SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૩] नमो नमो निम्मल दंसणस्स પંચમ ગણધર શ્રી સુધર્મા સ્વામિને નમઃ ૨૪ ચઉસરણ- પઈણયં પહેલુ પ્રકિર્ણક-ગુર્જરછાયા [૧]પાપ વ્યાપારથી નિવર્તવા રૂપ સામાયિક નામે પહેલું આવશ્યક, ચોવીસ તીર્થંકરના ગુણોનું ઉત્કીર્તન કરવા રૂપ ચવિસત્થઓ નામનું બીજું આવશ્યક, ગુણવંત ગુરૂની વંદના રૂપ વંદનક નામનું ત્રીજું આવશ્યક, લાગેલા અતિચાર રૂપ દોષની નિંદા રૂપ પ્રતિક્રમણ નામનું ચોથું આવશ્યક, ભાવ વ્રણ, એટલે આત્માને લાગેલા ભારે દૂષણ મટાડનાર કાઉસ્સગ્ગ નામનું પાંચમું આવશ્યક, અને ગુણને ધારણ કરવા રૂપ પચ્ચક્ખાણ નામનું છઠ્ઠું આવશ્યક નિશ્ચે કરી કહેવાય છે. [૨]આ જિનશાસનમાં સામાયિક વડે નિશ્ચે ચારિત્રની વિશુદ્ધિ કરાય છે. તે સાવધયોગનો ત્યાગ કરવાથી અને નિરવધયોગને સેવવાથી થાય છે. [3]દર્શનાચારની વિશુદ્ધિ ચઉવિસત્થઓ (લોગસ્સ) વડે કરાય છે, તે ચોવીસ જિનના અતિ અદ્ભૂત ગુણના કીર્તનરૂપ સ્તુતિવડે થાય છે. [૪]જ્ઞાનાદિક ગુણો, તે વડે યુક્ત ગુરૂ મહારાજને વિધિપૂર્વક વંદન કરવા રૂપ ત્રીજા વંદન નામક આવશ્યક વડે જ્ઞાનાદિક ગુણોની શુદ્ધિ કરાય છે. [૫] વડે તે જ્ઞાનાદિકની (મૂલ અને ઉત્તરગુણની) આશાતનાની નિંદાઆદિ વિધિ વડે શુદ્ધિ કરવી તે પ્રતિક્રમણ કહેવાય છે, [૬]ચારિત્રાદિકના જે અતિચારોની પ્રતિક્રમણ વડે શુદ્ધિ ન થઈ હોય તેમની શુદ્ધિ ગુમડાના ઓસડ સરખા અને અનુક્રમે આવેલા પાંચમા કાઉસ્સગ્ગ નામના આવશ્યક વડે થાય છે. [9]ગુણના ધારણ કરવા રૂપ પચ્ચક્ખાણ નામના છઠ્ઠા આવશ્યક વડે કરી તપના અતિચારની શુદ્ધિ થાય છે અને વીર્યાચારના અતિચારોની સર્વ આવશ્યક વડે શુદ્ધિ કરાય છે. [૮]૧- હાથી, ૨-વૃષભ, ૩સિંહ, ૪ -અભિષેક (લક્ષ્મી), પ-માળા, ૬-ચંદ્રમા, ૭-સૂર્ય, ૮-ધજા, ૯-કળશ, ૧૦ -પદ્મ સરોવર, ૧૧-સાગ૨, ૧૨-દેવગતિ માંથી આવેલા તીર્થંકરોની માતા) વિમાન, અને (નરકમાંથી આવેલા તીર્થકરોની માતા) ભવન દેખે, ૧૩ -રત્નનો ઢગલો અને ૧૪ -અગ્નિ, એ ચૌદ સ્વપ્નો સર્વ તીર્થંકરોની માતા તેઓ (તીર્થં કરો ) ગર્ભમાં આવે ત્યારે દેખે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy