________________
૨૫૮
મહાનિસીહ-૩-૪૮૧ સમજીને જાણીને તેઓનો સંસર્ગ સર્વથા ત્યાગ કરવો કુશીલના બસો પ્રકાર જાણવા. ઓસના બે પ્રકારના કહેલા છે. જ્ઞાન આદિના પાસFા. બાવીશ પ્રકારે અને શબલ ચારિત્રવાળા ત્રણ પ્રકારના જાણવા. હે ગૌતમ ! તેમાં જે બસો પ્રકારવાળા કુશીલ છે, તે તને પ્રથમ કહું છું કે જેના સંસર્ગથી મુનિ ક્ષણ વારમાં ભ્રષ્ટ થાય છે.
૪િ૮૨-૪૮૪] તેમાં સંક્ષેપથી કુશીલ બે પ્રકારવાળો છે. ૧ પરંપરા કુશીલ ૨ અપરંપરાકુશીલ તેમાં જે પરંપરા કુશીલ છે તે બે પ્રકારનો જાણવો. ૧ સાત-આઠ ગુરુપરંપરા કુશીલ અને ૨. એક-બે-ત્રણ ગુરુ પરંપરા કુશીલ. જે વળી અપરંપરા કુશીલ તે પણ બે પ્રકારનો જાણવો. આગમથી ગુરુપરંપરાથી ક્રમ કે પરિપાટીમાં જે કોઈ કુશીલ હતા. તેઓજ કુશીલ ગણાય છે.
૪૮૫-૪૮] નો આગમથી કુશીલ અનેક પ્રકારના જાણવા તે આ પ્રમાણે જ્ઞાન કુશીલ, દર્શનકુશીલ, ચારિત્રકુશીલ, તપકુશીલ, વીચારમાં કુશીલ. તેમાં જે જ્ઞાન કુશીલ તે ત્રણ પ્રકારના જાણવા. પ્રસસ્તપ્રશસ્ત જ્ઞાનકુશીલ, અપ્રશસ્ત જ્ઞાન કુશીલ અને સુપ્રશસ્ત જ્ઞાન કુશીલ.
૪૮૭] તેમાં જે પ્રશસ્તાપ્રશસ્ત જ્ઞાનકુશીલ તે બે પ્રકારના જાણવા-આગમથી અને નો આગમથી. તેમાં આગમથી વિભંગ જ્ઞાનીએ પ્રરૂપેલ પ્રશસ્તાપ્રશસ્ત પદાર્થ સમૂહવાળા અધ્યયનો ભણાવવા તે અધ્યયન કુશીલ, નો આગમથી અનેક પ્રકારના પ્રસ્તાપ્રશસ્ત પરપાખંડના શાસ્ત્રોનાં અર્થ સમૂહને ભણવા, ભણાવવા, વાચના, અનુપ્રેક્ષા કરવા રૂપ કુશીલ.
[૪૮૮] તેમાં જે અપ્રશસ્ત જ્ઞાનકુશીલ તે ૨૯ પ્રકારે જાણવા. તે આ રીતે
(૧) સાવધવાદ વિષયક મંત્ર તંત્રના પ્રયોગ કરવા રૂપ કુશીલ (૨) વિદ્યા મંત્ર તંત્ર ભણવા-ભણાવવા તે વસ્તુવિદ્યા કુશીલ. (૩) ગ્રહણ ક્ષત્ર-ચાર જ્યોતિષ શાસ્ત્ર જોવા, કહેવા, ભણાવવાનિરૂપ લક્ષણકુશીલ (૪) નિમિત્ત કહેવા. શરીરના લક્ષણે, જોઈ આપવા, તેના શાસ્ત્રો ભણાવવારૂપ લક્ષણકુશીલ (૫) શકુન શાસ્ત્રો લક્ષણ શાસ્ત્રો કહેવા ભણાવવા રૂપ લક્ષણકુશીલ (૬) હસ્તિ શિક્ષા જણાવનાર શાસ્ત્રો ભણવાભણાવવા રૂપ લક્ષણકુશીલ. (૭) ધનુર્વેદની શિક્ષા લેવી તેના શાસ્ત્રો ભણાવવા રૂપ લક્ષણ કુશીલ. (૮) ગંધર્વવદની પ્રયોગ કરનાર શિખવનાર તે રૂપ કુશીલ. (૯) પુરુષ સ્ત્રીના લક્ષણ કહેનાર તેના શાસ્ત્રો ભણાવનાર તે રૂપકુશીલ. (૧૦) કામશાસ્ત્રના પ્રયોગ કહેનાર ભણાવનાર રૂપ કુશીલ. (૧૧) કૌતુક ઈન્દ્રજાલના શાસ્ત્રનો પ્રયોગ કરનાર ભણાવનાર કુશીલ. (૧૨) લેખનકળા ચિત્રકળા શીખવવારૂપ કુશીલ, (૧૩) લેપકર્મ વિદ્યા ભણાવવા રૂપ કુશીલ. (૧૪) વમન વિરેચનના પ્રયોગો કરવા કરાવવા શીખવવા ઘણી જાતની વેલડીઓ તેના મૂળીયા કઢાવવા તે માટે કહેવું પ્રેરણા આપવી, વનસ્પતિ-વેલાઓ તોડાવવા કપાવવા રૂપ ઘણા દોષવાળી વૈદક વિદ્યાના શાસ્ત્રો પ્રમાણે પ્રયોગ કરવા, તે વિદ્યા ભણવી ભણાવવી તે રૂપકુશીલ. (૧૫) એ પ્રમાણે અંજન પ્રયોગ. (૧૬) યોગચૂર્ણ (૧૭) સુવર્ણ ધાતુવાદ, (૧૮) રાજદંડનીતિ (૧૯) શાસ્ત્ર અસ્ત્ર અગ્નિ વિજળીપર્વત. (૨૦) સ્ફટિક રત્ન. (૨૧) રત્નોની પરીક્ષા. (૨૨) રસ વેધ વિષયક શાસ્ત્રો (૨૩) અમાત્ય શિક્ષા. (૨૪) ગુપ્ત તંત્ર મંત્ર. (૨૫) કાલ દેશસંધિ કરાવવી. (૨૬) લડાઈ કરાવવાનો ઉપદેશ. (૨૭) શસ્ત્ર. (૨૮) માર્ગ. (૨૯) વહાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org