________________
અધ્યયન-૫
૨૯૫ પક્ષને દેખીને મંદ ઉત્સાહવાળા સાધુઓ પણ સર્વ પરાક્રમ કરવા ઉત્સાહી થાય છે. વળી સાક્ષી શંકા ભય લજ્જા તેનું વીર્ય ઉત્સસીત થાય છે. હે ગૌતમ જીવની વીર્ય-શક્તિ ઉલ્લેસીત થતા જન્માન્તરમાં કહેલા પોતોને હૃદયના ભાવથી બાળી નાખે છે. માટે નિપુણતાથી સન્માર્ગમાં પ્રવેશ કરેલા ગચ્છને તપાસીને તેમાં સંયત મુનિએ જીવન પર્યન્ત નિવાસ કરવો.
[૨] હે ભગવંત! એવા કયા ગચ્છો છે. જેમાં વાસ કરી શકાય ? એવી રીતે ગચ્છની પૃચ્છા વગેરે આ પ્રમાણે કહેલી જાણવી. હે ગૌતમ ! જેમાં શત્રુ અને મિત્ર પક્ષ તરફ સમાન ભાવ વર્તતો હોય. અત્યન્ત સુનિર્મલ વિશુદ્ધ અંત:કરણવાળા સાધુઓ હોય, આશાતના કરવામાં ભય રાખનારા હોય, પોતાના અને બીજાના આત્માનો. ઉપકાર કરવામાં ઉદ્યમવાળા હોય, છ જીવ નિકાયના જીવો ઉપર અત્યંત વાત્સલ્ય કરનારા હોય, સર્વ પ્રમાદના આલંબનથી વિપ્રમુક્ત હોય, અત્યંત અપ્રમાદી વિશેષ પ્રકારે જાણેલા શાસ્ત્રોના સદૂભાવવાળા, રૌદ્ર અને આર્તધ્યાનરહિત, સર્વથાબળ વીર્ય, પુરુષકાર, પરાક્રમને ન ગોપાવનાર એકાંતે સાધ્વીના પાત્રા કપડાં વગેરે વહોરેલા હોય, તેનો ભોગ ન કરનારા, એકાંત ધર્મનો અંતરાય કરવામાં બીક રાખનાર, તત્ત્વ તરફ રુચિ કરનાર, પરાક્રમ કરવાની રચિવાળો, એકાંતે સ્ત્રીકથા, ભોજન કથા, ચોર કથા, રાજ કથા, દેશકથા, આચારથી પરિભ્રષ્ટ થએલાની કથા ન કરનાર, એવી રીતે વિચિત્ર અપ્રમેય તેમજ સર્વ પ્રકારની વિકથા કરવાથી વિપ્રમુક્ત, એકાંતે યથાશક્તિ ૧૮ હજાર શીલાંગોનો આરાધક, સમગ્ર રાતદિવસ દરેક સમયે કંટાળ્યા વગર શાસ્ત્રમાં કહેલા મોક્ષમાર્ગની પ્રરૂપણા કરનાર, ઘણા ગુણોથી યુક્ત, માર્ગમાં રહેલ, અખલિત, અખંડિત શીલગુણને ધારક હોવાથી મહાયશવાળા, મહાસ્તવવાળા, મહાનુભાવ જ્ઞાન, દર્શન અને ચારિત્રના ગુણયુક્ત એવા ગણને ધારણ કરનાર આચાર્ય હોય છે. તેવા ગુણવાળા આચાર્યની નિશ્રામાં જ્ઞાનાહિક મોક્ષ માર્ગની આરાધના કરનાર ગચ્છ કહેવાય.
[ ૩] હે ભગવંત! શું તેમાં રહી આ ગુરુવાસ સેવે ખરો? હે ગૌતમ! હા, કોઈક સાધુ નક્કી તેમાં રહી ગુરુકુળ વાસ સેવે, અને કોઈ એવા પણ હોય કે જેઓ તેવા ગચ્છમાં ન વસે ! હે ભગવંત! એમ શા કારણથી કહેવાય છે કે કોઈક વાસ કરે અને કોઈક વાસ કરતા નથી ? હે ગૌતમ! એક આત્મા આજ્ઞાનો આરાધક છે અને એક બીજો આજ્ઞાનો વિરાધક છે. જે ગુરુની આજ્ઞામાં રહેલો છે તે સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રનો આરાધક છે, જે સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રનો આરાધક છે તે હે ગૌતમ ! અત્યન્ત જાણકાર અતિશય પ્રકારનો મોક્ષ માર્ગમાં ઉદ્યમ કરનાર છે, જે વળી ગુરુની આજ્ઞાને અનુસરતો નથી, આજ્ઞાની વિરાધના કરે છે, તે અનન્તાનુબંધી ક્રોધ-માન-માયા-લોભવાળા ચારે કષાયો યુક્ત હોય તે સજ્જડ રાગ-દ્વેષ-મોહ અને મિથ્યાત્વના પૂંજવાળા હોય છે, જેઓ ગાઢ રાગ-દ્વેષ-મોહ મિથ્યાત્વના ઢગલાવાળા હોય છે તેઓ ઉપમા ન આપી શકાય તેવા ઘોર સંસાર સમુદ્રમાં આમ તેમ અટવાયા કરે છે. અનુત્તર ઘોર સંસાર સમુદ્રમાં અટવાયા કરનારને ફરી ફરી જન્મ ફરી ફરી જરા, ફરી ફરીને મૃત્યુ વળી પાછા જન્મ, વૃદ્ધાવસ્થા, મૃત્યુ કરીને પાછા ઘણા ભવોનું પરાવર્તન કરવું પડે છે. વળી તેમાં ૮૪ લાખ યોનિઓમાં વારંવાર ઉત્પન્ન થવું પડે છે.
વળી વારંવાર અતિદુસહ ઘોર ગાઢ કાળા અંધકારવાળા, રુધિરથી ખદબદતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org