SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ મહાનિસીહ- દો-૧૨૭૪ બનાવવાને તેના લોહી બળાત્કારે કાઢે છે. કોઈક ખેડૂતનો ધંધો કરાવે છે. કોઈક ગોવાળનું કાર્ય કરાવે છે. દાસપણું, સેવકપણું, પગનો ધંધો ઘણા પ્રકારના શિષ્યો, નોકરી ખેતી, વાણિજ્ય પ્રાણત્યાગ થાય તેવા કલેશ પરિશ્રમ સાહસોવાળા કાય, દારિદ્ર, અવૈભવપણું, ઈત્યાદિક તેમજ ઘેર ઘેર રખડીને કમોં કરવા. [૧૨૭૫-૧૨૭૮] બીજો ન દેખે તેમ પોતાને છુપાવીને ઢિણી ઢિણી શબ્દો કરતા ચાલે, નગ્ન ઉઘાડા શરીરવાળો કલેશ અનુભવતો ચાલે જેથી પહેરવાના કપડાં મળે, તે પણ જુના ફાટેલાં કાણાંવાળાં મહામુસીબતે મેળવ્યા હોય તે ફાટેલ ઓઢવાના મળેલા વસ્ત્રો આજે સાંધીશ-કાલે સાંધીશ એમ કરીને તેવાજ ફાટેલા પહેરે અને વાપરે. તો પણ હે ગૌતમ! સ્પષ્ટ પ્રગટ પરિસ્કુટ પણે સમજ કે ઉપર જણાવેલ પ્રકારો માંથી કોઈકે લોક લોકાચાર અને સ્વજનકાર્યનો ત્યાગ કરીને ભોગોપભોગ તેમજ દાન આદિને છોડીને ખરાબ અશન-ભોજન ખાય છે. [૧૨૭૯-૧૨૮૦] દોડાદોડ કરીને છૂપાવીને બચાવીને લાંબા કાળસુધી રાતદિવસ ખીજાઈને, કાગણી-અલ્પપ્રમાણ ધન એકઠું કર્યું કાગણીનો અર્ધભાગ, ચોથોભાગ, વીસમો ભાગ મોકલ્યો. કોઈ પ્રકારે ક્યાંયથી લાંબાકાળે લાખ કે ક્રોડ પ્રમાણ ધન ભેગું કર્યું. જ્યાં એક ઈચ્છા પૂર્ણ થઈ કે તરત બીજી ઈચ્છા ઉભી થાય છે. પણ કરેલા બીજા મનોરથ પૂર્ણ થતા નથી. [૧૨૮૧-૧૨૮૩] હે ગૌતમ ! આવા પ્રકારનો દુર્લભ પદાર્થોની અભિલાષા અને સુકુમારપણું ધમરિભ સમયે પ્રાપ્ત થાય છે. પરન્તુ કમરિભમાં તે આવીને વિઘ્ન કરતાં નથી. કારણકે એક કોઈના મુખમાં કોળીયો ચાલુ છે ત્યાં તો બીજાઓ આવીને તેની પાસે શેરડીની ગંડેરી ધરે છે. ભૂમિ ઉપર પગ પણ સ્થાપન કરતો નથી. અને લાખો સ્ત્રીઓ સાથે ક્રીડા કરે છે. આવાને પણ બીજા અધિક સમૃદ્ધિવાળા સાંભળીને એવી ઈચ્છા થાય છે કે તેની માલિકીના દેશોને સ્વાધીન કરે અને તેના સ્વામીને મારી આજ્ઞા મનાવું. [૧૨૮૪-૧૨૮૯] સીધે સીધા આજ્ઞા ન માને તો સામ, ભેદ, દામ, દંડ, વગેરે નિતીઓનો પ્રયોગ કરીને પણ આજ્ઞા મનાવવી. તેની પાસે સેન્યાદિક કેટલા પ્રમાણમાં સામગ્રી છે. તેનું સાહસ જાણવા માટે ગુપ્તચર-જાસુસ પુરુષો દ્વારા તપાસ કરાવે. અથવા ગુપ્ત ચરિત્રથી પોતે પહેરેલા કપડે એકલો જાય. મોટા પર્વતો, કીલ્લાઓ, અરણ્યો, નદીઓ ઉલ્લંઘન કરીને લાંબા કાળે અનેક દુઃખ કલેશ સહન કરતો ત્યાં પહોંચે ભૂખથી દુર્બલ કંઠવાળો દુઃખે કરીને ઘરે ઘરે ભટકતો ભીક્ષાની યાચના કરતો કોઈ પ્રકારે તે રાજ્યના છિદ્રો અને ગુપ્તવાતો જાણવા માટે પ્રયત્ન કરે છે, છતાં જાણી શકાતી નથી. ત્યાર પછી જે કોઈ પ્રકારે જીવતો રહ્યો અને પૂણ્ય પાંગર્યું હોય તો પછી દેહ અને વેષનું પરાવર્તન કરીને તેવો તે ગૃહમાં પ્રવેશ કરે. તે સમયે તેને તમે કોણ છો? એમ પૂછે ત્યારે તે ભોજનદિકામાં પોતાનું ચારિત્ર પ્રગટ કરે. યુદ્ધ કરવા સજ્જ થઈને સર્વ સેનાવાહન અને પરાક્રમથી ટુકડે ટુકડા થાય, તેમ લડીને તે રાજાને હરાવે. [૧૨૮૯-૧૨૯૨] કદાચ તે રાજાથી પરાભવ પામેતો ઘણા પ્રહાર વાગવાથી ગળતા-વહેતા લોહીથી ખરડાએલા શરીરવાળો હાથી ઘોડા અને આયુધોથી વ્યાપ્ત રણભૂમિમાં નીચા મુખવાળો નીચે ગબડી પડે. તો હે ગૌતમ ! તે સમયે ગમે તેવું દુર્લભ વસ્તુ મેળવવા માટેની અભિલાષા, ખોટા ટેવ અને સુકુમાલપણું ક્યાં ચાલ્યું ગયું ? જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy