SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨ મહાનિસીહ – ૭/-/૧૩૯૦ ગૌતમ ! અન્ય ગચ્છમાં પ્રવેશ કરીને. હે ભગવંત ! તેના સંબંધી સ્વામીપણાની ક્ષરગતિ આપ્યા સિવાય બીજા ગચ્છમાં પ્રવેશ મેળવી ન શકે. ત્યારે શું કરવું ? ગૌતમ ! સર્વ પ્રકારે તેના સબંધી સ્વામીપણું ભુંસાઈ જવું જોઈએ. હે ભગવંત ! કયા પ્રકારે તેના સબંધી સ્વામીપણું સર્વ પ્રકારે સાફ થાય ? હે ગૌતમ ! અક્ષરોમાં હે ભગવન્ ! તે અક્ષરો કયા ? હે ગૌતમ ! કોઈપણ કાળાન્તરમાં પણ હવે હું એના શિષ્ય કે શિષ્યણીપણે સ્વીકારીશ નહિ, હે ભગવંત ! જો કદાચ તે એવા પ્રકારના અક્ષરો ન આપે તો ? હે ગૌતમ ! જો તે એવા પ્રકારના અક્ષરો ન લખી આપે તો નજીકના પ્રવચનીકોને કહીને ચાર-પાંચ એકઠાં થઈને તેમના પર દબાણ કરીને અક્ષરો અપાવવા. હે ભગવંત ! જો એવા પ્રકારના દબાણથી પણ તે કુગુરુ અક્ષરો ન આપે તો પછી શું કરવું ? હે ગૌતમ ! જો એ પ્રકારે કુગુરુ અક્ષરો ન આપે તો તેને સંઘ બહાર ક૨વાનો ઉપદેશ આપવો. હે ગૌતમ ! કયા કારણથી એમ કહેવાય ? હે ગૌતમ ! આ સંસારમાં મહાહપાશરૂપ ઘર અને કુટુંબનો ફાંસ ગળે વળગેલો છે. તેવા ફાંસાને મહામુશ્કેલીથી તોડીને અનેક શારીરિક-માનસિક ઉત્પન થયેલા ચારે ગતિરૂપ સંસારના દુઃખથી ભયભીત થએલા કોઈ પ્રકારે મોહ અને મિથ્યાત્વાદિકતા ક્ષયોપશમના પ્રભાવથી સન્માર્ગની પ્રાપ્તિ કરીને કામભોગથી કંટાળી વૈરાગ્ય પામી જેની આગળ પરંપરા વધે નહિ એવા નિરનુબંધી પુણ્યને ઉપાર્જન કરે છે. તે પુણ્યોપાર્જન તપ અને સંયમના અનુષ્ઠાનથી થાય છે. તેના તપ અને સંયમની ક્રિયામાં જો ગુરુ પોતે જ વિઘ્ન કરનારા થાય અથવા તો બીજા પાસે વિઘ્ન, અંતરાય કરાવે. અગર વિઘ્ન ક૨ના૨ને સારો માની તેની અનુમોદના કરે, સ્વપક્ષ કે પરપક્ષથી વિઘ્ન થતું હોય તેની ઉપેક્ષા કરે અર્થાત્ તેનું પોતાના સામર્થ્યથી રોકાણ ન કરે, તો તે મહાનુભાગ એવા સાધુનું વિદ્યમાન એવું ધર્મવીર્ય પણ નાશ પામે, જેટલામાં ધર્મવીર્ય નાશ પામે તેટલામાં નજીકમાં જેનું પુણ્ય આગળ આવવાનું હતું, તે નાશ પામે છે. જો તે શ્રમણલિંગનો ત્યાગ કરે છે. ત્યારે જે એવા પ્રકારના ગુણોથી યુક્ત હોય તે તે ગચ્છનો ત્યાગ કરીને અન્ય ગચ્છમાં જાય છે. ત્યાં પણ જો તે પ્રવેશ ન મેળવે તો કદાચ વળી તે અવિધિથી પ્રાણનો ત્યાગ કરે; કદાચ વળી તે મિથ્યાત્વ ભાવ પામીને બીજા પાખંડીમાં ભળી જાય, કદાચ સ્ત્રીનો સંગ્રહ કરીને ગૃહસ્થાવાસમાં પ્રવેશ કરે, આવા પ્રકારનો એક વખતનો મહાતપસ્વી હતો તે હવે અતપસ્વી થઈને પારકાના ઘરે કામકરનારો દાસ થાય જ્યાં સુધીમાં આવી હલકી વ્યવસ્થાન થાય, તેટલામાં તો એકાન્ત મિથ્યાત્વ અંધકાર વધવા લાગે. જેટલામાં મિથ્યાત્વથી એવા બનેલા ઘણા લોકોનો સમુદાય દુર્ગતિને નિવારણ કરનાર, સુખપરંપરાને કરાવનાર, અહિંસા લક્ષણવાળો શ્રમણધર્મ મહામુશ્કેલીથી કરનાર થાય છે. જેટલામાં આ થાય છે તેટલામાં તીર્થનો વિચ્છેદ થાય છે. એટલે પરમપદ મોક્ષનું આંતરું ઘણું જ વધી જાય છે. અર્થાત્ મોક્ષ ઘણો દુર ઠેલાય છે પરમપદ મેળવવાનો માર્ગ અતિ દુર ઠેલાય છે એટલે અત્યન્ત દુઃખી એવા ભવ્યાત્માઓનો સમુહ ફરી ચારગતિવાળા સંસાર ચક્રમાં અટવાશે. આ કારણથી હે ગૌતમ ! એમ કહેવાય છે કે આ પ્રકારે કુગુરો અક્ષરો નહિ આપે, તેને સંઘ બહાર કાઢવાનો ઉપદેશ આપવો. ન [૧૩૯૧] હે ભગવંત ! કેટલા કાલ પછી આ માર્ગમાં કુગુરુ થશે ? હે ગૌતમ ! આજથી માંડીને સાડા બારશો વર્ષથી કેટલાક અધિક વર્ષે ઉલ્લંઘન થયા પછી તેવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy