________________
૧૪૬
પ્રાયશ્ચિત્ છ જ મહિનાનું આવે.
[૧૩૮૦-૧૩૮૧] જે સાધુ-સાધ્વી એક વખતે કે, અનેક વખત માટે એકબે -ત્રણ- ચાર કે પાંચ માસે નિર્વર્તન પામે તેવા પાપ કર્મને સેવીને તેવા જ પ્રકારના બીજા પાપકર્મ (પરિહારસ્થાન) ને સેવે તો પણ તેને ઉપર કહયા મુજબ નિઃશલ્ય આલોચના કરે તો તેટલું જ પ્રાયશ્ચિત્ અને સશલ્ય આલોચના કરે તો એક-એક માસ વધારે પ્રાયશ્ચિત્ પણ છ માસ કરતાં વધુ પ્રાયશ્ચિત્ કયારેય નઆવે.
[૧૩૮૨-૧૩૮૩] જે સાધુ-સાધ્વી એક વખત કે, અનેક વખત ચૌમાસી કે સાતિરેક ચૌમાસી (એટલે કે ચૌમાસી કરતાં કંઈક અધિક), પંચમાસી કે સાધિક પંચમાસી આ પરિહાર (એટલે પાપ) સ્થાનોને બીજા તેવા પ્રકારના પાપ સ્થાનોને સેવી ને આલોચના કરે તો નિષ્કપટ આલોચનામાં તેટલું પ્રાયશ્ચિત્ અને કપટ યુક્ત આલોચના માં ૧-માસ વધુ પણ છ માસ થી વધુ પ્રાયશ્ચિત્ ન જ આવે.
[૧૩૮૪-૧૩૮૭] જે સાધુ સાધ્વી એકવાર કે અનેક વાર ચૌમાસી કે સાધિક ચૌમાસી, પંચમાસી કે સાધિક પંચમાસી આ પરિહાર અર્થાત્ પાપ સ્થાનો મધ્યે અન્ય કોઈ પણ પાપસ્થાન સેવીને નિષ્કપટ ભાવે કે કપટભાવે આલોચના કરે તો શું ? તેની વિધિ દર્શાવે છે- જેમકે પરિહારસ્થાન પાપનું પ્રાયશ્ચિત્ તપ કરી રહેલા સાધુ-ની સહાય વગેરે માટે પારિહારિકને અનુકળવર્તી કોઈ સાધુ નિયત કરાય, તેને આ પરિહાર તપસીની વૈયાવચ્ચ કરવાને માટે સ્થાપના કર્યા પછી પણ કોઈ પાપ-સ્થાનનું સેવન કરે અને પછી કહે કે મેં અમુક પાપનું સેવન કર્યુ છે ત્યારે સઘળું પૂર્વે સેવેલ પ્રાયશ્ચિત્ ફરી સેવવું.
(અહીં પાપ સ્થાનકને પૂર્વ પશ્ચાત્ સેવવાના વિષયમાં ચતુર્થંગી છે.) ૧. પહેલાં સેવેલા પાપ ની પહેલા આલોચના કરી, ૨. પહેલા સેવેલા પાપની પછી આલોચના કરે, ૩-પછી સેવેલા પાપની પહેલા આલોચના કરે, ૪. પછી સેવેલા પાપની પછી આલોચના કરે. (પાપ આલોચના ક્રમ કહયા પછી પરિહાર સેવન કરનારના ભાવને આશ્રીને ચતુર્ભૂગી જણાવે છે.) ૧- સંકલ્પ કાળે અને આલોચના સમયે નિષ્કપટ ભાવ, ૩- સંકલ્પકાળે કપટભાવ પણ આલોચના લેતી વેળા નિષ્કપટ ભાવ, ૪- સંકલ્પકાળ અને આલોચના બંને સમયે કપટ ભાવ હોય.
--
નિસીહ – ૨૦/૧૩૮૦
અહીં સંકલ્પકાળ અને આલોચના બંને સમયે નિષ્કપટ ભાવે અને જે ક્રમમાં પાપ સેવેલ હોય તે ક્રમે આલોચના કંરનારને પોતાના સઘળાં અપરાધો ભેગા મળીને તેને ફરી એજ પ્રાયશ્ચિત્ માં સ્થાપન કરવા જેમાં પૂર્વે સ્થાપન કરાયેલા હોય અર્થાત્ તે પરિહાર તપસી તેને અપાયેલ પ્રાયશ્ચિત્ ને ફરીથી તે જ ક્રમમાં કરવાનું રહે.
Jain Education International
[૧૩૮૮-૧૩૯૩] છ, પાંચ, - ચાર, - - ત્રણ, - - બે, - - એક પરિહાર સ્થાન અર્થાત્ પાપ સ્થાન નું પ્રાયશ્ચિત્ કરી રહેલ સાધુ (સાધ્વી) વચ્ચે એટલે પ્રાયશ્ચિત્ વહન શરૂ કર્યા પછી બે માસ જેનું પ્રાયશ્ચિત્ આવે તેવા પાપ સ્થાનને ફરી સેવે અને જો તે ગુરુ પાસે તે પાપ કર્મની આલોચના કરે તો બે માસ ઉપરાંત બીજી ૨૦ રાત્રિ નું પ્રાયશ્ચિત્ વધે. એટલે કે બેમહિના અને ૨૦ રાત્રિનું પ્રાયશ્ચિત્ આવે. એક થી યાવત્ છ મહિના ના પ્રાયશ્ચિત્ વહન સમય ની આદિ- મધ્ય કે અંતે
For Private & Personal Use Only
www.jainelibrary.org