જગતની સ્થિતિનો જાણકાર છે, હે ગૌતમ! જે આ પદનો તિરસ્કાર કરે છે તે જેમ “આસડે’ માયા, પ્રપંચ અને દંભથી ચાર ગતિમાં ભ્રમણ કર્યું તેમ તે પણ ચારે ગતિમાં ભ્રમણ કરશે.
[૮૯પ-૯૦૦] હે ભગવંત! માયા પ્રપંચ કરવાના સ્વભાવવાળો આસડ કોણ હતો? તે અમો જાણતા નથી. તેમજ કયા નિમિત્તે ઘણા દુઃખથી પરેશાન પામેલો અહિં ભટક્યો ? હે ગૌતમ ! કોઈ બીજા છેલ્લા કાંચન સરખી કાંતિવાળા તીર્થંકરના તીર્થમાં ભૂતીક્ષ નામના આચાર્યનો આસડ નામનો શિષ્ય હતો. મહાવ્રતો અંગીકાર કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org