________________
ગાથા -૧૩૪
[૧૩૪]ચાર કષાય, ત્રણ ગારવ, પાંચ ઈદ્રિયનો સમૂહ અને પરિસહ રૂપી ફોજને હણીને આરાધના રૂપ જયપતાકાને તું હરણ કર.
[૧૩પહે આત્મા ! જો તું અપાર સંસાર રૂપી મહોદધિ તરવાને ઈચ્છા રાખતો હોય તો હું ઘણું જીવું અથવા શીધ્ર મરણ પામું એવું નિશે વિચારીશ નહિ.
[૧૩]જો સર્વ પાપકર્મને ખરેખર વિસ્તારવાને ઈચ્છે છે, તો જિન વચન, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને ભાવને વિષે ઉદ્યમવંત થવાને જાગૃત થા.
[૧૩૩-૧૩૯]‘દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ એમ આરાધના ચાર ભેદ થાય, વળી તે આરાધના ઉત્કૃષ્ટ, મધ્યમ, જધન્ય એમ ત્રણ ભેદે થાય. પંડિત પુરૂષ ચાર ભેદ વાળી ઉત્કૃષ્ટ આરાધનાને આરાધીને કર્મ ૨જ રહિત થઈને તેજ ભવે સિદ્ધિ પામે • અને ચાર ભેદે જધન્ય આરાધનાને આરાધીને સાત અથવા આઠ ભવ સંસારમાં કરીને મુક્તિ પામે.
[૧૪૦]મારે સર્વ જીવને વિષે સમતા છે, મારે કોઈની સાથે વેર નથી હું સર્વ જીવોને ખમું છું. અને સર્વ જીવોને ખમાવું છું.
[૧૪૧]ધીર ને પણ મરવાનું છે અને કાયરને પણ અવશ્ય કરવાનું છે બંનેને મરવાનું છે તો ધીરપણે મરવું ઉત્તમ.
[૧૪૨]સુવિહિત સાધું એ પચ્ચકખાણ સમ્યફ પ્રકારે પાળીને વૈમાનિક દેવ થાય અથવા સિદ્ધિ પામે.
મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ થઈ
મહાપચ્ચકખાણ પયગ્નો ગુર્જરછાયા પૂર્ણ
ત્રીજો પયગ્નો ગુર્જરછાયા પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org