Book Title: Shantipathno Yatri Swapnadrushta Chitrabhanu
Author(s): Clare Rosenfield
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/001805/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શર્માન્તપથનો યાત્રી સ્વપ્નદ્રષ્ટા યિત્રભાનું અનુ. પ્રો. હસમુખ શેઠ Page #2 -------------------------------------------------------------------------- ________________ શાક્તપથનો યાત્રી સ્વMઢષ્ટા ચિત્રભાનું ': મૂળ લેખક : કલેર રોઝનફિલ્ડ ': અનુવાદક : પ્રો. હસમુખ શેઠ Page #3 -------------------------------------------------------------------------- ________________ શાન્તિપથનો યાત્રી : સ્વપ્નદ્રષ્ટા ચિત્રભાનુ પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર મૂળ લેખક : ક્લેર રોઝન ફિલ્ડ અનુવાદક : પ્રો. હસમુખ શેઠ સાગર આર્ટ ગ્રાફીકસ ૨/c-૪૨, ૩૦૧, શાંતિનગર, મીરારોડ, (મુંબઈ) પ્રાપ્તિ સ્થાન : નવભારત સાહિત્ય મંદિર ૧૩૪ પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦ ૦૨. ગાંધી માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૬ જૈન પ્રકાશન મંદિર ૩૯૪, ખત્રીની ખડકી દોશીવાડાની પોળ, અમદાવાદ-૩૮૦ ૦૬ મૂલ્ય : રૂા. ૧૫/ Page #4 -------------------------------------------------------------------------- ________________ - - - મંગલ ભાવના - - મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે, ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે, એ સંતોનાં ચરણ કમલમાં મુજ જીવનનું અર્થ રહે, દીન, કૂર ને ધર્મવિહોણા દેખી દિલમાં દર્દ રહે, કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે, માર્ગભૂલેલા જીવનપથિકને માર્ગ ચિંધવા ઊભો રહું. કરે ઉપેક્ષા એ મારગની, તોયે સમતા ચિત્ત ધરું, ચિત્રભાનુની ધર્મભાવના, હૈયે સૌ માનવ લાવે, વેરઝેરનાં પાપ ત્યજીને, મંગલ ગીતો સૌ ગાવે. સપ્રેમ.. Page #5 -------------------------------------------------------------------------- ________________ મારે કહેવું છે....... માનવીની કરી છે. એ અને મેં પુસ્તક પુરું કર્યું. આંખો બંધ કરી. મન વિચારોની પાંખે ચડીને ઉડવા લાગ્યું. અદ્ભુત વ્યક્તિત્વ છે, અનેરો માનવી છે, અનોખો એનો પ્રભાવ છે. આ માનવીની જીવનકથા નથી. આ તો આકાશે વિહરતી, જમીન તરફ કદી નજર ન કરતી સૂર્ય અને ચંદ્રની પેલી પાર જવાની ઈચ્છા ધરાવતી મુક્ત પંખીની કથા છે. એની પાંખોમાં અકથ્ય જોમ છે, હિંમત છે, હામ છે. • એનું મનોબળ પોલાદી છે. આ માનવપંખી પાસે લોખંડી તાકાત છે. ૩૦૭ પાનાનું મોટું પુસ્તક હું વાંચી ગયો તેથી મને જ નવાઈ લાગી. કારણ કે ઘણાં સમયથી મોટાં પુસ્તકો કે લાંબા લેખો વાંચવાની આદત છૂટી ગઈ છે. પણ Clare Rosen Field HlHall oldal qual Gurudev Shree Chitrabhanu a man with a vision' નામની જીવનકથા વાંચી ત્યારે મને લાગ્યું કે આ મહામાનવનું વ્યક્તિત્વ ઘરની દીવાલો, કુટુંબ પ્રેમરૂપી બંધનો, ધર્મની દીવાલો, પ્રાંત કે દેશની દીવાલોમાં પુરી શકાય એવું નથી. આ આત્માનું આગમન તો ત્રણે ય લોકને પોતાનું વતન બનાવવા માટે જ પૃથ્વી પર થયું છે. કેવો યોગાનુયોગ! સી.એમ. ગાંધીએ મને કહ્યું, ચિત્રભાનુજી અમેરીકાથી લાવેલ ઉત્તમ હદયના વાલ્વ જરૂરત હોય તેને આપે છે. હું તો માનતો હતો કે તેઓ પરદેશ જ રહે છે. પણ સી.એમ. ગાંધીએ કહ્યું કે થોડો સમય અહીં પણ રહે છે. માનવસેવાના કામ કરનાર માનવી વિશે જાણું છું કે તરત મને અમેરિકાના કવિ એડવિન માકહિમની કવિતા યાદ આવે છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ એક મોચીને સપનું આવ્યું કે એની દુકાન પર પ્રભુ પધારવાના છે. એ વહેલો તૈયાર થઈને દુકાને જઈને બેઠો. સવારે એક વૃદ્ધ આવ્યો. એ થાક ઉતારવા મોચીની દુકાને બેઠો. એ અત્યંત ગરીબ હતો. એના ફાટેલા બૂટ જોઈને મોચીએ નવાબૂટ આપ્યાં. બપોરે ભૂખના દુ:ખથી ભાંગી પડેલી સ્ત્રી આવી. મોચીએ એને જમાડી. સાંજે રડતો રડતો એક બાળક આવ્યો. મોચીએ એને તેડયો અને એના ઘરે મૂકી આવ્યો. રાત પડી મોચી કરુણ કંઠે બોલ્યો, “આ તે કેવું કહેવાય પ્રભુ, તમે આજે મને મળવા આવવાના હતા. એ ભૂલી ગયા CCC એને મધુર કોમળ અવાજ સંભળાયો, ‘ઉદાસ ન થા ભક્ત. મેં મારું વચન પાળેલ છે. તે બૂટ પહેરાવ્યાં એ ગરીબ વૃદ્ધ હું હતો. તે પેટ ભરીને જમાડી તે સ્ત્રી હું હતો. જેને વહાલથી તેડીને તું એના ઘરે મૂકી આવ્યો એ બાળક પણ હુંજ હતો. આ માનવ સેવાનો આદર્શ ચિત્રભાનુજીના દરેક કાર્યમાં મેં જોયો છે. એમની જીવનકથામાં મેં વાંચ્યો છે. એ કથા મળી એમાંય યોગનુયોગ કામ કરી ગયો છે. જ્યારે સી.એમ. સાથે વાત થઈ એ દિવસોમાં કાલબાદેવી પરથી Hobson અને Jobon ને ત્યાંથી નવા જૂનાં પુસ્તકોનું લિસ્ટ આવ્યું. એમાં ચિત્રભાનુજીની જીવન કથા પણ હતી. તે જ દિવસે ખરીદી આવ્યો. પછી મળ્યો ચિત્રભાનુજીને. મારો પરિચય આપ્યો. સંક્ષિપ્તમાં અનુવાદ કરવાની રજા માગી. તેઓ બોલ્યા, “ભાઈ, એ પુસ્તક મારું નથી. મારી કોઈ ચીજ નથી. કર્મમાં લખ્યું હતું તેથી દસ વરસ સંસાર ભોગવ્યો. હવે હું સંસારમાં સાધક રહીને એનાથી અલિપ્ત રહું છું. ધ્યાન ધરું છું. મૌન રહું છું. લેખન કરું છું અને દુનિયામાં મહાવીરનો અહિંસાનો સંદેશ પહોંચાડવા ઘૂમતો રહું છું. દુનિયાના લોકો શાકાહારી બને એવા પ્રયત્ન કરું છું. તમે અનુવાદ માટે રજા લેવા આવ્યા છો? અનેક મેગેઝીનો તો, મારુ જે છાપવું હોય તે છાપે છે Page #7 -------------------------------------------------------------------------- ________________ અને કોપી પણ નથી મોકલતા. મેં જીવનકથાનો અનુવાદ કરવાનું નક્કી કર્યું. ચિત્રભાનુજી સાથેનાં આ પ્રથમ મિલનને અંતે મેં એમને કહ્યું કે ગુરૂદેવ ૧૯૪૮માં આપ બોટાદમાં ચોમાસાનાં ચાર મહિના રહ્યા હતાં. ત્યારે મેં આપના વ્યાખ્યાનો રસપૂર્વક સાંભળ્યા હતાં. આજે ૧૯૯૧ની સાલમાં મળું છું. આ ય તે લેખ લખ્યાં હશે ને? ત્યાર પછી મેં મારા નાના અને પિતાજી વિશે કહ્યું. એમને બધું જ યાદ હતું. બીજા મિલન વખતે ૧૯૫૦ આસપાસનો મારા પિતાજી સાથેનો ફોટો પણ મને આપ્યો. જીવન કથાનો અનુવાદ થઈ ગયો પછી મળ્યો શ્રી જેહાન દારૂવાળાને. તીક્ષણ દૃષ્ટિ, અપૂર્વ પ્રતિભા અને માનવીને મળતાં જ એને પગથી માથા સુધી ઓળખી કાઢવાની એમના જેવી સૂઝ મેં ક્યાંય જોઈ નથી. એમણે મારી વાત સાંભળી અને જીવનકથા લેવા હાથ લંબાવ્યો. શ્રી જેહાન દારુવાળાનો આભાર માનવા અવનીના કયા આરેથી શબ્દોને ઢૂંઢું ? સોરી, એમનો આભાર માનવા મને શબ્દો મળતાં નથી. અને આભારી છું ‘મુંબઈ સમાચાર’ના વાચક મિત્રોનો એમણે તો મને ઢગલે ઢગલાં પ્રેમ આપ્યો છે. હું રોઝન ફિલ્ડનો પણ આભારી છું. તેમણે પૂજ્ય શ્રી ચિત્રભાનુજીના જીવનનો ઊંડો અભ્યાસ કરીને આ જીવનકથા લખી છે. એ માટે બેવાર તો તે ભારત આવ્યાં હતાં. આ જીવનકથા ૧૯૮૦ સુધીની છે. હસમુખ શેઠ ૧૪-જગર નિવાસ સાયન હૉસ્પિટલ સામે, મુંબઈ-૪૦૦ ૦૨૨. Page #8 -------------------------------------------------------------------------- ________________ શાન્તિપથનો યાત્રી સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું - પુત્રનો જન્મ થયો. હૈયામાં હેતની હેલી ચડી. થાનેલામાંથી દૂધની ધાર થઈ અને સ્નેહાળ હોઠમાંથી અમૃતવાણી સરી :સિધ્ધોતિ બુધ્ધોસિ નિરંજન સિ સંસાર માયા પરિવર્જિતોસિ | સંસાર સ્વપ્ન ત્યજ મોહનિદ્રા મદાલસા વાક્યમવાચ શૈવમ માતા મદાલસાએ આ હાલરડું ગાયું હતું. માતા ચુનિબાઈના મુખમાંથી એવા જ શબ્દો સરી પડયાં. કારણ કે એની કૂખે ખેલવા રૂપરાજેન્દ્ર આવી ગયો હતો. ગુરૂદેવ ચિત્રભાનુનું બચપણનું નામ રૂપરાજેન્દ્ર હતું. માને મન એ રૂપરૂપનો અંબાર હતો. માતા ચુનીબાઈ નમ્ર અને સાત્વિક સ્વભાવનાં હતાં. ધર્મના રંગે રંગાયેલી માતાએ પુત્ર સામે સ્નેહ નિતરતી નજર નાખી અને હૃદયમાંથી આપોઆપ વાણી વહેવા લાગી, 'હે આત્મા; તું પૂર્ણ છે, તું જ્ઞાતા છે, તું પવિત્ર, નિર્દોષ અને રાગદ્વેષ રહિત રહેજે.' આ પડછાયા જેવી દુનિયાથી તું મુક્ત છે.” હે પૂર્ણાત્મા! આ દુનિયા અંતહીન સ્વપ્ન છે. તેથી તું જાગૃત રહેજે' આ રીતે માતા પુત્રને ધાર્મિક સંસ્કારનું પાન કરાવી રહી હતી ત્યારે પવિત્ર દિલના, ભદ્રિક છોગાલાલ ઓરડા બહાર ઉભા રહીને જિનપ્રભુનું સ્મરણ કરતા હતાં. એમને ધર્મમાં અપાર શ્રદ્ધા હતી. -- - -- શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું Page #9 -------------------------------------------------------------------------- ________________ રૂપરાજેન્દ્રનો જન્મ થયો. માતાપિતાએ ખરા અંતરથી પ્રાર્થના કરી, હે દેવ ! અમને વધુ તાવતો નહિ. અમારી શ્રદ્ધાની હવે તું વધુ કસોટી કરતો નહિ. અમારા આ પુત્રને તું પૂર્ણ તંદુરસ્તી આપજે. પિતાના હૃદયમાં જીન સ્તુતિ હતી. આંખો છરછર વરસતી હતી. મનમાં તીખો વેદનાજન્ય અનુભવ હતો. એમની નજર સામે ભૂતકાળ ખડો થયો હતો. બરોબર ત્રણ વરસ પહેલા પોતાના એક વરસના સંતાનને કંપતા હસ્તે ધરતીને અંક સોંપ્યો હતો. એ પહેલા એમનો એક પુત્ર સ્વર્ગે સિધાવ્યો હતો. એ સમયે ચુનિબાઈએ જવાળામુખી જેવા ઉના ઉના નિશ્વાસ છોડયા હતા. હવે ફરી એકવાર સુનિબાઈના પડખામાં તેના ઢગલા જેવો, પ્રેમ ઝરણું વહાવતો, બાળુડો સૂતો હતો. છોગાલાલ રાજસ્થાનના રહેવાસી હતા. તેમના પિતા સાથે તેઓ વેપાર અર્થે દક્ષિણ ભારતમાં આવ્યા હતાં. તેઓ બેંગલોર પાસે ટુમકુરમાં સ્થાયી થયા હતા. રૂપ ત્રણ વરસનો થયો ત્યારે એને સાથ આપવા, એની સાથે રમવા, ઝગડવા અને તોફાન મસ્તી કરવા નાની બહેન આવી ચડી. નાની બહેનનું નામ મગી પાડ્યું. છોગાલાલનો કાપડનો વેપાર ખૂબ જામ્યો હતો. ધર્મપ્રેમી છોગાલાલમાં ગામના અને આજુબાજુના ગામડાના ગ્રાહકોને વિશ્વાસ બેસી ગયો હતો. પ્રમાણિકતાને તેઓ ધર્મ માનતા હતા. તેથી લોકો આંખ મીંચીને એમની દુકાનેથી ખરીદી કરતા હતા. એમના વેપારનો વિકાસ થયો તેથી એમણે બેંગલોરમાં ભાગીદારીમાં બીજી દુકાન શરૂ કરી. ભાઈ બહેન ઘરનાં સાત્ત્વિક વાતાવરણમાં ઉછરી રહ્યાં હતાં. ઘરના આનંદમય વાતાવરણમાંથી એમના પર સુખશાંતિનો વરસાદ વરસી રહ્યો હતો. શાન્નિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ Page #10 -------------------------------------------------------------------------- ________________ - - પણ અચાનક રૂપના જીવન પર કૂર પ્રહાર થયો. એના થનગનતા પગ સ્થિર થઈ ગયા. એનો ગુલાબી ચહેરો કરમાઈ ગયો. એની આખમાં અમીટ ઉદાસી છવાઈ ગઈ. રાતના કાજળ કાળા અંધકારમાં એણે પૂછયું. ‘બા, ક્યાં?' ‘બા ક્યાં?' એ શબ્દો ન હતા. એ શીર્ણવિશીર્ણ હૃદયની મર્મવિધી ચીસ હતી. બાના પડખા વિના રૂપ કે મગીને ઊંઘ આવતી ન હતી. શા માટે આજે પિતા બાજુમાં સૂતા છે એ એમને સમજાતું ન થયાં છે. આર્તસ્વરે કરશે કાકા કહોન ની આંખો એના તંદ્રામાં અને ઊંઘમાં રૂપ હળવેથી ગણગણતો હતો, “કહોને કહેતાં કેમ નથી, મારી બા આજે અમારી પાસે સૂતી કેમ નથી?' બીજે દિવસે રૂપે એની વિષાદ ઘેરી આંખો એના પિતાના એક મિત્ર તરફ ઠેરવીને પૂછ્યું, “કાકા કહોને મારી બા ક્યાં છે?' એ આર્તસ્વરે ફરીવાર બોલ્યો, “સૌ કહે છે, બા પાછા થયાં છે, આ પાછા થવું' એટલે શું?' પિતાના મિત્રો એના વાંકડિયા ઝુલ્ફા પર સ્નેહ ભરપૂર થરકતી આંગળીઓ ફેરવતા રહ્યા. રૂપરાજની આંખ સૂકી બની અને દુ:ખનો ઊભરો શાંત થયો ત્યારે એના પિતાના વિરસ મુખ તરફ જોઈને કાકાએ દિવ્ય વાત્સલ્યધારા વહાવતા કઠે કહ્યું, “ઊંચે જે રૂપ, અવકાશમાં જગમગતા તારા દેખાય છે? અત્યારે ન દેખાય બેટા, સૂર્યપ્રકાશને લીધે એ ન દેખાય છે ત્યાં જ છે. રાતે એ ઝગમગી ઊઠે છે. એ ઝળહળતા ઘરમાં બા રહેવા ગઈ છે.' રૂપે કાકા સામે વિરહવ્યાકુળ નજરે જોયું, થોડી ક્ષણ પછી થરથર કંપતા કઠે કહ્યું, ‘મને મારી બા પાસે લઈ જાવને કાકા, લઈ જશોને ?' “આજે ન જવાય મારા વહાલા રૂપ, આજે નહિં પણ કોઈવાર આપણે સૌએ એ દેવનગરમાં રહેવા જવાનું છે. ત્યાં જે - શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું Page #11 -------------------------------------------------------------------------- ________________ માનવી ઉદાત્ત હોય છે એને જગા મળે છે અને જે માનવ માત્રને મદદ કરે છે એને તો દેવનગરમાં દેવો પણ આવકારે છે. જ્યારે આ જમીન પરનું કામ પ્રમાણિકતાથી પુરુ કરી આ ઘર છોડીશું ત્યારે આપણને આકાશના પ્રકાશમાં ઘર મળશે. તું સત્કાર્ય કરતો રહેજે. તને પણ ત્યાં સ્થાન મળશે.” ચાર વરસના બાળ મન પર આ શબ્દો શીલાલેખ જેમ કોતરાઈ ગયા. ચિર મિલનાતુર બાળક આકાશમાંથી આવનાર પ્રકાશના સંદેશની રાહ જોવા લાગ્યો. કોઈવાર એ નિરાશામાં સપડાતો ત્યારે એને નકારાત્મક વિચારો આવતા. એને લાગતું હતું કે બા મને શા માટે યાદ કરે? એ તો ત્યાં સુખમાં મહાલતી હશે, રાતભર એ આકાશી દીવડાના સંગમાં રહેનારી મને ભૂલી ગઈ હશે?' વળી એને વિચાર આવતો કે બા જો મળે તો હું એનાથી રીસાઈ જઈશ. પછી તરત એના પાલવમાં મુખ છૂપાવીને એને એવી રીતે વળગી પડીશ કે એને કદી છોડીશ નહિ. દિવસો વીતતા હતા. આ બાની ગેરહાજરીમાં રૂપ અને મની એકક્ષણ પણ એકબીજાથી દૂર જતાં ન હતાં. એમના સંબંધો ગાઢ મિત્રો જેવા બની ગયા, રૂપને એવો પણ વિચાર આવતો હતો કે હું એનો મોટોભાઈ છું. મારે એનું ધ્યાન રાખવું જોઈએ. રૂપનો બહેન તરફ અનુપમ અપરિમિત પ્રેમ હતો છતાંય એ કુલપરી જેવી બહેન સાથે ઝગડવાના પ્રસંગ આવતા હતા. એક દિવસ રૂપે ઘરમાંથી થોડું પરચુરણ લીધું બહેનને મુઠ્ઠીમાં રહેલા સિક્કા બતાવીને કહ્યું, “ચાલ બહેન, બહાર જઈએ. ખૂબ નાસ્તો કરીશું બહેન ભાઈ સાથે કૂદતી કૂદતી ગઈ. ફેરિયા પાસે જઈને મનભાવતો નાસ્તો કર્યો. - શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાન Page #12 -------------------------------------------------------------------------- ________________ --- - - - - તેઓ પાછા ફરતા હતાં ત્યારે રૂપે કડક અવાજે કહ્યું. “જો મગી, આજે આપણે બહાર નાસ્તો કર્યો છે એ પિતાજીને કહેવાનું - નથી.' - - - - - - - - - - - - પણ ભોળી, નિર્દોષ અને પવિત્ર દિલની બહેને ઘરમાં દાખલ તથા જ કહ્યું. “પિતાજી, અમે ક્યાં ગયા હતા, કહું? અમે તો ઈડલી, ઢોસા અને હલવો ખાધો છે. અમને બહુ મજા પડી હતી.' “રૂપ, પૈસા ક્યાંથી લીધા ભાઈ? પિતાજીએ પ્રિય પુત્રને અમૃતશીતળ કંઠે પૂછયું, “ઘરમાં તને જે જોઈએ તે છે, તો બહાર ખાવું ન જોઈએ. ભલે નાસ્તો કર્યો, પણ આવીને તારે મને તરત કહેવું જોઈતું હતું.' રૂપે પિતાની કરુણમધુર વાણી સાંભળી અને એના હૃદયમાં દર્દની શૂળ ભોંકાણી તો ય પછીથી એ બહેન પર ગુસ્સે થયો. બાનું મૃત્યુ થયું પછી વિધવા ગજરાફેબા ભાઈ સાથે રહેવા આવ્યાં હતાં. વરસો વાતમાં વીતી ગયાં. રૂપ અગિયાર વરસનો થયો અને મગી આઠ વરસની થઈ હતી. ફેબાને પોતાના કુટુંબીજનો યાદ આવતા હતા. પોતાના વતન તરફનું આકર્ષણ રાજસ્થાન જવા એમને પ્રેરતું હતું. પણ મા જગ્યા ભાઈની ચિંતા હૈયે હતી. પોતે વતન જાય ત્યારે ભાઈને તકલીફ ન પડે એ માટે મગીને સાથે લઈ જવાનું નક્કી કર્યું. કાળની ગતિ ન્યારી છે. ભાઈ કઈ રીતે જાણે કે બહેનનું આ અંતિમ પ્રસ્થાન છે, પિતાને શું ખબર કે પુત્રીને એ ચિરવિદાય આપી રહ્યા છે. હેતાળ ફિબા ક્યાંથી જાણે કે ભત્રીજીને પાર્થિવ સીમાથી પર જે પ્રદેશ છે ત્યાંથી બોલાવો આવી ગયો છે. મધના ઝરણાં જેવી બહેનથી ભાઈ જીવનમાં પહેલીવાર જુદો પડતો હતો. ભાઈએ બહેનને લાગણીસભર વિદાય આપી. ફૈબા રાજસ્થાન પહોંચ્યા. - - ન નનનન શાન્તિપથ યાત્રી : સ્વપ્ન દ્રા ચિત્રભાનું Page #13 -------------------------------------------------------------------------- ________________ ત્યાં બળિયાના વાયરા હતાં. ઘરેઘરે બળિયાના ભોગ બનેલ બાળકો હતાં. ટપોટપ બાળજીવો પૃથ્વી પરથી વિદાય લેતા હતા. મીને બળિયા નીકળ્યાં. વિધિનું આક્રમણ અચાનક અને અતિઝડપે થયું. ભાઈ અને પિતાને મળવાનો સમય ન રહ્યો અને અસહાય ફૈબાની અશ્રુભરી આંખ સામે મગીએ હંમેશને માટે આંખ મીંચી લીધી. મીના સ્વર્ગવાસના કરુણ સમાચાર મળ્યાં. છોગાલાલના જીવનમાં વિષાદની કાલીમા છવાઈ ગઈ. રૂપ પર જાણે વીજળી પડી! એ જાણે કાષ્ટનું પુતળું બની ગયો ! રૂપ સમજણો થયો ત્યારથી પોતાની બહાદૂરીની ડંફાસ હાંકતો હતો. પણ આ કુદરતનો કારમો ઘા સહન કરવાની શક્તિ એનામાં ન હતી. એ અજબની અસહાયતા અનુભવી રહ્યો. વળી પિતાની નિતાંત વેદના રૂપ સમજી શકતો હતો. પુત્રીની ચિરવિદાયના સમાચાર આવ્યાં ને એમણે ત્રણ દિવસ અને ત્રણ રાત પાણીનું ટીપું પણ ન પીધું. એ નકોડા ઉપવાસ હતા. છોગાલાલને મન મગી ફક્ત પોતાની પુત્રી ન હતી. એ તો સહધર્મચારિણી ચુનીબાઈએ સોંપેલ અનામત હતી. એ અમૂલ્ય અનામત જતાં છોગાલાલના કાળજાનાં જાણે કટકા થઈ ગયાં, એમના શિવશર્ણ મનને ક્યાંય શાંતિ ન મળી, ઘરની હર ચીજ એમને પુત્રીની યાદ આપતી હતી. તેથી પુત્રને લઈને તેઓ ગામ પાસેની ટેકરી પર આવ્યા. અહીં દિગંબર જૈન મંદિર હતું. પિતા પુત્ર આ પવિત્ર વાતાવરણમાં ધર્મધ્યાન કરવા દસ દિવસ રહ્યા. દેહ મન પર · થયેલા આળા ઘા પર થોડી રૂઝ • આવી ત્યારે તેઓએ ઘરમાં પગ મૂક્યો. પણ રહી રહીને રૂપના સંતપ્ત હૃદયમાંથી અવાજ આવતો હતો, ‘બહેન નથી તો હું કેમ છું, એ મરણ પામી છે તો હું જીવિત કેમ છું?' ૬ શાન્નિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ Page #14 -------------------------------------------------------------------------- ________________ - એને ઘર ભેંકાર લાગતું હતું. ખાલી ઘરમાં એને ભય લાગતો હતો. બહેનના સાથ વિના એ ખાલીપાનો અનુભવ કરતો હતો. એને એકલતા પીડા આપતી હતી. રૂપના જીવનમાં નિરાશાની કાલિમા છવાઈ ગઈ હતી. બહેનના વિયોગમાં એનું જીવન ઉલટપાલટ થઈ ગયું હતું. હૃદયમાં સળગતી વિયોગની જવાળાએ એનું ચેન હરી લીધું હતું. કદાચ તેથી જ શાળાના તોફાની વિદ્યાર્થીઓનું બેજવાબદારીભર્યું જીવન એને ગમવા લાગ્યું. એક દિવસ આ દોસ્તોએ આગ્રહ કર્યો, “અરે મિત્ર, આજે તો તારે અમારી સાથે સીગારેટ પીવી પડશે. દમ ખેંચવાની મઝા તો કંપનીમાં જ પડે! વધુ નહિ, એકાદ બે ફૂંક મારજો.’ મિત્રોએ આગ્રહ કર્યો. તેઓ ડાંગરના ખેતરમાં ભૂસાના ઢગલા પાછળ છુપાયા અને રૂપે પહેલીવાર સિગારેટ પીધી. ધૂમાડો છાતીમાં જતાં જ રૂપને ઉધરસ ચઢી. ઉધરસ ખાઈ ખાઈને એની છાતી દુ:ખી ગઈ. આ ટોળીના એક સભ્ય ભૂસાના ઢગલામાં સળગતી દિવાસળી ફેંકી ઢગલામાં આગ લાગી. બધા ભાગ્યાં. વાડી માલિક પાછળ પડયો. એણે રૂપને ઓળખી કાઢયો. રૂપની પાછળ કોઈ બૂમ મારીને કહેતું હતું, ‘એ રૂપ, ઊભો રહે, સાંભળે છે કે નહિ?' મિત્રો રૂપને છોડીને દૂર નીકળી ગયા હતા. રૂપ ડરથી કંપતો હતો. એ પકડાયો નહિ પણ ઘરે જવાની હિંમત ન હતી. ઘરે સૌ પોતાનું પરાક્રમ જાણવાના હતા. તેથી રૂપ સીધો જ સ્ટેશન પહોંઓ અને ટ્રેન પકડી. એ બેંગ્લોર પિતાના મિત્રને ત્યાં પહોંચ્યો. એમણે રૂપનો સ્નેહભીને સત્કાર કર્યો. રૂપનો ચહેરો એના અપરાધ ભાવની ચાડી ખાતો હતો. શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ Page #15 -------------------------------------------------------------------------- ________________ જ લીધો પણ એ જ છે જઇશ માં એ લોકોએ છોગાલાલનો તરત સંપર્ક સાધ્યો. પિતાનો માણસ તેડવા આવ્યો. રૂપ ફફડતાં હૈયે ઘરે પહોચ્યો. પિતાએ મધુર મુશ્કેરાટથી એનો સત્કાર કર્યો. ન કરી સજા કે ઠપકાના બે વેણ પણ ન કહ્યાં. રૂ૫ને ડર હતો કે પોતાની અવહેલના કરવામાં આવશે પણ પિતાએ આનંદપૂર્વક એનો સ્વીકાર કર્યો હતો. એ સ્વચ્છ, આનંદિત વિસ્મય અનુભવી રહ્યો. એક દિવસ રૂપને માથે હાથ મૂકી કહ્યું. “બસને રૂપ, હવે તો શાંતિથી વાત કરવા સમય મળતો નથી. તું મારા શ્વાસોશ્વાસ છે એ તો તું જાણે છે. તેથી મારી વાત સાંભળ. તું નાસી ગયો હતો, ભલે એ અનુભવ લીધો પણ કહે જોઈએ, નાસી, નાસીને તું જઈશ ક્યાં? ભૂલતો નહિ ભાઈ, જેનાથી તું નાસીશ એ જ તારી પાછળ આવશે. તું તારી જાત સાથે પ્રમાણિકપણે વર્તતા શીખી જા. જે તું તારા પ્રતિ પ્રમાણિક હશે તો મારી સાથે પ્રમાણિક બની શકીશ. તારા મનમાં જે હોય તે નિખાલસતાથી મને કહે. તે પ્રમાણિક હશે, નિખાલસ બનીશ તો તું હિંમતથી સ્પષ્ટ વાત કરી શકીશ. તું હિંમતવાન બનીશ.” રૂપે પિતાના શબ્દો એકચિત્તે સાંભળ્યાં પણ એના મને એ બોધનો સ્વીકાર ન કર્યો. એની પર પેલી તોફાની ટોળીની અસર હતી અને દેહમાં તરૂણાઈનો મદ હતો. એણે તો જાહેરમાં સીગારેટ પીવાનું શરૂ કર્યું. - દિવસો વીતતા હતા. તામસી અને સાત્વિક વિચારોનું મનમાં દંડ ચાલતું હતું. એક દિવસ અંતરમાંથી વિવેકપૂર્ણ અવાજ ઉઠ્યો, કહે રૂપ, તુ સીગારેટ પીવે છે કે સીગારેટ તને પીવે છે? સીગારેટથી અશાંત ચિત્ત શાંત થાય છે કે વધુ વ્યગ્ર બને છે?' રૂપે મનોમન જવાબ આપ્યો, હું એક બૂરા અંતહીન આવેગનો ગુલામ બન્યો છું. હું સ્વતંત્ર બનીશ. એ બૂરી ટેવનો હું અંત લાવીશ.' શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રા ચિત્રભાનું Page #16 -------------------------------------------------------------------------- ________________ રૂપે દ્રઢ નિશ્ચય કર્યો અને એક બપોરે એણે પચ્ચીસ સીગારેટ ખરીદી. તે એકલો એકાંતે જઈને બેઠો. એણે એક સીગારેટ સળગાવી. એક પૂરી થાય ત્યારે બીજી સળગાવી. રૂપ એક પછી એક સીગારેટ પીતો રહ્યો. અંતે એ થાકી ગયો. સીગારેટના દમ મારવાથી ફેફસાની શક્તિ ખલાસ થઈ ગઈ. તે ઊંઘી ગયો. જાગ્યો ત્યારે બીજી સીગારેટ તળાવમાં નાખી દીધી. એણે નક્કી કર્યું કે હવે મિત્રો ત્યાગ કરે તો પણ સીગારેટને હાથ લગાડીશ નહિ. પોતાની જાત પરની, પોતાના મન પર આ પ્રથમ જીત હતી. રૂપે જાણ્યું કે મનોભાવને જીતી શકાય છે. એને ભૂતનો ભય લાગતો હતો. નાનપણથી ઓગે ભૂત વિશે ઘણી વાતો સાંભળી હતી. રૂપે પિતા સાથે ખુલ્લા મને વાત કરી. પિતાએ કહ્યું, ‘ભયનો સામનો કરવાથી જ ભયમુક્ત થવાય છે. ભયને ભેટવા તું સામે જા. તું નિર્ભય બનીશ.” રૂપે ભૂતને મળવા, ભૂતને જોવા પ્રયત્ન કર્યો પણ ભૂત ક્યાંય ન જડ્યું. એના મનમાંથી ભૂતનો ભય અદ્રશ્ય થયો. હિંમતનો સંચાર થયો. એનામાં ઉદ્ભવેલી નવી હિંમતનો કસોટીનો પ્રસંગ તરત આવ્યો. એ શાળાએથી ઘેર આવી રહ્યો હતો. બે છોકરાઓ એક છોકરી પાછળ ચાલતા હતા અને એની મશ્કરી કરતા હતા. પેલી પાછળ ફરીને બોલી, ‘શા માટે મને હેરાન કરો છો ભાઈ, હું તો તમારું નામ લેતી નથી.” પેલાઓએ ટીખળ કરવાનું ચાલુ રાખ્યું. પેલાના નિર્લજ હસતા ચહેરા જોઈને છોકરીએ બૂમ પાડી, કોઈ બચાવો એ ચસમાં રૂપને મગીનો અવાજ સંભળાયો. એનું ધ્યાન એક વૃક્ષની સૂકી ડાળ પર ગયું. એણે એ ડાળી ઉપાડી અને પેલા મોટા છોકરાઓ પર તૂટી પડ્યો. છોકરાઓ ઊભી પૂછડીએ ભાગ્યા. - - - - - - - | શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું Page #17 -------------------------------------------------------------------------- ________________ એ ત્યાં ઊભો હતો. ક્રોધથી કાંપતો હતો. છોકરીએ આભાર માન્યો, એ ગઈ પણ રૂપને કંઈ દેખાતું ન હતું. ક્રોધ શમતા લાંબો સમય ગયો. પછી વિચાર આવ્યો કે શું પોતાનામાં આવો ભયંકર ક્રોધ વસે છે? નાની એવી હિંમત બતાવી ત્યાં અભિમાનથી કેવો ફુલાઈ ગયો છું. એને પસ્તાવો થયો. એક જમણમાં એને બેહદ ખાધું. ઘરે આવીને એ આકુળવ્યાકુળ બની ગયો. એને ઉલટી થઈ. એને વિચાર આવ્યો, ‘જીભ પર કાબૂ હોવો જોઈએ? રૂપ દરેક બાબત વિચારવા લાગ્યો હતો. પોતાના વિચારોને અમલમાં મૂકતો હતો. પોતાની ભૂલ થાય ત્યારે સુધારવા પ્રયત્ન કરતો હતો. શાળા જીવનના દિવસો આનંદમાં પસાર થતા હતા. એની કન્નડ માધ્યમની શાળામાં વિદ્યાર્થીઓને એક દિવસ પ્રકાશહીન દિવસ વિતાવવાનો હતો. આવો અનુભવ લેવા માટે વિદ્યાર્થીએ આંખે પાટા બાંધી રાખવાના હતા. આ પ્રજ્ઞાચક્ષુ માનવીનો અનુભવ લેવાનો રૂપનો વારો આવ્યો. આ તો ગાઢ અંધકારનો અનુભવ હતો. હાથ પાટો છોડવા વારેવારે ઉંચો થતો હતો. અંધકાર અણગમતો બન્યો. પ્રકાશ પામવાની ઈચ્છા તીવ્ર બની. અંતે આંખ પરની પટ્ટી ખુલી. આંખ સામે મધમધતો પ્રકાશ હતો, હૃદયમાં હતું સ્વચ્છ, આનંદિત વિસ્મય. સામે હતી તદ્દન નવી દુનિયા. એ વિચારવા લાગ્યો, દુનિયાનું યથાર્થ રૂપ કયુ, સામે દેખાય છે એ કે નિતાંત અંધકારમાં લપેટાયું હતું એ? રૂપ ગાઢ વિચારમાં ડૂબી ગયો. ૧૦ શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું Page #18 -------------------------------------------------------------------------- ________________ એના મનમાં તોફાની તાંડવ નૃત્ય ચાલી રહ્યું હતું. ૨ - - - - - - રૂપનું મનોમંથન શરૂ થઈ ગયું હતું. ચિંતન કરવાની ટેવ પડી ગઈ હતી. એને એક સવિચાર આવ્યો,” લેનાર કરતાં આપનારના હાથ પવિત્ર છે. હું આપતો રહીશ, જે હશે તે આપતો રહીશ.' અને એના શિક્ષકે કહેલ શબ્દો અંતરમાં ઊગી આવ્યા, ‘એક એક રાત સુહાગ રાત છે.' ઉગતો હર નવો દિવસ નૂતન વરસ છે.' એણે હાથ સીધો કર્યો. હથેળી ભૂમિ તરફ રાખી અને મનોમન બોલ્યો, હે પ્રભુ સદા સર્વદા, સર્વ કોઈને, સર્વ કંઈ આપવાની મને શક્તિ દેજે.' હવે તો રૂપના દેહમાં યુવાનીએ પ્રવેશ કર્યો હતો. પગ ભૂમિ પર ટકતા ન હતા. મન આકાશગામી કલ્પના કરતું હતું. અને હૃદયમાં હતો આદરભાવ, સૌ જીવન પ્રત્યે આદરભાવ, પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ. એની વિચારરીતિમાં આમૂલ પરિવર્તન આવ્યું હતું. શાળાને હવે એ સરસ્વતી માતાનું મંદિર માનવા લાગ્યો હતો. વર્ગ અને મન પવિત્ર સ્થાન હતું. શિક્ષકો વંદનીય ગુરૂ હતા. શિક્ષકો જે જ્ઞાન આપે તે સ્વીકારવા એ શબ્દ શબ્દ સાંભળવા માટે ચંચલ મનને કાબુમાં રાખવા પ્રયત્ન કરવા લાગ્યો. આ રીતે એકાગ્ર રહેવાની ટેવ પડી. વર્ગમાં એક ચિત્તે ધ્યાન રાખતો હતો તેથી ઘરે ન વાંચે તો ય બધા વિષય આવડતા હતા. શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રસા ચિત્રભાનું ૧૧. Page #19 -------------------------------------------------------------------------- ________________ - - વાતવાતમાં શાળા જીવન પુરૂ થયું. રૂપને કોલેજમાં જવાની ઈચ્છા ન હતી કારણ કે પિતાને છોડવા ન હતા... વળી એકલતા અને એકાંતનો સામનો કરવાની ઈચ્છા ન હતી. પણ પિતાએ એને ધકેલ્યો. રૂપ બેંગલોર આવ્યો. આ લીલાછમ નગરની સુંદરતાથી એના શરીરમાં અમૃતગંગા વહેતી હતી. એક દિવસ એ શ્રવણબેલગોલા ગયો. ટેકરી ચડીને બાહુબલીની મૂર્તિ સમક્ષ ઊભો રહ્યો. એ સુંદર, બલિષ્ટ અને ઉન્નત મૂર્તિ પાસે ઊભો હતો, એ અદ્દભુત શિલ્પમાંથી જાણે સંદેશ આવી રહ્યો હતો, ‘બળવાન બન” તું તારામાં રહેલા દુશ્મનો અને નબળાઈઓને જીતવા પ્રયત્ન કર !' તપસ્વી બાહુબલીનો સંદેશ રૂપના અંતરમાં ઉતરી ગયો. સમય અતિ ઝડપે વીતે છે. કોલેજ જીવન પુરું થયું. રૂપ સાઈકૉલોજી સાથે બી.એ. થયો. અને ડીગ્રી મળી અને કોલેજમાંથી જડી એક ગાઢ સખી. આ સખીનું નામ ઉષા હતું. - એ ઘરે આવી ગયો પછી કર્મ અને મોક્ષ વિશે બહુ વિચાર આવતા હતા. એ માનવા લાગ્યો હતો કે જે બન્યું છે અને જે બને છે એ કર્મના ફળ છે. કર્મનું ફળ સૌ કોઈએ ભોગવવું પડે છે. રૂપ સખત બીમાર પડયો. તાવ ઉતરતો ન હતો. આ બીમારી વખતે ઉષા ચોવીસ કલાક રૂપની સેવામાં હાજર હતી. તાવમાં એક વાર મન વિચિત્ર અનુભવમાંથી પસાર થવા લાગ્યું અને એક સ્વપ્ન દેખાવા લાગ્યું. પોતે સોના-ચાંદીનો મોટો વેપારી છે. ધીરે ધીરે એને ઘરેણાંઓ તરફ નફરત થવા લાગી. એ ઘરેણા સાપ બની ગયાં અને એની નજર સામે સરકવા લાગ્યાં. વળી એને સખત ભૂખ લાગી. એ એકલો અનેક માનવીનો - ---- --- -- -- - - --- - - - ---- - - - ૧ ૨ શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ Page #20 -------------------------------------------------------------------------- ________________ ખોરાક ખાઈ ગયો. એજ વખતે એના હાથમાં એક ફળ આવ્યું. એ ફળ એણે મોમાં મૂક્યું તો મુખ રાખથી ભરાઈ ગયું. રૂપ આવા વિચિત્ર અનુભવમાંથી પસાર થયો હતો ત્યારે એના કાનમાં અવાજ આવવા લાગ્યો, ‘તું ઉપવાસ કર, તારે તપ કરવું જોઈએ. તારો દેહ શુદ્ધ બનશે, તું બુદ્ધ બનીશ.' રૂપે આ અનુભૂતિને તરંગ માન્યા. એને લાગ્યું કે આ એક ભ્રમ છે અથવા કોરી કલ્પના છે. છતાંય જે સમજી ન શકાય એવું આંતરયુદ્ધ શરૂ થઈ ગયું હતું. કદાચ એ સદ્ અને અસદ્નો સંઘર્ષ હતો. એ નક્કી હતું કે મનમાં તોફાની તાંડવ નૃત્ય ચાલી રહ્યું હતું. આ આંતરયુદ્ધે એને પોચોપચ બનાવી દીધો અને નાના બાળકની જેમ એ ધૂસ્કે ધૂસ્કે રડવા લાગ્યો. એ ક્ષણે કોઈ વહાલભર્યો હાથ દેહ પર ફરતો હોય એવો અનુભવ થયો. વળી માતા જેવો કોમળ, વહાલભર્યો અવાજ સંભળાયો, ‘બેટા, આંખો ખુલ્લી રાખજે. તારે જે જોવું છે એ દેખાશે.’ આ બિમારી અને આ અનુભવથી રૂપને વિચાર આવ્યો, ‘મારી પથારી પાસે કુટુંબીજનો, સ્નેહીઓ અને વહાલી સખી દૂર ખસતા નથી પણ તેઓ મારું દુ:ખ લઈ શકતા નથી.’ એણે ઘરની એક એક ચીજ તરફ નજર ફેરવી અને વિચાર્યું, ‘હું અહીં અતિથિ છું. મારો મુકામ વણઝારાની જેમ અલ્પકાલિન છે. મારે યાદ રાખવું જોઈએ કે હું પૃથ્વી પર મહેમાન છું.’ એક મિત્રે મોસંબીનો રસ પીવરાવ્યો અને તે બોલ્યો, ‘બહુ વિચાર ન કર. સૌ સારા વાના થશે.’ આ માંદગીમાં એને જાતજાતના અનુભવ થતા હતા. એકવાર એને સખત તરસ લાગી હતી. એના હાથમાં રૂપાનો પ્યાલો હતો. સામે અમૃતકુમ્ભ હતો. એણે પ્યાલો અમૃતથી ભર્યો. પ્યાલો હોઠ શાન્નિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ ૧૩ Page #21 -------------------------------------------------------------------------- ________________ પ પાસે આવ્યો ત્યાં ખાલી થઈ ગયો. ચાલ્યો આવ,’ એની અંદરથી અવાજ ઉઠતો હતો, બધુ છોડીને મારી પાસે ચાલ્યો આવ.' આવ, મારી પાસે આવ. આ કોઈ અગમ અનુભવ થઈ રહ્યો હતો. કોઈ અગમ નિગમનો અવાજ સંભળાતો હતો. મનમાં પડધા ઊઠતાં, ‘જીવન છે ત્યાગ અને સમર્પણનું પ્રતિક. જીવન એટલે સુગંધ ફેલાવતું ફૂલ, જીવન એટલે સળગીને સુવાસ ફેલાવતી અગરબત્તી.' રૂપ સાજો થયો. નવા અનુભવોનું ભાથું લઈને એ નવજીવન પામ્યો હતો. પાણ એની સ્મૃતિ ચાલી ગઈ હતી. મિત્રોને એ ઓળખી શકતો ન હતો. જીવન તરફ ઉદાસીન બની ગયો હતો. આ કપરા કાળમાં ઉષાએ ઘણી જહેમત ઉઠાવી. એણે રૂપને બોલતો કરવા, એને સઘળી યાદ આપવા સતત પ્રયત્ન કર્યો અને થોડા દિવસો પછી રૂ૫ બોલતો થયો. એની સ્મૃતિ પાછી ફરી. આ સમયે રૂપના હૃદયમાં પ્રેમનાં અંકુર ફૂટ્યા. ઉષાને એના હૃદયમાં સ્થાન મળ્યું. બન્નેનો પ્રેમ શુદ્ધ હતો. આ તો આત્માએ આત્માને ઓળખ્યો હતો. પણ રૂપ કોઈ નવા માર્ગે જવા ઈચ્છતો હતો. એને સ્વતંત્ર બનવું હતું. દેશસેવા કરવી હતી. માનવ માત્રને ઉપયોગી બનવું હતું. રૂપની આવી મનોદશા હતી ત્યારે ગાંધીજી રાજકીય તખ્તા પર આવ્યા. ગાંધીજીના સંપર્કમાં આવ્યા પહેલાં રૂપ માનતો હતો કે આઝાદી મેળવવા હિંસા જરૂરી છે. પણ એને જ્ઞાન થયું કે કોઈના જીવન પર ઘા કરવો વ્યર્થ છે. કોઈના ઘા રૂઝવવાનું કાર્ય સામર્થ્યવાન વ્યક્તિ જ કરી શકે છે. ૧૪ શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું Page #22 -------------------------------------------------------------------------- ________________ આવી લાગણીનો પડઘો એને ગાંધીજીના આદર્શમાં સંભળાયો. એ કોંગ્રેસમાં જોડાયો અને જીલ્લા પ્રદેશ સમિતિમાં કામ કરવા લાગ્યો. થોડા સમયમાં રૂપને ગાધીજીના પારદર્શક વ્યક્તિત્વનો પરિચય થયો. એણે અહિંસાને જીવન ધ્યેય બનાવ્યું. સત્યાગ્રહમાં ભાગ લીધો અને સૈનિકોની બેયોનેટથી ઘવાયો અને હોસ્પિટલમાં પહોંચ્યો. હૉસ્પિટલમાં પડયા પડયા એણે હિંસા અને અહિંસા વિશે વિચાર કર્યો, ચિંતન કર્યું અને ગાંધીજીના સાથમાં એને હિંસા અને અહિંસાનો સૂક્ષ્મભેદ બરાબર સમજાયો. રૂપ સ્વાતંત્ર્યની ચળવળમાં જોડાયો હતો પણ બેંગ્લોરની યાદ આવતી હતી. ત્યાં કુટુંબીજનો હતાં અને ત્યાં હતી શ્રદ્ધા અને વિસ્મયથી પરિપૂર્ણ નેત્રથી સુધા વરસાવતી ઉષા. ઉષા અપૂર્વ પ્રેમભાવથી આવકારતી. એક દિવસ તેઓ ઘોડા પર બેસીને ફરવા નીકળ્યાં. ફરતા ફરતા તેઓ દૂર દૂર સુધી પહોંચી ગયા. રસ્તામાં એક નદી આવી. તેઓ અટક્યા. ઘોડાની લગામ ઢીલી કરી. ઘોડા પાણી પીવા લાગ્યા. રૂપ આ નદીનો ભવ્ય મનોહર કિનારો, સ્તબ્ધ સ્વચ્છ આકાશ અને હળવે હળવે વહેતું અમૃત જેવું જળ જેઈ રહ્યો. ઉષા નીરખતી હતી એક કમનીય પુરૂષ. જોતાં જ ગમેલો એક સવિઘાર્થી. ઉષા બોલી, ‘રૂપ, જે, સામે કેવાં સુંદર ફ્લો છે. આ ખીલેલાં ફૂલ પર નજર પડતાં જ મને વિચાર આવે છેકે મારું જીવન આ ફ્લુ જેવું મઘમઘતું બને. ફ્લનું જીવન ક્ષણિક છે તો ય ફૂલ જેવા પૂર્ણ બનવાની મારી ઈચ્છા છે.’ રૂપ ઘોડેથી ઉતર્યો. એણે શીતળ જળમાં ઝંપલાવ્યું અને ક્ષણમાં શાન્નિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ ૧૫ Page #23 -------------------------------------------------------------------------- ________________ સામે કિનારે પહોંચી ગયો. ઉષા ધીરે ધીરે એની પાસે પહોંચી. ‘રૂપ, બોલવું છે તે બોલી શકાતું નથી પણ આજે કહ્યું છું કે તારા સાથ માટે, તારા સ્નેહ માટે હું સર્વ કંઈ કરવા તૈયાર છું.’ ઉષા બાળક જેવી નિર્દોષતાથી બોલી. એ અટકી, નીચે જોઈ ગઈ. રૂપના હોઠ ફફડવા લાગ્યા પણ એ બોલે તે પહેલાં ઉષા મૃદુ કંઠે બોલી. ‘હું તારા પ્રેમમાં ગળાબૂડ છું. મારું હૃદય ઉછળી, ઉછળીને તને પામવા ઈચ્છે છે.’ ઉષાનો સ્નેહ નીતરતો દેહ, મુખ પર સુંદરતાની મૃદુ છાયા અને વિશ્વને મોહ પમાડે એવું એનું હાસ્ય રૂપ માણી રહ્યો. ‘પ્રેમ છે. આત્માનું મિલન' રૂપ હળવેથી બોલ્યો. પૂર્ણતા પ્રાપ્ત કરવા એ કુદરતનો આદેશ છે. હું એ આદેશ અનુભવી રહ્યો છું. આપણે બન્ને આજથી એક છીએ.’ ‘હું ફક્ત એટલું જ જાણું છું કે હું એકત્વ પામી છું.’ ‘આપણો જીવન પંથ આ નદીના કિનારા જેવો લીલોછમ રાખીશું.' પ્રેમનો એકરાર થયો. જીવનભર સાથે રહેવાનું સ્વપ્ન જોયું. બંનેએ જીવનસાથી બનવાનું નકકી કર્યું. એકવાર રૂપ બેંગ્લોર આવ્યો. એને ખબર પડીકે ઉષા કલકત્તા ગઈ છે. એને ત્યાં સખત તાવ આવે છે. રૂપને વિચાર આવ્યો કે કદાચ મેલેરિયા હશે. તોય એ કલકત્તા જવા તૈયાર થયો. પિતાએ કહ્યું, ‘થોડી રાહ જો. બીજો સંદેશ આવશે. જવું હોય તો પછી જજે.' પણ રૂપના અંતરમાંથી અવાજ આવતો હતો, તું તરત કલકત્તા પહોંચી જા.” રૂપ કલક્ત્તા પહોંચ્યો. ૧૬ શાન્નિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ Page #24 -------------------------------------------------------------------------- ________________ ---- - --- -- - -- - ઉષા સખત બીમાર હતી. એ દસ દિવસથી પથારીવશ હતી. રોગનું નિદાન થયું ન હતું. રૂપ ત્યાં પહોંચ્યો ત્યારે ઉષામાં બોલવાની શક્તિ ન હતી. એની અંતિમ ક્ષણ પાસે હતી. એ બન્નેનું છેલ્લું નિ:શબ્દ મિલન થયું અને રૂપની નમેલી આંખ સામે ઉષાએ છેલ્લો શ્વાસ લીધો. કળી ખીલી ન ખીલી અને કરમાઈ ગઈ. પડદો ખૂલ્યો ન ખૂલ્યો, અને જીવન નાટકનો અંત આવી ગયો. પણ રૂપે અનુભવેલો અનિવર્ચનીય પ્રણય રસ એના જીવનનું અમૂલ્ય ઘરેણું બની ગયું. રૂપ કકળતા કાળજે અને ભકઠે ગણગણતો હતો, ‘હમણાં એનામાં ભરપૂર જીવન હતું. ક્ષણમાં એ નિર્જીવ બની છે. આ નિર્જીવ દેહ અહીં છે તો એમાં જે નથી તે શું? એનું પ્રયાણ કઈ દિશામાં થયું? એ શા માટે ગઈ, બધુ જ છોડીને શા માટે ગઈ હૈ?” ઉષાના મરણને લીધે બાના મરણની કાતિલ યાદ તાજી થઈ. ] ઝાકળના બિંદુ જેવી અકલંકિત મગીની યાદ જીવંત બની. રૂપ તુમુલ વેદના અનુભવી રહ્યો. એને ઉષાના મર્મસ્થળને ભેદતા વચનો યાદ આવ્યાં. મારું જીવન ક્લ જેવું મઘમઘતુ બને એમ હું ઈચ્છું છું. પછી ભલે એ ક્ષણિક હોય.' કેવી છે આ જીંદગી? ક્ષણ પહેલા હરતો ફરતો દેહ ક્ષણમાં નિશ્ચંત બની જાય છે. એ અચેતન દેહ રાખનો ઢગલો બની જાય - - - - - - - - - - - - -- - - - - -- છે.” અને મુઠ્ઠી રાખ ધરતીમાં મળી જવાની? ‘શું આ છે જીવન ?' શું આવો અંત એજ જીવનની સિદ્ધિ છે? અહીં સર્વ કંઈ છોડીને ખાલી હાથે જવાનું છે? રૂપને પોતાની ગંભીર બીમારી યાદ આવી. એ માંદગીને બિછાને પડયાં પડ્યાં પ્રેમઅંકુર ફૂટ્યા હતા. શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું ૧૭ Page #25 -------------------------------------------------------------------------- ________________ - એ પ્રેમનો તંતુ હવે તૂટી ગયો હતો. શરૂઆત થઈ ન થઈ, ત્યાં પ્રેમ દુનિયા ત્યજી ગયો હતો. બાળપણ સારું હતું. બા તારાઓ વચ્ચે રહેવા ગઈ છે. એ તને બોલાવશે. આ આશ્વાસનથી જીવન જીવવું સહેલું બન્યું હતું. પણ જુવાનજોધ રૂપને ઉષાના મૃત્યુ સમયે આશ્વાસનના એવા શબ્દો અસર કરે એવું ન હતું. મન હવે તો આ દુનિયાની વસ્તુઓમાંથી ઉઠી ગયું હતું. જાણે સમગ્ર દેહમાં વૈરાગ્ય જાગ્યો હતો. તોય લોહી નીતરતા હૃદયમાંથી પ્રશ્ન જાગતો હતો. મારો એ પ્રેમ સંબંધ અલોપ થઈ ગયો. મારા જીવનમાં આવનાર ઉષા અજોડ હતી. એણે મને પ્રેમની મધુરતા ચખાડી. બા અને બહેનના પ્રેમથી વંચિત એવા મને ઉષાએ જે પ્રેમ આપ્યો એ પ્રેમના સહારે હું જીવી જાત પણ ઉષા આંખથી ઓઝલ થઈ ગઈ? જો વહાલાઓનો કાયમ માટે વિયોગ આવી પડવાનો હોય તો જીવનનો અર્થ શું, કોના માટે જીવવું, શા માટે જીવવું?” રૂપમાં મનોમંથન જાગ્યું. એ મનોમંથને એને નવી દિશામાં નવા દરવાજા ખોલી આપ્યા. ‘શું હું પણ આ અચાનક, સર્વ ભૌતિક સુખ અને સંપત્તિ છોડીને ચાલ્યો જઈશ?' જે અણધાર્યું જવાનું જ હોય તો હું સક્રિય રહું કે નિષ્ક્રિય રહું તેથી શું ફેર પડવાનો છે?” આવા વિચારોને લીધે કાપડની દૂકાન પરથી એનું મન ઉઠી ગયું. એના હૃદયમાં શૂળ ભોંકતી હોય એવી વેદના થતી હતી. મન અંશાત હતું. અશાંત મન વિચારો કરતું હતું કે મારે મૃત્યુ વિશે જાણવું જોઈએ. પોતાના આ નવા વિચારને અમલમાં મૂકવા રૂપ પિતાની રજા લઈ અરવિંદ આશ્રમમાં ગયો. ૧૮ શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું Page #26 -------------------------------------------------------------------------- ________________ ત્યાં એકાદ મહિનો રહ્યો પણ મન ઠર્યું નહિં. અરવિંદ આશ્રમમાંથી તે ગાંધીજી પાસે ગયો. એમને મળ્યો અને પોતાની મનોદશા જણાવી. અને કહ્યું, મારું જીવન નવી દિશા શોધે છે. કઈ રીતે એ દિશામાં પહોંચે.’ ગાંધીજીએ કહ્યું, ‘તને જે પંથ ગમે તે માર્ગે તું પ્રયાણ કર. તારા માર્ગદર્શક તરીકે પ્રકાશને સ્વીકારજે. એ જે દિશા બતાવે એ દિશામાં જજે. એનો કદી ત્યાગ કરતો નહિ.' વર્ધાની મુલાકાત પુરી થઈ. એને રમણ મહર્ષિ પાસે જવાનું મન થયું. ગાંધીજીનું માર્ગદર્શન દિલમાં ભરીને તે રમણ મહર્ષિ પાસે પહોંચ્યો. રમણ મહર્ષિના સાનિધ્યમાં મન શું થોડી શાંતિ મળી. ત્યાં ધ્યાનમગ્ન રહેવા લાગ્યો. વળી ઘરે આવ્યો અને ત્યાં ગયો. મહર્ષિ આંખો વડે જ પોતાને વ્યક્ત કરતા હતા. એ આંખની ભાષા એને સ્પર્શી ગઈ. રૂપ કોઈવાર સવાલ કરતો. મહર્ષિ આકાશ તરફ આંગળી કરીને મૌન વાણીમાં કહેતા, ‘ઉર્ધ્વગમન કરજે.' વળી રમણ મહર્ષિ પોતાની છાતી પર આંગળી રાખીને નયનથી સમજાવતા, તું જ તે છે, તું જ તે છે. તું અંતરમાં ઉતરી રૂપને એમના સાનિધ્યમાં અવનવો અનુભવ થયો અને અંતે એ ઘેર આવ્યો. પણ ઘરમાં મન ચોંટતું નહિ. એકલા રહેવાની ઈચ્છા હતી. એને હિમાલય કે કાશી જવાનું મન થયું. પિતાએ કહ્યું “તારી જ્યાં ઈચ્છા હોય ત્યાં જજે પણ હું ઈચ્છું છું કે તું પાલીતાણા જા. તારી એ જાત્રા મને ગમશે.' રૂપે પિતાનાં સૂચનને વધાવી લીધું અને તે પાલીતાણા જવા નીકળ્યો. એ ટ્રેનમાં બેઠો ત્યારે એને મહાત્માગાંધીના શબ્દો યાદ આવ્યા, | શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રશ્ના ચિત્રભાનું ૧૯ Page #27 -------------------------------------------------------------------------- ________________ ‘પ્રકાશના સાથમાં જીવજે.” એના હૃદયમાંથી પડઘો ઉો., લિવ ઈન લાઈટ' રૂપ પ્રકાશની શોધ કરવા ઈચ્છતો હતો.. એ વિચારતો હતો, જીવન શું છે એ હું જાણીશ. મૃત્યુના રહસ્યને હું પામીશ, કોઈ વાર, કદી.' શિહોર પસાર થઈ ગયું. પાલિતાણા બાર માઈલ દૂર હતું. ટ્રેન ધીરી ગતિથી સરકી રહી હતી. રૂપનું ધ્યાન ગયું કે પાવન શત્રુંજયના દર્શન થઈ રહ્યા છે. એણે શિર નમાવ્યું. એને લાગ્યું કે એ પવિત્ર પર્વતના કણ કણ એને બોલાવતાં હતાં અને કહી રહ્યાં હતાં, આવ, અહીં આવ, ચાલ્યો આવ. શંકા કુશંકાનો ત્યાગ કરી હળવો થઈને ચાલ્યો આવ. અહીંથી તારી ભવ્ય શોધ શરૂ થશે. - - - - - - - - - - | ૨૦. શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ | Page #28 -------------------------------------------------------------------------- ________________ જેની દિશા નક્કી નથી એના પથનો અંત નથી 3 રૂપ પાલિતાણા પહોંચ્યો. બીજા દિવસની સવાર પડી. એણે શંત્રુજય પર્વત ચડવાની શરૂઆત કરી. આ પર્વત પર અનેક ધર્મપુરૂષોનાં પગલાં થયાં છે. તેથી આ પવિત્ર પર્વત અંતરમાં પ્રકાશ પાથરે છે. આ એવો પર્વત છે જે પર્વત હજારો વર્ષથી ઉર્ધ્વગામી જીવન પથિકોનું આકર્ષણ રહ્યો છે. આ એક મહાન તીર્થ છે. પવિત્ર તીર્થ એ એવો પુલ છે જે, જીવન નૈયાને ભવસાગરની પેલી પાર ઉતારી શકે છે. યાત્રાળુઓ અહીં દુ:ખ સાગર જેવા સંસારને પાર કરવા, જન્મ મરણના ફેરા ટાળવા અને મુક્તિ પામવા આવે છે. - આ પર્વત આદીશ્વરદાદાની ચરણ ૨જથી પાવન થયેલ છે. આ પર્વત ચડતાં લાગે છે કે હૃદયમાં પવિત્ર લાગણીઓ જાગે છે. મન શુદ્ધ બને છે. એથી અંદર રહેલા શત્રુને જીતી શકાય છે. માનવીમાત્રમાં શત્રુઓ વસે છે. મનની નબળાઈ, દેહની આસક્તિ, લોભ, મોહ અને માયા એ માનવીના શત્રુ છે. આ શત્રુઓ માનવીની ઉર્ધ્વગમન યાત્રાને રૂંધે છે. પણ શત્રુંજયની યાત્રા કરે છે, તે શત્રુઓને જીતે છે. આ પર્વતનો કણકણ યાત્રાળુના હૃદયમાં શુભ ભાવ જગાડે છે. જે આંતરિક શત્રુઓને જીતે છે. એના જન્મ મરણના ફેરા ટળી જાણે છે. રૂપ પર્વત ચડતાં શત્રુંજય વિષે વિચારો કરતો હતો. એની . શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાન ૨૧ Page #29 -------------------------------------------------------------------------- ________________ નજર સામે વાદળોથી ઘેરાયેલું આકાશ હતું. શત્રુંજયના શિખરો સાથે વાદળા સંતાકૂકડી રમતાં હતાં. ઘડીમાં શિખરો આંખ સામે ખડાં થતાં હતાં તો ઘડીમાં નજરથી ઓઝલ બની જતાં હતાં. રૂપ વિચારતો હતો, “શું અહીં કોઈ મારી રાહ જોઈ રહ્યુ હશે, મને જે સાદ દઈને બોલાવે છે એ કોણ હશે, આ પર્વત એની લાંબી ભૂજાઓથી મને શા માટે આવકારતો હશે ?’ રૂપ એના પિતા સાથે અગાઉ બેવાર આવ્યો હતો. એણે સફેદ આરસના દેરાસરોમાં બિરાજમાન દેવદેવીનાં દર્શન કર્યાં હતાં. અહીં શિખર પર દેરાસરોનું નગર ખડું છે. આ નગરમાં આઠસો દેરાસર છે. રૂપે અગાઉ આ મંદિરોનાં નગરમાં જે જોયું હતું એ ચર્મચક્ષુથી કરેલ દર્શન હતાં. હવે દર્દીની પેલી પાર જે તત્ત્વ છે એની સાથે અનુસંધાન સાધવું હતું. એ તત્ત્વને પામવાની તાલાવેલી રૂપને લાગી હતી. રૂપ અગાઉ આવ્યો હતો ત્યારે તીર્થ પર દર્શન અર્થે ફર્યો હતો. હવે એ કોઈ નિશ્ચિત દિશામાં આગળ વધવા ઈચ્છતો હતો. એ જાણતો હતો કે દિશા નક્કી ન હોય એ પથિક ચાલતો રહે છે પણ પંથનો અંત આવતો નથી. પણ જેનો પંથ નિશ્ચિત છે, જેને જીવન ધ્યેય નક્કી કરેલ છે, એ રસ્તો અંતહીન હોય તો પણ એને છેડે ઝડપથી પહોંચી શકે છે. રૂપના મનમાં સતત રટણ ચાલતું હતું, ‘શ્રી શત્રુંજય આદિનાથાય નમ:' આ જાપ એને પિતાએ શીખવ્યો હતો. એ મનોમન પ્રાર્થના કરતો હતો, મારી નબળાઈઓને જીતવા માટે, મારા દુ:ખ દર્દીને વિસરવા માટે, મારા મનમાં રહેલ ભ્રમનું નિરસન કરવા અને મારા ક્રોધને જીતવા તું બળ આપ. ‘મારે જીવનનો મર્મ જાણવો છે. મારે સત્યને ઓળખવું છે. તું તારી કૃપાદિષ્ટ વરસાવ’ આરોહણનો અંત આવ્યો અને રૂપ આદીશ્વરદાદાના દરબારમાં જઈને ઊભો રહ્યો. સામે હતી વિશાલ ભવ્ય મૂર્તિ. અહીં અભિમાન ૨૨ શાન્નિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ Page #30 -------------------------------------------------------------------------- ________________ - -.. - - ઓગળી જાય એવું વાતાવરણ હતું. અહીં જીવનના સર્વ સંતાપ શમી જાય એવી અસર થતી હતી. રૂપને લાગ્યું કે એ દેવાધિદેવ સાથે એકાત્મભાવ અનુભવી રહ્યો છે. રૂપ રોજ જાત્રા કરવા લાગ્યો. પાંચમું દિવસે એ પર્વત ઉતરતો હતો ત્યારે આચાર્ય ભક્તિસૂરિજી પર્વત ચડતા હતા. તેઓ ક્ષણ બે ક્ષણ ઊભા રહ્યા એમણે શક્તિશાળી ચુંબકની જેમ આકર્ષતું મધમીઠું હાસ્ય આપ્યું: રૂપે નમીને વંદન કર્યા. એને લાગ્યું કે આ ગુરૂના સાનિધ્યમાં મને શાંતિ મળશે, કદાચ તેઓ મને યોગ્ય જીવન પંથ દર્શાવશે. બીજે દિવસે રૂપ એમને મળવા ગયો. રૂપ એમને મળ્યો. એમના સાનિધ્યમાં થોડો સમય બેઠો અને એણે એમની પાસે રહેવાનું નક્કી કર્યું. આચાર્ય ભક્તિસૂરિએ રૂપનું બરાબર નિરીક્ષણ કર્યું. એક દિવસ એમણે ધીર ગંભીર કઠે કહ્યું, “આત્માનું કલ્યાણ કરવું હોય તો આ સંસારનો ત્યાગ કર. વિચાર કરજે. પિતાની રજા લેજે. પછી જ હું તને સ્વીકારવા તૈયાર છું.” રૂપે સંસાર છોડવાનો નિર્ણય કર્યો એ નિર્ણય પિતાને જણાવ્યો. દીક્ષા લેવાની ઈચ્છા વ્યક્ત કરી ને એણે રજા માગી. શું કહે છે, રૂપ?' પિતાએ વિસ્મયપૂર્ણ કઠે પૂછયું: મારે સંસારનો ત્યાગ કરવો છે.” છોગાલાલ ટીકીટીકીને પુત્રના ચહેરા સામે તાકી રહ્યા. હસ્યા અને અવિચલિત કંઠ સ્વરે કહ્યું, ‘રૂપ, તું મારો વિચાર કર આપણા કુટુંબમાં તું એક દીકરો છે. આપણા વેપારનું શું થશે, કહે તો?” “આ કુટુંબ, આ વેપાર મારી માતાને જીવન બક્ષી ન શક્યાં. આ સમૃદ્ધિ આપણી પાસે રહી અને વહાલી બહેન ચાલી ગઈ. પિતાજી આપણે ક્ષણેક્ષણે મૃત્યુ તરફ ધસી રહ્યા છીએ. કહેશો, મૃત્યુ છે શું? પિતાજી મોત મને ગ્રસી લે એ પહેલા મારે ઘણું -- - | શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું ૨૩ Page #31 -------------------------------------------------------------------------- ________________ જાણવું છે. મારે જે જાણવું છે એ જ્ઞાન, સંસાર આપી શકશે નહિ. મને મારે પંથે જવા દો.' ‘તારા કર્મમાં જે લખ્યું હશે એ હું કે ખુદ તું પણ મિથ્યા કરી શકશે નહિ. પણ અત્યારે મારું માન અને ઘરે ચાલ, પછી બીજો વિચાર કરીશું. રૂપ ઘરે આવ્યો. રૂપ કુટુંબનો એક માત્ર યુવાન હતો, તેથી કુટુંબે દીક્ષા સામે ઉગ્ર વિરોધ કર્યો. કાકીએ આંખમાં આંસુ સાથે કરેલ વિરોધ રૂપથી સહન થતો ન હતો. કાકી રડતાં રડતાં કહેતાં હતાં, ‘તું આપણા વંશનો અંત લાવવાનું ન વિચાર. અમે સ્નેહ સિંચી સિંચીને તને ઉછેર્યો છે. શું અમારા સ્નેહને ત્યજીને તું ચાલ્યો જઈશ? ન જતો ભઈલા.' રૂપ તીવ્ર મનોમંથન અનુભવી રહ્યો હતો. એ દુકાને જતો પણ એને વિચાર આવતા, “ધન કમાવા માટે સવારથી સાંજ એક જ પ્રકારનું કામ કરવાનું? આ કાર્યમાં મારો વિકાસ કઈ રીતે થશે? પિતાજી કાપડની દુકાને ઓછો સમય આપતા હતા. એમનો વધુ સમય ધર્મધ્યાનમાં જતો હતો. શા માટે હું આખો દિવસ ધ્યાનમાં ન ગાળી શક?' રૂપે પિતા પાસે દિલ ખોલીને વાત કરી, “બે ટંક પેટ ભરવા ચોવીસ કલાક ઘરની દીવાલોમાં બંદી બની રહેવાની મારી ઈચ્છા નથી. મારે જીવન મરણનો ભેદ જાણવો છે. મને મારા પંથ પર ડગ માંડવા દો. ક્ષણકાળ છોગાલાલ નિ:સ્તબ્ધ બન્યા પછી અમી નજરે પુત્ર સામે જોયું અને સ્વચ્છ અંત:કરણથી આશીર્વાદ આપતા હોય એમ કહ્યું, ‘તારો પંથ તને મુબારક હજો પણ જયાં મહાવીર પ્રભુએ પ્રથમ અને અંતિમ શ્વાસ લીધો હતો અને જ્યાં અંતિમ બોધ આપ્યો હતો એ પાવાપુરીનાં દર્શન કરી આવીએ.” તેઓ દિવાળીના દિવસે પાવાપુરી પહોંચ્યાં. દર્શન કરતાં રૂપને મહાવીર પ્રભુનું કથન યાદ આવ્યું, કેરીની ગોટલીમાં આંબો સમાયો શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું Page #32 -------------------------------------------------------------------------- ________________ . . - - - છે એવી જ રીતે માનવી માત્રમાં પરમાત્મ તત્ત્વનો વાસ છે.' રૂપે પ્રભુની પાદુકા પાસે શિર નમાવ્યું. એ ક્ષણે એ કોઈ અનેરો અનુભવ કરી રહ્યો. એના અંગે અંગમાં જાણે દીવા પ્રગટ્યા. . આ જાત્રાથી બંનેને કદાચ લાગ્યું કે આ યાત્રા અનંતકાળથી કરી રહ્યા છીએ અને હૃદય મન સ્વચ્છ બન્યાં છે. તરત પિતાપુત્ર ભેટ્યાં. પિતા શાંત, મધુર અને મૃદુ કંઠે બોલ્યા, “હવે આપણે પાલીતાણા જઈશું, ત્યાં શ્રી આનંદસાગરસૂરીશ્વરજીના સહવાસમાં તારી સર્વ મનોકામના સિદ્ધ થાય એવી હું પ્રાર્થના કરીશ.' લાંબી મુસાફરી કરીને તેઓ પાલીતાણા પહોંચ્યા. આનંદસાગર સૂરિજીને મળ્યા. રૂપે વંદન કર્યા. બંનેની આંખ મળી. રૂપના અંતરમાં જાણે વલોણું ફરવા લાગ્યું. એનો આત્મા જાણે જાગી ઉઠ્યો! એને લાગ્યું કે જેનામાં પૂર્ણ વિશ્વાસ રાખીને સર્વસ્વ જેના ચરણમાં ધરીને નિશ્ચિત થઈ શકાય એવા આ ગુરુ છે. એના મનોમંથનો શમી ગયાં. એના સર્વ તર્કવિતર્ક મનમાંથી વિદાય થઈ ગયા. મહારાજશ્રીએ કરુણાભર્યા અવાજે પૂછયું, હે ધર્માત્મા, કહે, હવે અહીં શા કારણે આવ્યો છે?' ગુરૂની મધમીઠી વાણી સાંભળીને રૂપની આંખમાં આનંદના પૂર ઉમટ્યાં. એ આંસુભીના નયને બોલ્યો, “મારી જનની, મારી મા જણી બહેન અને મારી ગાઢ સખીને મેં ગુમાવી છે. એમના ચેતનહીન દેહને ભડભડતી આગમાં સળગતાં મેં જોયાં છે. મારા હૃદયમાં જાગેલી અગ્નિ મને સંતાપે છે. હું અશાંત છું, હું વ્યથિત છું. મને કહેશો ગુરૂદેવ, મૃત્યુ શું છે, એ કેમ આવતું હોય છે? હવે હું અખંડ શાંતિ ચાહુ છું. એ શાંતિ મને કેમ મળે?” ‘તારા મનમાં ઉઠેલા સર્વ તોફાન શાંત થશે. તારા ઘા રુઝાશે. શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રા ચિત્રભાનું ૨૫. - - - - Page #33 -------------------------------------------------------------------------- ________________ આ દુ:ખમાંથી સુખનો સૂરજ ઉગશે. તારા મન પર હળનાં ચાસ પડ્યાં છે. તેથી જ મન કોળી ઊઠશે. સંસારની સર્વ યાતનામાંથી તું મુક્ત થઈશ.” ‘તું અહીં આવ્યો જ છે તો રહી જા, જુવાન, તું ભલે આવ્યો. અહીં તું તારી જાતને ઓળખી શકીશ. હું તને માર્ગ બતાવીશ પણ તારે એ માર્ગે ચાલવું પડશે. તારો પંથ તારે ખોળવો પડશે.' ‘આપની કૃપાથી હું એ પંથને ઢુંઢીશ.' પિતાની રજા લઈને રૂપ પાલીતાણા રહી ગયો. રૂપ જુદાજુદા આશ્રમમાં રહ્યો હતો. હવે એ ઉપાશ્રયમાં જૈન સાધુના સંગમાં રહેવા લાગ્યો. કોઈપણ માર્ગે, કોઈ પણ ધર્મદ્વારા જ્ઞાન મેળવીને રૂપ પોતાની જાતને જીતવા ઈચ્છતો હતો. એ મુક્તિ ઈચ્છતો હતો. ગુરૂ કહેતા, ધીરજ ધરજે. ઉતાવળથી કોઈ અર્થ સરશે નહિ. ભગવાન મહાવીરે બાર વરસ અને છ મહિના તપ કર્યું હતું. ત્યારે તેમને પંથ જડ્યો હતો.' ગુરૂ રૂપ તરફ ખાસ ધ્યાન આપતા હતા. તેઓ એને સતત પ્રવૃત્તિમાં રાખતા હતા. રૂપ પાલીતાણા પહોંચ્યો ત્યારે ત્યાં આગમ મંદિર બંધાતું હતું. પ્રભુના ઉપદેશને આરસપહાણ પર કોતરવામાં આવતો હતો. કામ ધમધોકાર ચાલતું હતું. ગુરૂએ રૂપને આગમ મંદિરનાં કામકાજમાં રોકી લીધો. કામ પૂરજોસમાં ચાલતું હતું. અનેક પ્રકારના કામ હતા. રૂપ એ કામમાં રચ્યોપચ્યો રહેતો. કોઈવાર દિલમાં ધરબાયેલું દુ:ખ ચહેરા પર આવી જતું પણ પ્રવૃત્તિને લીધે એ દુ:ખ તરત અલોપ થતું. રૂપને આગમો વાંચવાની ઈચ્છા થતી. એ ગ્રંથોનો અભ્યાસ શાન્નિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ ૨૬ Page #34 -------------------------------------------------------------------------- ________________ - - - કરવા ઈચ્છતો હતો. ગુરૂ કહેતા, હમણાં ગ્રંથોનો ઉપયોગ કરવાની જરૂર નથી. હાલ તો તું નવા પ્રકારના જીવનનો અનુભવ લે. એક સમય આવશે જ્યારે તું આગમો સમજી શકશે. તારે જે જાણવું છે, જે સમજવું છે તે તારી આંખ સામે ખુલ્લું થશે. એ માટે રાહ જોવી પડશે. ધીરજ ધરવી પડશે.' રૂપ ગુરુ આજ્ઞા મુજબ કાર્ય કરતો હતો. , થોડા સમય પછી રૂપને મુંબઈ મોકલવામાં આવ્યો. ત્યાં પંન્યાસ ચંદ્રસાગરજી પાસે એને રહેવાનું હતું. રૂપ મુંબઈ સાધુઓ સાથે રહેવા લાગ્યો. એ જીવી રહ્યો હતો એના કરતાં અલગ અને નિર્મળ જીવન જીવવાનું હતું. એની તૈયારી રૂપે એને સવારે સાડા ચાર વાગ્યે જગી જવાનું હતું. જાગ્યા પછી એનો અભ્યાસ શરૂ થતો. રૂપ હવે ઉપાશ્રયમાં રહેતો હતો. સાધુઓ સાથે વિહાર કરતો હતો અને સાધુઓની જેમ જ જીવતો હતો. રૂપ ધ્યાન ધરતો હતો. જો કે શરૂશરૂમાં મન પૂર્ણપણે સ્થિર થતું ન હતું. મનના તાર અંતરના તાર સાથે એકાત્મભાવ અનુભવતા ન હતા. કોઈવાર મનનું તાંડવ ધ્યાનમાંથી ચલિત કરતું હતું. ધરિધર મન ધ્યાનમગ્ન બનવા લાગ્યું. આ દુનિયા સાથે એકાત્મભાવ અનુભવવા લાગ્યું. શ્રી ચંદ્રસાગરજીએ પૂછયું, ‘ધ્યાન કેમ ચાલે છે?' "મન અવનવો અનુભવ કરી રહ્યું છે. જાણે સ્નેહભરી આંગળીઓના ટેરવાનો મૃદુ સ્પર્શ થતો હોય એવું લાગે છે. - ગુરૂને રૂપના મનની સ્થિતિ જણાવી એમની સલાહ લીધી. ગુરૂને લાગ્યું કે રૂપ દીક્ષા માટે યોગ્ય છે. એને બોરડી ગામમાં દીક્ષા આપી. એનું નામ ચંદ્રપ્રભ સાગરજી રાખવામાં આવ્યું. ગુરૂએ કહ્યું તું નવા પંથે પ્રયાણ કરી રહ્યો છે. સંસાર શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું — - Page #35 -------------------------------------------------------------------------- ________________ ત્યાગીને હું સાધુ બની રહ્યો છે. માયા મમતાની, લોભની અને અપેક્ષાની દુનિયાને તું છોડીને આ નવો માર્ગ ગ્રહણ કરી રહ્યો છે. હવે તારે દેહથી એકલા રહેવાનું છે પણ મનથી વિશ્વ સાથે અનુસંધાન સાધવાનું છે.’ ગુરૂના વચનોનું પાન કરીને સાધુએ પોતાના સંસારી પિતા તરફ એક નજર નાખી. પોતાના પુત્રને સાધુવેશે જોઈને પિતાના હૃદયમાં અવનવા ભાવ જાગ્યા. તેઓ તૃપ્ત થઈને ઘરે જવા નીકળ્યા. ચંદ્રપ્રભસાગરે પહેલી રાત પસાર કરી. વહેલી સવારે તેઓ ધ્યાનમાં બેઠા. સો અહમ્નો જાપ કરવા લાગ્યા. હું કોણ છું? એ પ્રશ્નનો જવાબ જાણે અંતરમાં ઊગી નીકળતો હતો. દેહમાં અમૃતગંગા વહેતી હતી. આંખમાં આનંદના પૂર ધસી આવતા હતાં. અંતરમાં હર્ષ ઉભરાતો હતો. સમય પસાર થયો અને ગુરૂ સાથે વિહાર શરૂ થયો. રોજ વહેલી સવારે ચાલવાનું શરૂ થતું બાર માઈલનો પંથ કાપવામાં આવતો. પછી ઉપાશ્રયમાં વિરામ લેતા હતાં. થોડા દિવસમાં ચંદ્રપ્રભસાગરજી અનુભવવા લાગ્યાં કે એમની ઉર્ધ્વયાત્રા શરૂ થઈ છે. સાધુ તરીકે ભરચક દીનચર્યામાં છતાં ય મન ભૂતકાળમાં સરી પડતું હતું. મનમાં યાદોની વણઝાર શરૂ થતી, ‘શું બા, બહેન અને ઉષા ફરી કદી જોવા મળી શકશે, જે ગુમાવ્યાં છે એને કેમ મળી શકાતું નહિ હોય ?' મન સામે સવાલ કરતું, ‘હવે તો તારી ઉર્ધ્વગામી યાત્રા શરૂ થઈ છે. એ જ તારું જે જીવન ધ્યેય છે તો વિખૂટા પડેલાને મળવાનો મોહ શા માટે?’ ૨૮ શાન્નિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ Page #36 -------------------------------------------------------------------------- ________________ વળી મન શાંત થતું. એક ગામથી બીજે ગામ ચાલીને જવું, દેહને ટકાવવા ગોચરી માટે નીકળવું, બધા પદાર્થ એકઠાં કરીને ખાવા જેથી સ્વાદનો મોહ ન રહે અને ધર્મધ્યાન કરવું. આ સર્વ પ્રવૃત્તિઓ હોવા છતાં પોતાની સાથે રહી શકાતું હતું. હવે ઘર, કુટુંબ, વેપાર અને સર્વ ચીજોનો ત્યાગ કર્યો હોવાથી મન હવામાં ખરતાં પીંછા જેવી હળવાશ અનુભવતું હતું. તાંય કોઈવાર ભૂતકાળ બોજો બનીને મનમાં દાખલ થઈ જતો હતો. ભૂતકાળની યાદો પીછો છોડતી નહી અને કોઈ અજાણ્યા ડરથી મન ભરાઈ જતું હતું. મુનિ ચંદ્રપ્રભસાગરજીને લાગતું કે મૃત્યુ ગમે ત્યારે તેનો પંજો મારી પર ફેલાવશે. એના પંજામાંથી બચવાનું શક્ય નથી. પણ મૃત્યુ પછી હું ક્યાં જઈશ?' આ વિચાર આવ્યો. મૃત્યુનો ડર ઘેરી વળતો! વળી વિચાર આવતો કે હું બચપણથી માનતો આવ્યો છું કે હું બહાદુર અને નિર્ભય છે. હવે મને લાગે છે કે એ આત્મવંચના હતી. હું મારી જાતને છેતરતો હતો. સઘળા ડરનું મૂળ મૃત્યુ છે. મૃત્યુનો ડર હું જીતી શક્યો નથી. કોઈવાર એમની પર નિરાશા સવાર થતી. ગુસ્સો ચડતો. પોતે ઉપેક્ષિત હોય એવી લાગણી જાગતી અને સર્વ કાર્યમાં નિર્થકતા ભાસતી. મન જાતજાતના પલટા લેતું હતું. એવો વિચાર આવતો કે સંસારમાં હું મુક્ત હતો. જ્યાં જવું હોય ત્યાં જઈ શકતો હતો. અહીં તો ગુરૂની આજ્ઞા સિવાય ડગલું ભરવાનું ન હતું. ' ગુરૂ પૂછતાં, ક્યાં જવું છે, શા માટે જવું છે, કેટલા સમયમાં આવશો?’ આ રીતે મનમાં યોગ્ય અને અયોગ્ય, સારા અને બૂરા વિચારો શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રશ્ન ચિત્રભાનું Page #37 -------------------------------------------------------------------------- ________________ ધમસાણ મચાવતા. . એમણે ગુરૂને પૂછયું, હું શું કરું ગરૂજી, મન અસ્વસ્થ રહે છે. ધ્યાનમાં બેસું છું પણ ચિત્ત શાંત થતું નથી. કોઈવાર મનમાં શેતાની વિચારો આવે છે. મને લાગે છે કે હું મારા મન પરથી કાબૂ ગુમાવી દઈશ, રાતે ભાતભાતનાં સ્વપ્ન મારી નિંદ હરામ કરે છે?' ગુરૂએ શ્વેત સ્મિત આપ્યું, પ્રસન્ન નજરે જોયું અને કહ્યું તારી જિજ્ઞાસા અને તારી હિંમત માટે માન થાય છે. તે અંતર પડદો ખોલ્યો એ સારું કર્યું. તું જે અનુભવી રહ્યો છે એ સૌ કોઈ અનુભવતું હોય છે. આ શક્ય છે. ઈચ્છાને નાથવી સહેલી નથી. એક ઈચ્છા પર કાબૂ મેળવીશ ત્યારે બીજી ઈચ્છા જાગૃત થશે. ચંચળતા એ મનનો સ્વભાવ છે પણ નિરાશ ન થા. એ મન પર કાબૂ મેળવી શકીશ, એ મુશ્કેલ છે પણ અશક્ય નથી.' હું પ્રયત્ન તો કરું છું. પણ ગઈકાલને વિસરી શકતો નતી. સંસાર અને સંસાર પંથે મળેલા સાથીઓ અને સ્નેહીઓ યાદ આવે છે. એમની યાદોથી હું સુખ કે દુ:ખ અનુભવું છું.' ‘આ તો એક ટેવ છે. તું મકકમ બનશે તો એ ટેવ ચાલી જશે. તું જે સુખ દુઃખની લાગણી અનુભવે છે એ લાગણી તો તને સહાય કરવા આવે છે. એ દ્વારા જ તારે જે પામવું છે તે પામી શકીશ.” ગુરૂની શીખને હૈયામાં ઉતારીને મુનિ મનને એકાગ્ર કરવા પ્રયત્ન કરવા લાગ્યા. ધ્યાન વડે દેહ મનની સર્વશક્તિ જાગ્રત કરીને મનમાં રહેલા સર્વ સંતાપ અને નિરાશાને હાંકી કાઢતા હતા. વાત કરતા ત્રણ મહિના વીતી ગયા. છોગાલાલ દુકાને બેસતા પણ એમનો જીવ વેપારમાં ન હતો. એ ઘરમાં રહેતા પણ ઘરની દીવાલો એમને ગુંગળાવતી હતી. છોગાલાલને સંસાર ખારો લાગતો હતો. તેઓ સાધુવેશમાં શોભતા પોતાના સંસારી પુત્ર પાસે આવ્યા. ૩૦ શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું Page #38 -------------------------------------------------------------------------- ________________ ઉપાશ્રયમાં દાખલ થતાંજ એમનું મન સાતા અનુભવવા લાગ્યું. એક નિર્ણય કર્યો અને ચંદ્રપ્રભસાગર પાસે રજુ કર્યો. એમણે પૂર્ણ સ્વસ્થ અવાજે કહ્યું, 'હું શા માટે સંસારમાં છું, હું શા માટે ધન એકઠું કરું છું? આવા વિચારો મને સતાવવા લાગ્યા તેથી હું અહીં આવ્યો છું. બચપણથી મને ધર્મમાં પૂર્ણ શ્રદ્ધા છે. હવે ધર્મ પ્રતિ અનેરો અનુરાગ જાગ્યો છે તેથી મારે દીક્ષા લેવી છે. મુનિએ સંસારી પિતા સામે નજર માંડી. જાણે મુનિ એમના મનમાં ડોકિયું કરવા માગતા ન હોય! ‘તમે સાચુ કહેજે,” મુનિએ અવિચલિત કંઠ સ્વરે પૂછયું, હું અહીં છું તેથી દીક્ષા લેવા ઈચ્છતા નથી ને, મારી સાથે રહેવાની નિર્બળ મનોકામના તમને અહીં ખેંચી લાવી નથી ને?' ' ના, નિર્બળ પળે નહિ પણ સબળ પળે મેં આ નિર્ણય કરેલ છે. છેલ્લા ત્રણ મહિનાથી હું કપરી મનોવેદના અનુભવી રહ્યો છું; મેં તીવ્ર મનોમંથન અનુભવ્યું છે. અંતે કોઈ શુભ પળે મેં નિર્ણય લીધો છે કે હું સંસારનો આ પરિગ્રહ ત્યજી દઈશ. મારા જીવનમાં એ પળ આવી છે કે મારે મારા આત્મ કલ્યાણ અર્થે મારો સંસારી વેશ ત્યજી દેવો જોઈએ.” અને છોગાલાલે પણ પોતાનું યથાર્થરૂપ જાણવા માટે સંસારનો ત્યાગ કર્યો. એમણે દીક્ષા લીધી નામ પાડયું મુનિશ્રી ચન્દ્રકાન્તસાગરજી. '' | શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું For Private & Personal use only ૩૧ Page #39 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - જીવનનો વિકાસ તમારા જ હાથમાં છે ચંદ્રપ્રભસાગરજી દેહને શિસ્તબધ્ધ જીવતા શીખવવા તપ કરવા લાગ્યા. તપ વડે તેઓ મનને નાથવા ઈચ્છતા હતા. ક્રોધ પર જીત મેળવવી હતી તેથી એકાંતે તેઓ ધ્યાન ધરતા. ઉપવાસ કરીને દેહને શિસ્ત આપતા. બીજા સાધુઓની સેવા કરવા લાગ્યા જેથી અહમ્ ક્ષીણ બનીને નાશ પામે. હું શબ્દનો ઉપયોગ નહિવત્ કરવા લાગ્યા. હું ને બદલે અમે' શબ્દ બોલવા લાગ્યા. ધીરજને જીવનમંત્ર તરીકે સ્વીકારી. મૌન રાખવાનું શરૂ કર્યું. એમને લાગ્યું કે મૌનથી મન સ્વચ્છ બને છે. મૌનથી જીવમાત્ર સાથે એકતા અનુભવી શકાય છે. જૈન મુનિ આવી અનેક તાલિમ લે છે પણ મુનિને એક નિયમ ન ગમ્યો. એ નિયમ મુજબ મુનિએ ઓછામાં ઓછું પાણી વાપરવું જોઈએ. જેથી પાણીમાં રહેલા જીવન નાશ ન થાય અને હિંસાથી બચી શકાય. આ નિયમ પાલન અર્થે સાધુને નાહવાની મનાઈ હોય છે. | મુનિએ ગુરૂને કહ્યું, ‘મારું શરીર સ્વચ્છ હશે તો જ હું તંદુરસ્ત રહીશ. સ્નાન વિના ન ચાલે ગુરૂદેવ, થોડી હિંસા તો થવાની જ પણ સ્વચ્છ શરીરથી મન પ્રસન્ન રહે છે. ગુરૂએ સ્નેહપૂર્વક શિષ્યને સાંભળ્યા અને રોજ એક બાલદી પાણી વાપરવાની છૂટ આપી. જો કે પાણી કરકસર કરી એને સંભાળપૂર્વક વાપરવાનું હતું. - – - ૩૨ શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું Page #40 -------------------------------------------------------------------------- ________________ ગુરૂની ઉદારતાનો આ પ્રસંગ હજી તાજે હતો ત્યાં એક બીજે પ્રસંગ બન્યો. ગુરૂએ જેમાં મહાવીર પ્રભુની વાણી શબ્દસ્થ કરવામાં આવી છે એ આગમોના એકસો દસ સૂત્ર મુખપાઠ કરવાનું કહ્યુ. જે સૌથી પહેલા એ સૂત્રો કરી લાવે એને આગમ મંજૂષા ભેટ આપવાની જાહેરાત કરી. આગમ મંજૂષા એ એક ખાસ પ્રકારની પેટી હોય છે જેમાં આગમ ગ્રંથોની પ્રતો મૂકવામાં આવે છે. આ સ્પર્ધામાં મુનિ જીત્યા. ક્ષણભર તો છાતી ફૂલાણી પણ એમણે જોયું કે બીજા એક સાધુ નિરાશ થયા છે. મુનિ ગુરૂ પાસે ગયા અને આગમ મંજૂષા પરત લેવા વિનંતી કરી. ગુરૂએ ક્ષણભર મુનિ • સામે જોયું. એમની તીક્ષ્ણ બુદ્ધિએ મુનિની આરપાર જોયું અને શિષ્યની કદર કરતાં હોય એવા નમ્ર અવાજે કહ્યું, ‘હું તારો ભાવ સમજ્યો છું. મને હવે લાગે છે કે સાધુઓ વચ્ચે સ્પર્ધા ન હોવી જોઈએ. મેં સ્પર્ધા યોજી એ મારી ભૂલ હતી.’ ગુરૂના અભિમાન રહિત શબ્દો સાંભળીને શિષ્યે શિર નમાવ્યું. હવે મુનિ પોતાની જાત પર પ્રયોગો કરવા લાગ્યા. ચાલવું કેમ, ઊભા કેવી રીતે રહેવું. ઊંઘવું કેમ વગેરે પ્રયોગોને લીધે મુનિ પોતાની જાતને ઓળખવા લાગ્યા. મુનિને એમ પણ લાગ્યું કે પોતાનામાં જે ચેતન તત્ત્વ છે એનું અનુસંધાન બ્રહ્માંડ સાથે છે. આ બ્રહ્માંડ સાથે અનુસંધાનની અનુભૂતિ થતાં મુનિ મનોમન કહે છે, ‘આકાશમાં ચાંદો અને તારા ઉગવા લાગ્યા, સૂરજ અને ગ્રહો દેખાવા લાગ્યા એ પહેલા હું ત્યાં હતો.’ ‘હું સત્, ચિત્ અને આનંદ છું.’ ‘હું અવિનાશી છું, હું અનંત અને અસીમ છું. હું પરમ શાન્નિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ ૩૩ Page #41 -------------------------------------------------------------------------- ________________ સુખ અને પૂર્ણ આનંદ છું.” “હું હતો, હું છું અને હું હોઈશ.' મુનિનું વિચારચક્ર ચાલુ રહેતું. તેઓ વિચારતા, હું મારી લાગણી અને મારા વિચારોને ત્યજ્યા સિવાય, આ દુનિયા સ્પેશ્ય સિવાય જે જીવી શકુ તો એકેય બંધન મને બાંધી શકશે નહિ. જો હું પ્રેમ, શાંતિ, આનંદ અને સાધનાપૂર્વક જીવી શકુ તો હવે પછી શું બનશે એની ચિંતા મારે ન કરવી જોઈએ.” “આવતીકાલ એ સ્વપ્ન છે. આજ એ વાસ્તવિકતા છે. મારે વાસ્તવિકતાને ઓળખવી જોઈએ.' મનમાં જે ખોટી, નકારાત્મક લાગણીઓ છે એ મનને અયોગ્ય માર્ગે વળવા દેવાથી આવે છે. જે સ્થિતિ છે એ સ્થિતિમાંથી નાસી જવાનો અર્થ નથી. એ સ્થિતિનો સામનો કરીને એને બદલી શકાય છે.' “જીવનનો વિકાસ પોતાના હાથમાં છે. મારામાં જે શક્તિ છે એ જ ઈશ્વર છે. એ શક્તિ દ્વારા મારી સર્વ મનોકામના હું સિદ્ધ કરી શકીશ.' | મુનિની સાધના ચાલુ હતી. તેઓ પોતાની જાત સાથે ગાઢ સંપર્કમાં આવતા હતા. એમને જીવન માટે અને જીવમાત્ર માટે આદરભાવ વધતો જતો હતો. જે પોતાની જાત સાથે ગાઢ સંબંધમાં જીવતા શીખી જાય છે તેમને પોતે જે બોલે, પોતે જે વર્તન કરે, અરે! પોતે જે હલનચલન કરે એનું પોતે જાતે જ નિરીક્ષણ કરે છે. પોતે જ પોતાના કાર્ય પાછળના હેતુઓને બરાબર તપાસે છે. પોતાના હોઠમાંથી જે શબ્દો બહાર પડે એ ચોકસાઈપૂર્વક બોલે છે અને પોતાની સર્વ પ્રવૃત્તિ પર બારીક નજર રાખે છે. આ રીતે આવી વ્યક્તિ બીજાની લાગણી દુભાવવાના દોષથી બચી જશે. મુનિ આ રીતે મન, વચન અને કર્મથી અહિંસા પાળવા ઈચ્છતા હતા. ૩૪ ૩૪. . શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રા ચિત્રભાનું Page #42 -------------------------------------------------------------------------- ________________ જૈન સાધુ હંમેશા ખુલ્લા પગે રહે છે. મુનિ જ્યારે શાંતિપૂર્વક, એકાંતે, એકલા ધીરે ધીરે ચાલતા ત્યારે એમને લાગતું કે હું કુદરતનો સહવાસ માણી રહ્યો છું. એમના તળિયાને મા જેવી સ્નેહસભર ભૂમિનો જીવંત સ્પર્શ થતો ત્યારે એમને લાગતું કે આ માતા જ છે કારણ કે આ ભૂમિ વૃક્ષોને જન્મ આપે છે. લીલાછમ છોડવાને પેદા કરે છે. એ સિવાય પોતાના ગર્ભમાંથી ખનિજોને પાળી પોષીને તૈયાર કરે છે. ભૂમિના સંપર્કથી મુનિને લાગતું કે હું કુદરત સાથે એકતા અનુભવું છું. મારી અને કુદરત વચ્ચે સુમેળ છે. કોઈવાર મુનિ ભુમિ પર પોચા ડગ ભરતાં ભરતાં વિચારતા કે બાળક ચાલતા શીખે ત્યારે અનેક પછાડી ખાય છે. દરેક મુનિએ બાળકના આ પ્રયત્નને નજર સામે રાખવો જોઈએ. મુનિની ઉર્ધ્વયાત્રામાં સતત જાગૃત રહેવાનું છે. મન પછાડી ખાય તો પણ મુનિએ અટકવું ન જોઈએ મુનિ માનવુ છે. એ ભૂતકાળ સહેજમાં ન ભૂલી શકે, સ્નેહીઓની યાદ એને સતાવી શકે છે, પોતાનું ઘર અને પ્રિય સ્થળો વગેરેને ભૂલીને મુનિએ ચાલતા રહેવું જોઈએ. આ રીતે ચાલતા ચાલતા એ શાશ્વતનો મુસાફર બની શકે છે. એ જ રીતે જે સનાતન અને નિત્ય છે. એને પામી શકાય છે. પોતાની જાતનું નિરીક્ષણ કરતા એમણે અનુભવ્યું કે સીધા, ટટાર ઊભા રહેવાથી દેહમાં રહેલ શક્તિનો સ્રોત મન સુધી પહોંચે છે. આ સ્થિતિમાં જ્ઞાનતંતુઓ કરોડ રજ્જુને તથા શક્તિ પેદા કરનાર દેહમાં આવેલ સાત બિંદુને જોડે છે. સીધા ઉભા રહેવાથી એ બિંદુ કાર્યરત બને છે. એમને જોયું કે દેહ એ ટેવોનું પોટલું છે. અયોગ્ય કે ખોટી ટેવો દૂર કરવા સારી અને યોગ્ય ટેવો પાડવી જોઈએ. સારી ટેવો પાડવા માટે મુનિ રોજ રાતે દિવસે કરેલ સર્વ પ્રવૃત્તિને યાદ કરતા. મનમાં એનો હિસાબ માંગતા. તેઓ યાદ શાન્નિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ ૩૫ Page #43 -------------------------------------------------------------------------- ________________ કરતા કે આજે મેં કોઈ માટે બૂરો વિચાર કર્યો નથી ને? કોઈને શબ્દ પ્રહારથી ઘાયલ કર્યો નથી ને? કડવા વેણ ઉચ્ચાર્યા નથી ને? અસત્ય બોલ્યો નથી ને? અને મને જે આપવામાં આવ્યું ન હોય એ મેં લઈ લીધું નથી ને?” મુનિ આ રીતે જીવનમાં પૂરેપૂરું પરિવર્તન કરવા ઈચ્છતા હતા. તેઓ શબ્દો તરફ અહોભાવથી જોવા લાગ્યા. એમને લાગ્યું કે શબ્દો મારા સ્નેહાળ મિત્રો છે. એ મારા સઘળા મનોભાવને વ્યક્ત કરે છે. મારા હૃદયમાંથી જાગેલા શબ્દો પર મારા દિલનો રંગ ચડે છે. ‘શબ્દ એ શક્તિ છે. એ શક્તિ માનવીના મન અને હૃદય પર અસર કરે છે. જો હું સારા શબ્દો બોલીશ તો હું બીજાના જીવનમાં આનંદ રેડીશ. મારા મીઠા શબ્દો સાંભળીને સામી વ્યક્તિના ચહેરા પર મધુર હાસ્ય આવશે. જો મારા મુખમાંથી કડવાશભર્યા, આકરાં શબ્દો બહાર પડશે તો સામી વ્યક્તિનો ચહેરો ઉતરી જશે અને એ ફિક્કો પડી જશે,' મુનિ તરત નિર્ણય કરે છે, હું તોળી તોળીને બોલીશ. હું મૌન દ્વારા શબ્દ શક્તિ પર કાબૂ મેળવીશ.' એમણે બીજે નિર્ણય કર્યો, “જે મન ડહોળાયેલું હશે કે હું ગુસ્સામાં હોઈશ ત્યારે હું મૌન રાખીશ.” પોતાની જાતનું નિરીક્ષણ કરતા “મહાવીર ભગવાને કહ્યું છે કે જે પ્રથમ પગલું ભરે છે તેને જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચી શકે છે, એ પહોંચી જ ગયો છે. છતાંય યાદ રાખજો કે ઉતાવળે આંબા પાકતા નથી. આંબાને તૈયાર થતાં વરસો લાગે છે. તારે ફક્ત જાગૃત રહેવાનું છે.' મુનિનું વાંચન વધી રહ્યુ હતું. એમણે એકવાર વાંચ્યું કે તારી જાતને તું પૂર્ણ માન અને તું પૂર્ણતા પ્રાપ્ત કરી શકીશ.' મુનિને વિચાર આવ્યો, ‘માનવી જો માને કે હું પાપી છું તો એ પાપમુક્ત થવા પ્રયત્ન નહિ કરે. જે પોતાને અપૂર્ણ માને છે તે પૂર્ણ બનવા પ્રયત્ન કરતા નથી. આ અજ્ઞાન છે. - શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ lain Education International Page #44 -------------------------------------------------------------------------- ________________ મુનિ વારે વારે યાદ કરતાં કે હું કોણ છું હું શું છું?' અને તેઓ શુભતત્ત્વ તરફ મનને એકાગ્ર કરતા. તેઓ માનતા કે અંતરમાં રહેલ શુભતત્ત્વ મને યોગ્ય માનવ બનાવશે. મુનિનું જીવન જીવવા માટે જે કઠિન તાલિમ લેવી પડે છે, તપ કરવા પડે છે એ સર્વ તેઓ કરી રહ્યા હતા. અભ્યાસ સતત ચાલુ હતો. આ દરમ્યાન જે જ્ઞાન મળ્યું એ જ્ઞાન દ્વારા પોતાની જાતને અને સમગ્ર માનવજાતને પોતે મૈત્રીની એક જુદી જ નજરે જોવા લાગ્યા. પણ સંસાર અને સંસારી કુટુંબીજનોને મનમાંથી નિર્મૂળ કરી શક્યા ન હતા. સંસારમાં હતા ત્યારે પોતાની પર પિતાએ કી કોઈ બંધન લાદ્યા ન હતા. એમનો વિકાસ મુક્ત રીતે થયો હતો. કદાચ પિતા માનતા હતા કે બીજાની પર પોતાના વિચારો લાદવા, બીજાને પોતાની ઈચ્છા મુજબ જીવવાની ફરજ પાડવી એ પણ હિંસા છે. પિતાએ બચપણમાં ધાર્મિક સંસ્કારો પાડવા બળજબરી કરી ન હતી. તેથી પોતે જૈન ધર્મ અને જૈન તત્ત્વજ્ઞાન વિશે કંઈ જ જાણતા ન હતા. સંસારને યાદ કરતાં કરતાં પોતાની જન્મભૂમિ રાજસ્થાન યાદ આવી. એ તો શૂરવીરોની ભૂમિ છે. એ ભૂમિના લગ્નગીતોમાં પણ યુદ્ધ અને શૌર્ય વણી લેવામાં આવ્યું છે. એ ગાઢ જંગલોનો લીલોછમ પ્રદેશ છે, તો સૂસવાી લૂ વાય એવો આગ ઝરતો રણપ્રદેશ છે. પોતાના પ્રદેશને અનેક રૂપરંગ છે. એમને પોતાના વતન જવાની ઈચ્છા થઈ. એ પોતાની જન્મભૂમિ હતી. જીવનના પ્રથમ મહિનાઓમાં એ ભૂમિની શુદ્ધ હવા ફેફસામાં ભરી હતી. જાણે એ ભૂમિ બોલાવતી હોય એવી અનુભૂતિ મુનિને થવા લાગી. શાન્નિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ ૩૭ Page #45 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુના ઉપદેશનું પૂરેપૂરું અધ્યયન થઈ ગયું હતું.હવે પોતાના પ્રદેશ અને ત્યાંના માનવીઓને જાણવાની ઈચ્છા જાગી હતી. વળી જે ભૂમિ પર જન્મ લીધો હતો એ ભૂમિ પર ખુલ્લા પગે વિહાર કરીને ભૂમિનો પરિચય સાધવો હતો. કોઈવાર સંસારી પિતા પર નજર જતી અને મુનિ વિચારતા કે જેવા પ્રાણ મારામાં છે એવા જ પ્રાણ એમના છે. આત્મા જીવનશક્તિનો ધોધ છે. આત્મા એ વ્યક્તિમાં રહેલ બ્રહ્મ છે. એની ઉંચાઈ કે ગહરાઈ માપવી શક્ય નથી. કોઈ વાર પિતા કહેતા, “બે બે સંતાનોને અગ્નિને અંકે સોંપ્યા પછી તું આવ્યો હતો. તારા આયુષ્ય માટે અમે ખરા દિલથી પ્રાર્થના કરતા હતા. તું અમારી આશા હતો.’ તું અમારુ સર્વસ્વ હતો. બા જીવતી હતી ત્યારે હું આકાશે વિહરતા પક્ષી જેવો હોઈશ. મારા દિવસો હાસ્યથી ગુંજતા હશે. હું સદનસીબ હતો. હું સદનસીબ છું. પણ આશા અને ઉત્સાહના વિચારો વચ્ચે કોઈવાર નિરાશા ફૂટી નીકળતી. મન ઉદાસ થઈ જતું. આવા સમયે મુનિ એક શ્લોકનું રટણ વારેવાર કરતા હતા. હું એકલો છું. જ્ઞાન મારું ધન છે. દર્શન મારો વૈભવ છે. બીજું મારું કંઈ નથી. એક પણ ચીજ મારી નથી. મુનિ માનતા હતા કે આ શ્રદ્ધા મને નિરાશામાંથી અને આત્મદયામાંથી બચાવશે. આ જ શ્લોક મારામાં વિશ્વાસ જાગૃત કરશે કે આત્મા મને અંકુશમાં રાખશે. એજ મારું નિયમન કરશે. મુનિનો અભ્યાસ જેમ જેમ વધતો ગયો તેમ તેઓ માનવા લાગ્યા કે આ જ્ઞાન જીવનરસ સૂકવી નાખવા માટે નથી. આ જ્ઞાન જીવન જીવવાની મનાઈ ફરમાવતું નથી. આ જ્ઞાન દ્વારા પોતાના મનોભાવો અને પોતાની ઈચ્છાઓ જાણવાની છે. એ જાણ્યા પછી શાન્નિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ ૩. Page #46 -------------------------------------------------------------------------- ________________ બાહ્ય આધાર કેવી રીતે ઓછો લેવો તે શીખવાનું છે. સાધુ પોતાની જરૂરિયાતો પર જીત મેળવે અને પોતાનામાં પૂર્ણ બને છે. સાધુ પોતાની વધતી જતી ઈચ્છાનો નાશ કરે છે. ઈચ્છાનો નાશ થતાં દુ:ખ, દર્દ અને પીડા દૂર થઈ જાય છે. ગુરૂ તીક્ષ્ણ નજરે મુનિનો વિકાસ જોઈ રહ્યા હતા. એમનો જે રીતે વિકાસ થઈ રહ્યો હતો એ જોઈને ગુરૂને લાગતું હતું કે આ શિષ્ય બીજા શિષ્યો કરતાં નોખી માટીનો છે. એ અનેરો છે. એ કંઈક નવું કરી બતાવશે. એ ચારે દિશામાં ધર્મ પ્રચાર કરી શકે એવો શક્તિશાળી છે. ગુરૂએ શિષ્યને વ્યાખ્યાનો આપવા કહ્યું. વળી ગુરૂએ જિજ્ઞાસુઓના પ્રશ્નોના ઉત્તર આપી એમની જિજ્ઞાસા સંતોષવાનું કાર્ય પણ સોંપ્યું. ગુરૂને વિશ્વાસ હતો કે આ રીતે મુનિ એની જાતને સુધારશે, એનું જ્ઞાન પણ વધશે અને ભક્તને સાચી દિશામાં વાળશે. ગુરૂએ પોતાની ઈચ્છા મુનિને જણાવી. એમનું મન ડગમથલ અનુભવવા લાગ્યું. એમને વિચાર આવ્યો, ‘હું ધ્યાન ધરવા ટેવાયેલો છું. મને મૌન રહેવાની ટેવ પડી ગઈ છે. મોટે અવાજે બોલવાની ટેવ તો સમૂળગી છૂટી ગઈ છે.' પણ મુનિ આ પડકારને ઝીલી લેવા તૈયાર હતા એમણે વ્યાખ્યાનની તૈયારીઓ શરૂ કરી. એમને શરૂઆતમાં નાના ગામમાં વ્યાખ્યાન આપવાનું હતું. એમણે વ્યાખ્યાન આપવા માટે શ્રદ્ધાપૂર્વક પાટ પર જંગા લીધી અને સચ્ચાઈથી રણકતું તથા લાગણીથી ધબકતું વ્યાખ્યાન એમણે આપ્યું. પ્રેક્ષકો સ્તબ્ધ બનીને સાંભળતા રહ્યા. વ્યાખ્યાન પુરુ થાય ત્યારે પ્રશ્નોત્તરી શરૂ થતી. આને લીધે લોકોના સંપર્કમાં આવવા લાગ્યા. એમની સાથે હ્રદય મન ખોલીને વાતો કરવાની તક મળી. આ સફળતાથી એમને લાગ્યું કે મારામાં વધુ શક્તિનો સંચાર શાન્નિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ ૩૯ Page #47 -------------------------------------------------------------------------- ________________ થઈ રહ્યો છે. તેઓ બારડોલી ગામમાં હતા. અહીં એમણે યુવાનોને વ્યાખ્યાન આપ્યું. મુનિ બોલ્યાં કે નમસ્તે દોસ્તો, મારા યુવાન મિત્રો, જેમના અંગોમાં યૌવનનો ધોધ વહે છે અને જે શક્તિના ઉછળતાં કુવારા છે એવા તમને મળતાં હું આનંદ અનુભવું છું. તમારા બાવડામાં એવી તાકાત છે કે તમે ધારો તો સાગરને તળિયે જઈને મોતી લાવી શકો છો. પણ, બરાબર સાંભળો મિત્રો, જો તમે ધારો તો. પણ ફક્ત મનમાં ધારીને વિચાર કરીને બેસી રહેવાથી મોતી મળવાના નથી. મોતી મેળવવાના સપના જોવાથી મોતી મળશે નહિ. એ માટે તમારે સમુદ્રનો તાગ લેવા ડૂબકી મારવી પડશે. અને ડૂબકી મારવા માટે હિંમતની જરૂર પડશે. . તમારે જે કરવાનું છે, જે મેળવવાનું છે તે અત્યારે અને આજે જ. આવતી કાલે તો યુવાની વીતી જશે. પછી તમે સાગર કિનારે બેસીને છબછબિયાં કરી શકશો, છીપલાં વીણી શકશો પણ તળિયે જઈને તાગ લાવી નહિ શકો. આ ક્ષણ છે તમે જે ધારો તે કરી શકશો. માટે આજે જ કંઈક શરૂ કરો. એક કલાક વ્યાખ્યાન ચાલ્યું પાણ જેમના અંગોમાં જુવાનીનું જોમ છે. જે ચેતનાના ફુવારા છે તેવા યુવાનો સ્થિર, શાંત બેસીને પ્રવચન સાંભળતા રહ્યા. યુવાનોને લાગ્યું કે આ મુનિના વ્યાખ્યાનમાં કોરો ઉપદેશ નથી પણ રસિક ભાષામાં આપણા જીવનને નવી દિશા આપવાની શક્તિ છે. એ વ્યાખ્યાન પુરું થયું પછી યુવાનોને મુનિના વ્યાખ્યાનનું ઘેલું લાગ્યું. અનેક યુવાનોને એમના વ્યાખ્યાનથી પ્રેરણા મળી. ૪૦ શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું | Page #48 -------------------------------------------------------------------------- ________________ જીવમાત્ર સ્વભાવે માયાળુ છે પ. યુવાનોને આપેલ વ્યાખ્યાનમાં મુનિ ચંદ્રપ્રભસાગરજીને સફળતા મળી હતી. ધ્યાનમાં બેસવાની એમની ટેવનો વિકાસ થઈ રહ્યો હતો. એ ટેવ દ્રઢ બની હતી. ધ્યાનથી મન પૂરેપૂરું શાંત બન્યું હતું. જે મન એકવાર આજ્ઞા કરતું શેઠ હતું. હવે એ જ મન આજ્ઞાંકિત નોકર બન્યું હતું. મુનિ અનુભવી રહ્યા હતા કે જે મેળવવું છે તે મેળવવા માટે ઝગડવું વ્યર્થ છે. લેવાની અપેક્ષાનો ત્યાગ કરીને જે હોય એમાંથી ઉદારતાપૂર્વક આપવું જોઈએ. આપવામાં જે આનંદ છે એ મેળવવામાં નથી. જે હાથ આપે છે એ હાથ ઉર્ધ્વગામી છે. એમના વિચારોમાં પરિવર્તન થઈ રહ્યું હતું. આજ સુધી પોતાના ગુરુ, ગુરૂબંધુઓ અને સંસારી પિતા સાથે જે આત્મીયતા લાગતી હતી એવી જ આત્મીયતા હવે સૌ કોઈ માટે લાગતી હતી. આ લાગણી જાગતા એમને લાગ્યું કે મારું વ્યાખ્યાન સાંભળનાર પ્રેક્ષક ગણની મર્યાદા છે. મારે તો સારા ય સમાજનું ભલું કરવું જોઈએ. એ માટે મારે શક્તિશાળી માધ્યમ સમાચાર પત્રોમાં લખવું જોઈએ. એમણે અધ્યાત્મિક સંદેશ ફેલાવતા વૃતપત્રોમાં લખવાનું શરૂ કર્યું. - તેઓ ઉદર્વગામી પંથે આગળ વધી રહ્યા હતા તેથી એમને વિચાર આવતા હતાં કે એક એક હૃદય એ મારું નિવાસસ્થાન છે. માનવીનું મન એ મારે મન મંદિર છે. મારે ચિન્તન અને લેખન દ્વારા લેખો લખીને એમના હૃદય અને મનને વિશાળ બનાવવું | શાન્નિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું : Page #49 -------------------------------------------------------------------------- ________________ જોઈએ. જેથી માનવી માનવી વચ્ચે પ્રેમનો સેતુ કેળવાય. દરેકમાં જે શક્તિ પડી છે એનું એમને જ્ઞાન થાય. આ કાર્ય માટે જે દીવાલો બંધનમાં બાંધતી હોય એ દીવાલોને દૂર કરવી જોઈએ. દીવાલોથી ઘેરાયેલ ઘર રક્ષણ આપી શકે છે પણ પ્રેમ નહિ. તેથી મારે તખલ્લુસ રાખીને લેખો લખવા જોઈએ. જે ઉપનામથી લેખો લખીશ તો સૌ કોઈ વાંચશે, નહિ તો ફક્ત સધર્મીઓ જ મારા લેખો વાંચશે. એમને એમના લખાણને નાતજાત, રૂઢિ, રંગ કે કોઈ એક ધર્મના બંધનમાં બાંધી રાખવા ન હતા. તેથી પોતાનું ઉપનામ ચિત્રભાનુ રાખ્યું. ચિત્રભાનુ લેખનદ્વારા માનવીની નિરાશા દૂર કરવા ઈચ્છતા હતા. માનવીના મન પરનાં જાળાંને વાળીઝૂડીને સાફ કરવા ઈચ્છતા હતા. અજ્ઞાનતા દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવવા ઈચ્છતા હતા. અને માનવીના જીવનને એક નવો રાહ બતાવવાની એમની મનોકામના હતી. આ મનોકામના પૂર્ણ કરવા એમણે સંદેશ સમાચાર પત્રમાં લેખો લખવાનું શરૂ કર્યું. થોડા લેખો પ્રકાશિત થયા ત્યાં વાંચકોના અનેક પત્રો પ્રેસ પર આવ્યા. આ ચિત્રભાનુ છે કોણ? વાચકો લેખકને ઓળખવા અને એમને જાણવા ઉત્સુક હતાં. અંતે એ જાહેર થયું કે આ નવી જીવનરીતિનો માર્ગ દર્શાવનાર ‘ચિત્રભાનુ” એ ખુદ ચંદ્રપ્રભસાગર મહારાજ છે. મુનિ સતત અભ્યાસમાં રત રહેતા હતા. જેમ જેમ અભ્યાસ વધતો ગયો એમ એમની માન્યતા દ્રઢ થતી ગઈ કે હું જે જ્ઞાન મેળવી રહ્યો છું એ જ્ઞાન જીવનરસથી મૈત્રી અને પ્રેમથી ભરપૂર આ જ્ઞાન તો માનવીના મનોભાવો અને એની અજ્ઞાત, અપ્રગટ ઈચ્છાઓને, પોતાની આંખ સામે પ્રકાશિત કરે છે. એ પ્રકાશ ૪૨ શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન સા ચિત્રભાનું Page #50 -------------------------------------------------------------------------- ________________ કાકા મામા - દ્વારા જોઈ શકાય છે કે ‘બાહ્ય આધાર ઓછો કરતા જાવ. જરૂરિયાત પર જીત મેળવો. એ જ્ઞાન પૂર્ણ બનતાં શીખવે છે. ઈચ્છાઓને જીતતા શીખવે છે. એ જ્ઞાન શીખવે છે કે જો અપેક્ષાઓ નાશ પામે તો આ દુન્યવી દર્દ અને પીડાથી પર બની જવાય છે. એમના વ્યાખ્યાનો હૃદયમાંથી વહેતો પ્રવાહ હતો, એમાં સચ્ચાઈનો રણકો હતો. તેથી પ્રેક્ષકો મંત્રમુગ્ધ બનીને એમને સાંભળતા હતા. આ પ્રેક્ષકો સાથે સંપર્ક વધ્યો. તેઓ હદય ખોલીને મુનિ પાસે માર્ગદર્શન માગવા લાગ્યા. એમના સંપર્કને લીધે મુનિને લાગ્યું કે તેમનામાં શક્તિનો સંચાર થઈ રહ્યો છે. ચિત્રભાનુ ખંભાત ગામમાં હતા. ત્યા યુવાનો માટે એમનું ખાસ વ્યાખ્યાન ગોઠવવામાં આવ્યું હતું. તમારામાં હિંમતની કમી નથી કારણ કે હિંમતનું બીજુ નામ છે યુવાની. આજે યુવાની આવી છે. કાલે તે વિદાય લેશે. પછી મોતીઓનો જે ખજાનો તમારી રાહ જુએ છે એ ખજાનો મેળવવાની તમારી શકિત નહિ હોય. આ ક્ષણ છે જ્યારે તમે જે ધારો તે કરી શકશો. ચિત્રભાનુનો ઉપદેશ કોરો ન હતો. એમાં હકીકતો હતી. તેથી યુવાનો યુવતીઓ એમની તરફ આકર્ષાયા એમના ભક્ત બન્યા અને એમને ચાહવા લાગ્યાં. ચિત્રભાનુ એક ગામ આવતા. વળી બીજા ગામ તરફ વિહાર કરતા હતા. તેઓ સૌરાષ્ટ્રમાં હતા. ગીરના જંગલમાંથી પસાર થતા હતા. ત્યાં એક વનવાસીનો મેળાપ થયો. ઝૂંપડી બહાર બેઠેલ એ વનવાસી અને સિંહ વચ્ચે દોસ્તી થઈ હતી. પેલા વનવાસીએ ચિત્રભાનુને, ઘાયલ થયેલા સિંહની પોતે સારવાર કરી, એને ખવરાવ્યું, પીવરાવ્યું અને એનામાં શક્તિ આવી ત્યાં સુધી એની સેવા કરી એ વિશે માહિતી આપી. અને કહ્યું, શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ ૪૩. Page #51 -------------------------------------------------------------------------- ________________ ‘ગુરૂજી, આ તો પ્રેમની શક્તિ છે, હવે તો હું એને મારો પુત્ર માનું છું.” ચિત્રભાનુને આ અભણ વનવાસીના શબ્દો સ્પર્શી ગયા. એમને વિચાર આવ્યો, ‘જે એકબીજાનો વિશ્વાસ રાખે છે, જે એક બીજાને સ્નેહ કરે છે તેમની વચ્ચે સહજ પ્રેમ જાગે એકવાર મુનિના દેહ પર સાપ ચડી ગયો હતો. એ સાપે એમનું નુકશાન ન કર્યું, એમને ત્યારે વિચાર આવેલ, “એક જીવથી બીજા જીવે ડરવું ન જોઈએ. જીવમાત્ર સ્વભાવે માયાળુ છે.' સ્નેહ અને માયાને લીધે પ્રાણી અને માનવ પણ મિત્રો બને છે. રાત્રે સૂતા હોઈએ દેહ પર વજન લાગે, સળવળાટ થતો હોય અને ચાદર દૂર કરીએ ત્યારે ધબ કરતો અવાજ આવે. એ જ ક્ષણે નજર સરકતા સાપ પર નજર પડે. મુનિ માટે આ નવો અનુભવ હતો. આ અનુભવમાંથી એક નવું જ્ઞાન મળ્યું. “સાપ ઝેરી હોય છે. સાપથી ચેતીને ચાલવું જોઈએ.” ‘પણ જે માનવીમાં માનવતાનો અંશ નથી, જે માનવી બીજાનો વિશ્વાસઘાત કરે છે એને શું કહેવો, માનવી કે સાપ?' માનવતાહીન માનવી સાપથી વધુ ભયંકર છે. સાપને છંછેડવામાં આવે તો જ ડંખ મારે છે પણ માનવી બગલમાં છુપાવેલ છૂરીનો ઉપયોગ વિના કારણે કરતો હોય છે. આવા ઘા જેના દિલ પર થાય છે એ ઘા રૂઝવવા કઠિન હોય છે. ચિત્રભાનુના જીવનમાં થતાં એક એક અનુભવ એમને જ્ઞાનનું ભાથુ બંધાવતા હતા. એમને નવા નવા પંથ દેખાડતા હતાં. એકવાર તેઓ સાત સાધુઓ સાથે વિહાર કરી રહ્યા હતા. એમની સાથે એમના સાધુ બનેલા સંસારી પિતા પણ હતા. ગામ બદલાતા, રસ્તાઓ બદલાતા, નવા નવા માનવીઓનું ૪૪ શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું Page #52 -------------------------------------------------------------------------- ________________ મિલન થતું અને નવાનવા અનુભવો થતાં હતાં. તેઓ દાહોદની ગાઢ ઝાડીમાંથી પસાર થતા હતા. ગામ દૂરદૂર હતાં. એકાંત હતું. વનવાસીઓની એક ટોળી એમનો રસ્તો રોકીને ઊભી રહી. એમનો હેતુ લુટ કરવાનો હતો પણ સાધુઓ પાસે કંઈ ન હતું. સાધુઓ શાંતિથી ઉભા રહીને લુંટારુઓ પર અમી નજર વરસાવતા રહ્યા. વનવાસીઓને ભૂલ સમજાણી એમને નમન કર્યા. પગમાં પડી ગયા અને ચાલ્યા ગયા. વળી એક નવો અનુભવ ભાવનગરમાં થયો. ચોમાસાના ચાર મહિના એક જ સ્થળે રહીને તેઓ એક રાત એક ફેકટરીના માલિકને ત્યાં રહેવા ગયા હતા. અડધીરાત વીતી ગઈ. મેડી પર સાધુઓ સૂતા હતા. કુટુંબીજનો હતા અને ફેકટરીમાં કામ કરનાર કર્મચારીઓ પણ સૂતા હતા. અડધીરાતે અચાનક રાડબૂમ પડી. આખું મકાન આગની જવાળાઓમાં લપેટાયું હતું. ચિત્રભાનુ એ ભડભડતી આગમાંથી ઘણાંને ઊંચકીને બહાર લઈ આવ્યા. એમનો દેહ આગથી દાઝયો હતો. ચામડીમાં કાળી બળતરા થતી હતી. મુનિની સારવાર શરૂ થઈ. તેઓ સૂતા હતાં. અને વિચારતા હતા, ‘એવી આગમાંથી માનવીઓને ઊંચકી ઊંચકીને હું કઈ રીતે બહાર લાવ્યો? ફરીફરી આગમાં કઈ રીતે જઈ શક્યો ? એમને સમજાયું કે આ ઈચ્છાશક્તિની તાકાત હતી. દ્રઢ મનોબળ, કેળવીને માનવી હિમાલયને ખસેડી શકે છે.' ‘આ જીવન એક ચમત્કાર છે,' વિચારતા હતાં કારણ કે ધ્યાન દ્વારા તેઓ તરત જ સાજા થઈ ગયા હતા. ઈચ્છાશક્તિ એક મહાન બળ છે. શાન્નિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ ૪૫ Page #53 -------------------------------------------------------------------------- ________________ સત્ય અહિંસા અને મૈત્રીભાવ એ મુનિનો મુઢા લેખ હતો ચિત્રભાનુ પોતાના અનુભવો વ્યાખ્યાનોમાં કહેતા હતા. બોધ આપતા હતા. લોકોના જીવનમાં પરિવર્તન લાવવા પ્રયત્ન કરતા હતા. - તેઓ કહેતા કે એક એક માનવી સાથે મૈત્રી બાંધો. એમનામાં પણ આત્મા વસે છે. એ પણ તમારી જેમ જ પ્રભુનું સંતાન છે. સત્યનો ત્યાગ કરશો નહિ. અહિંસાને તમારું જીવન ધ્યેય બનાવજો. સત્ય, અહિંસા અને મૈત્રીભાવ એ મુનિનો મુદ્રાલેખ હતો. એ મુદ્રાલેખને માનવ હૃદયમાં ઉતારવા સતત પ્રયત્નશીલ રહેતા હતા. તેઓ જાણતા હતા કે ભારતીય સમાજમાં નાતજાતના પાયા બહુ જ મજબૂત છે. કોને સ્પર્શ કરાય અને કોને અડવાથી અપવિત્ર થઈ જવાય એ માન્યતા કડક રીતે અમલમાં મૂકવામાં આવે છે. જે હંમેશા પવિત્ર છે એ જળ કોના ઘરેથી પીવાય અને કોના ઘરના ગોળાનું પાણી ન પીવાય એ પણ નકકી કરવામાં આવ્યું છે. મુનિ આ ઊંચ-નીચના ભેદ પર જોરદાર શબ્દોથી પ્રહાર કરતા હતા. તેઓ સમજાવતા કે જૈન દર્શનમાં નાતજાત અને સ્ત્રી પુરુષનાં ભેદ નથી. માનવમાત્ર એક છે. સ્ત્રીઓને પણ મોક્ષ મળી શકે છે. તેઓ દસાડામાં હતા. ચોરા પાસે એમનું વ્યાખ્યાન ચાલુ હતું. ગામમાં શાંતિ હતી. એ શાંતિને ચીરતો ડાબલાનો અવાજ આવ્યો. થોડી ક્ષણોમાં પાણીદાર ઘોડો અને મજબૂત દેહ તથા મારકણી ૪૬ શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું Page #54 -------------------------------------------------------------------------- ________________ આંખોવાળો અસવાર વ્યાખ્યાન સ્થાન પાસે આવ્યો. અસવારે થોડો સમય મુનિનું વ્યાખ્યાન સાંભળ્યું. એની કાતિલ નજર ચારેબાજુ ફેરવી અને અસવારે ઘોડો મારી મૂક્યો. - ભલાભોળા ગ્રામજનોના હૃદય ધડકતાં હતાં કારણ કે એ માથા ફરેલ માનવી જીવો રેવાળ હતો. એણે ચારે બાજુ એના દૂર કમ દ્વારા આતંક ફેલાવ્યો હતો. પણ મુનિની સ્વસ્થ અને શાંત વાણી સાંભળી થોડીવારમાં ભય દૂર થયો અને વાતાવરણ શાંત બન્યું. એકાદ દિવસ પછી મુનિ વિહાર કરીને બીજે જતા હતા. એક ટેકરી પરથી મુનિ જતા હતાં ત્યાં અચાનક જીવો રેવાળ દેખાયો. એની સાથે એનો શિકારી કૂતરો હતો. એ અટક્યો. મુનિ સામે જોયું. જરા નમ્યો. મુનિ એની સામે સ્થિર નજરે જોઈ રહ્યા હતા. તેઓ હસ્યા અને આશીર્વાદ આપ્યા. અને પૂછયું, ‘ભાઈ, કાલે તને જોયો હતો. આજે તું મળ્યો. કહે, તું કેમ છે?' ‘તમે મને ઓળખતા નથી. મારું નામ જીવો રેવાળ છે. મારું નામ પડે ત્યાં આ આખો પંથક થરથર કાંપે છે.' એનાથી તને શું લાભ?’ મુનિએ પૂછયું અને તેઓ ચાલવા લાગ્યા. જીવો એમની સાથે ચાલતો હતો. તેઓ વડ નીચે અટક્યા. કહે તો, તું લુંટફાટ કરે છે. મારામારી કરે છે મને કેમ કંઈ ન કર્યું?' હું જાણું છું. સાહેબ, આ કામથી મને લાભ નથી તો ય હું એ કરું છું. સંત મહાત્મા પાસે જૂહું શા માટે બોલવું? તેથી કહું છું કે તમે કોઈનું બુરું કરતાં નથી તેથી મેં તમારું બુરું કર્યું નથી.' ચિત્રભાનુએ એને વેર ભાવનાનો ત્યાગ કરવા સમજાવ્યું. આ અપકર્મો મરણ પછી પણ એની સાથે આવશે એ વિશે કહીને કર્મ આત્માને કેવી રીતે વળગે છે તે કહ્યું. ૪૭ શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું Page #55 -------------------------------------------------------------------------- ________________ જાણે પથ્થર મીણ બની ગયો. એની આંખોમાં ઝળઝળિયાં આવ્યાં. એણે પોતાનું હૃદય ખોલ્યું. એ દર્દમય અવાજે બોલ્યો. હું જ્યારે જેલમાં હતો ત્યારે મારી પ્રપૌત્રી મરણ પથારીએ પડી હતી. એની ગંભીર માંદગીના મને સમાચાર મળ્યા અને હું દુ:ખી દુ:ખી થઈ ગયો. મને મારી લાડકીનો અવાજ સંભળાવા લાગ્યો, ‘દાદા, તમે ક્યાં ગયા છો, દાદા તમે ક્યાં છો?' મારું મન એને મળવા તલસતું હતું. મેં રજા માગી પણ મને જેલવાળાઓએ રજા ન આપી. મારા મનમાં આગ લાગી અને ત્યારથી હું આજે જે છે તે બન્યો છું. મને માણસો માટે કે આ સમાજ માટે લાગણી નથી. તો ય આ જીવનથી હું થાક્યો છું. મારે હવે લોકોને લૂટવા નથી, ત્રાસ આપવો નથી કે એમને ઢોર માર મારવો નથી. હું થાક્યો છું. મને શાંતિ જોઈએ છે.” મુનિએ એને નવું જીવન શરૂ કરવા સમજાવ્યો. એ ગામના ઠાકોર શ્રી પીરભાને કહીને એને ગામના રખેવાલની નોકરી અપાવી. વળી ખેતરોનું રખોપું કરવા કામે લગાડયો. ચિત્રભાનુને એમના જીવન પંથ પર ખાનદાન, સજન અને સંસ્કારી માનવીઓ મળતાં હતાં. જેમનું હૃદય વિશાલ હતું. જેમને પોતાની ઉન્નતિમાં રસ હતો. એમને ટૂંકા મનના માનવીઓ પણ મળતા હતા. આવા માનવીઓ પોતાના ઉચ્ચકુળ અને ઉચ્ચ જ્ઞાતિના અભિમાનમાં રાચતા હતા. આ વિચારધારાને લીધે નાતજાતની દીવાલ ઊંચી બનતી હતી. ઉચ્ચનીચના ભેદ વધી રહ્યા હતા. માનવી માત્ર અને ઈશ્વર છે એ સ્વીકારવા ઘણા તૈયાર ન હતા. દરેક માનવીને માનવ તરીકે જીવવાનો અધિકાર છે,’ મુનિ વિચારતા હતા. મુનિએ આવા માનવીઓ માટે એક વ્યાખ્યાન આપ્યું. એ વિચારો આગમમાં ઉત્તરાધ્યાયન સૂત્રમાં છે. આ સૂત્રમાં બ્રાહ્મણ ૪૮ શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રા ચિત્રભાનું Page #56 -------------------------------------------------------------------------- ________________ વિષે કહ્યું છે, 'સાંભળો, જે કોઈથી ડરતો નથી, જે કોઈનો તિરસ્કાર કરતો નથી, જે નિસ્પૃહ છે એ બ્રાહ્મણ છે. જે જીવમાત્રનું રક્ષણ કરે છે એ બ્રાહ્મણ છે. જે ચીજ આપવામાં ન આવે એને હાથ લગાડતો નથી એ બ્રાહ્મણ છે. સંસારના સુખને જે જળમાં રહેલ કમળની જેમ તટસ્થ ભાવે માણે છે તે બ્રાહ્મણ છે.' એક માનવીને અડાય, બીજા માનવીને ન અડાય આ ભાવના મુનિને પસંદ ન હતી. તેઓ ભાવનગરમાં હતા. એમણે જાણ્યું કે મહાવીરને પૂજનારા જુદા જુદા જમે છે. ભાવસાર અને વાણિયાઓના બે ચોકા હતા. મુનિએ બંને કોમને એકઠી કરી. સમજાવી અને સાથે જમવા માટે તૈયાર કરી. થોડો વિરોધ થયો પણ મહાવીરવાણી સાંભળીને વિરોધીઓનો વિરોધ શાંત થઈ ગયો. એમને સમજાયું કે જૈનધર્મમાં નાતજાતનો કદી સ્વીકાર કરવામાં આવ્યો નથી. - તેઓ બોટાદમાં ચાતુર્માસ હતા. એમના વ્યાખ્યાનમાં સૌ કોઈ આવતું હતું. માટલા બનાવીને પોતાનો કામ ધંધો કરનાર કુંભાર જ્ઞાતિના ભાઈઓ પણ આવતા હતા. એમના મનમાં એક ભાવ જાગ્યો, એમણે સંકોચ સહ મુનિને જણાવ્યું કે આપ અમારા આંગણે આવો અને અમારા રસોડે બનાવેલી ચોકખી રસોઈને વહોરી જાવ. કુંભારને ત્યાં ઉચ્ચવર્ગના લોકો ખાતાપીતા ન હતા. એ ભેદભાવ પર ઘા કરવા એમણે કુંભકાર ભાઈઓનું આમંત્રણ સ્વીકાર્યું અને એમના ઘરે બનેલ ખોરાક વહોરીને લાવ્યા. ગામમાં છાનોછપનો ગણગણાટ થયો હતો. મુનિ જાણતા જ હતા કે પરાપૂર્વથી ચાલ્યા આવતા રીવાજો તોડવા હશે તો મારે હિંમતભર્યા પગલાં ભરવા જ પડશે. બીજે દિવસે વ્યાખ્યાન શરૂ થયું. એ વ્યાખ્યાનમાં મુનિએ કહ્યું કે મહાવીર પ્રભુએ એકવાર પોતાની જાતને પૂછ્યું હતું, ‘તુ - - --- - -- - ---- - - ------- શાન્નિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું ૪૯ Page #57 -------------------------------------------------------------------------- ________________ એકેય એવું કાર્ય કરે છે જેનાથી બીજાની લાગણી દુભાય? જે એમ હોય તો એ કાર્ય કરવું ન જોઈએ.' બીજાની વેદના જોઈને મહાવીર વેદના અનુભવતા હતા. બીજાના દુ:ખ જોઈને એમને દુ:ખ થતું હતું. જીવમાત્ર તરફ અનુકંપાથી ભરેલ હૃદય ધરાવનાર પ્રભુએ નાતજાત કદી સ્વીકારી ન હતી. આ રીતે એમણે શ્રાવકોને, પ્રેક્ષક ગણને નાતજાતનો નાશ કરવા સમજાવ્યું હતું. ચિત્રભાનુ ફક્ત કોઈ એક જાતને એક ધર્મના માનવીઓને યોગ્ય રાહ બતાવવા માગતા ન હતા. તેઓ ફક્ત સજ્જનો અને ખાનદાનકુળને જ્ઞાન આપવા માગતા ન હતા. તેથી તેઓ લૂંટારાઓ, વેશ્યાઓ, હલકી નાતના તરછોડાયેલા વગેરેમાં ઊંડો રસ લેતા હતા. તેઓ સમાજને ધર્મજ્ઞાન આપતા હતા અને માનવ સેવાના મહાનું ધર્મ તરફ સમાજને વાળવા પ્રયત્ન કરતા હતા. સમાજ જેને તિરસ્કારે છે એવા તરછોડાયેલા માનવ માટે મુનિ કહે છે, “બીજાની નબળાઈને આપણે સ્વીકારી શકતા નથી. આપણે એમની ટીકા કરીએ છીએ, બીજાનો ન્યાય તોલવા બેસીએ છીએ અને એમનાથી દૂર ચાલ્યા જઈએ છીએ.' “આ રીતે એક માનવી બીજા માનવીને તિરસ્કારે છે. માનવીઓ વચ્ચે દૂરતા નહિ પણ સંબંધની કડી બંધાય એ જરૂરી છે. માનવ માત્રને એની નબળાઈ સાથે ચાહવો જોઈએ.' આજે જેનામાં દોષ દેખાય છે તે કાલે નિર્દોષ બની શકે છે. આજનો પાપી આવતીકાલે પુણ્યશાળી બની શકે છે.” ‘દુ:ખ અને વેદના માનવીને ઘડે છે. એનો વિકાસ કરે છે. આજે એ ભલે અન્ય માર્ગે હોય, આપણામાં એના માટે પ્રેમ અને શ્રદ્ધા હશે તો એક દિવસ એ યોગ્ય માર્ગે આવશે જ.” ૫૦ શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ Page #58 -------------------------------------------------------------------------- ________________ લાગણીઓને ભસ્મ કરી શકાતી નથી ૭ મુનિ શ્રી ચિત્રભાનુજી માનતા હતા કે ગુનેગારમાં પણ પ્રભુતા છે. તેથી તેઓને તક મળતા સાબરમતી જેલમાં કેદીઓને વ્યાખ્યાન આપવા જતા હતા. એકવાર તેઓ સાબરમતી જેલને દરવાજે પહોંચ્યા એમને વિચાર આવ્યો, ‘આપણે બધા કેદીઓ છીએ. તેઓ જેલનાં સળિયા પાછળ છે તેથી કેદીઓ છે. આપણે આપણી લાલસા, મોહ અને વાસનાના કેદી છીએ. ગુનો કરીને જેલમાંથી છૂટવું સહેલું છે. પણ વાસના અને મોહરૂપી જેલમાંથી છૂટવું દુષ્કર છે. જેલમાં મુનિ નાની વાર્તાઓ, બોધદાયક ટૂચકાઓ અને દલીલો કરીને કેદીઓને મનમાં સળગતી વેરની આગને શાંત કરવા સમજાવતા હતા. એમને કહેતા, ‘તમે અહીંથી મુક્ત થાવ ત્યારે બહાર જઈને કોઈ તરફ વેર ન રાખતા. તમને જેણે અહીં મોકલ્યા છે એમ માનતા હો એને પણ માફ કરો. યાદ રાખજો, વેર એ ઝેર છે. ઝેર તમને જ ભરખી જશે. ભૂલેચૂકે દુશ્મનાવટનો જૂનો હિસાબ સમજવાનો પ્રયત્ન ન કરતા. તમારા ભલા ખાતર અને તમારા વિના પરેશાન બની ગયેલ તમારા કુટુંબીજનો માટે મનમાં સંઘરેલ વેર અને દ્વેષને હાંકી કાઢો; એને ઉખેડી નાખો, એને દૂર ફેંકી દેજો.’ ‘જે બની ગયું છે તે ભૂલી જો’ ‘જે માફ કરી જાણે છે એ પ્રભુને વહાલા છે.’ જે પ્રેમ અને અનુકંપાથી જીવે છે, જેનામાં દયા અને શાન્નિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ ૫૧ Page #59 -------------------------------------------------------------------------- ________________ કરૂણા છે એ માનવી વરસતા વાદળા જેવો છે. એ વાદળ માનવીને આનંદ આપે છે. અને ભૂમિને નવજીવન આપે છે. ભૂમિમાં ધરબાયેલા બીજને નવજીવન આપે છે.' ‘તમે વાદળ જેવા બનો.” ચિત્રભાનુ કર્મ વિશે કેદીઓને સમજણ આપતા હતા. એમણે કહ્યુ હતું, જેવા કર્મ કરશો એવું ફળ મળશે. સૌ કોઈને કર્મભોગવવા પડે છે. એમાંથી કોઈ બચી શકતું નથી. તમારા પૂર્વના કર્મોને લીધે તમે અહીં છો. કદાચ તમે અત્યારે નિર્દોષ હશો તો પણ તમે બીજા કોઈ કર્મનું ફળ ભોગવી રહ્યા છો એમ વિચારજો.' | મુનિએ આ રીતે જેલમાં જઈને એમના જીવનને નવો મોડ આપવા પ્રયત્ન કર્યો હતો. એમનામાં સદ્ભાવનો સંચાર કર્યો હતો. આમ તો મુનિ, સંત સાધુની જીવન સફર ઉર્ધ્વગામી હોય છે. સંસારના સર્વ મોહ ત્યાગીને, અપરિગ્રહ વ્રત ધારણ કરીને અને બધી ઈન્દ્રિયોને કાબૂમાં લઈને તેઓ જીવનપંથ પર સાચવીને ડગ માંડતા હોય છે. પણ હૃદયને કચરી શકાતું નથી. લાગણીઓને સળગાવીને ભસ્મ કરી શકાતી નથી. આ કથનને સત્ય પુરવાર કરતો એક પ્રસંગ ભગવાન મહાવીરના જીવનમાં બન્યો હતો. મહાવીર અને એમના શિષ્ય ગૌતમ વચ્ચે અતૂટ નાતો હતો. પ્રભુ જાણતા હતા કે ગૌતમ પોતાના તરફ અનહદ માયા મમતા રાખે છે. તેથી જ્યારે એમણે જાણ્યું કે હવે મારો આત્મા દેહત્યાગ કરશે. એ સમયે પ્રભુને વિચાર આવ્યો કે મારો આત્મા દેહત્યાગ કરશે એ દ્રશ્ય ગૌતમ જોઈ શકશે નહિ. એ ક્ષણ એના માટે મહાકષ્ટદાયક થશે. તેથી એમણે પોતાના શિષ્યને બીજે ગામ બોધ આપવા માટે મોકલ્યો. ગૌતમ પ્રભુથી દૂર હતા. પ્રભુની મુક્તિના સમાચાર આપ્યા. તેઓનું અંતર લોહીલોહાણ બની ગયું એમના હૃદયમાં મર્મઘાતક - - - પર શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રા ચિત્રભાનું Page #60 -------------------------------------------------------------------------- ________________ વેદનાનું વલોણું ફરતું હતું. થોડી ક્ષણો વીતી. એમની તુલનાત્મક બુદ્ધિ જાગૃત થઈ અને એમને સમજાયું, “મોહ, માયા અને મમતાને લીધે દુ:ખ થાય છે. પ્રભુ તરફના સ્નેહને લીધે મને કષ્ટ થાય છે. પણ પ્રભુનો જીવનદીપ બુઝાતા અમારો સ્નેહસંબંધનો અંત આવ્યો નથી.' એ સંબંધ શાશ્વત છે. ‘એમના ચરણમાં બેસીને મને જે જ્ઞાન મળ્યું છે એ જ્ઞાન અવિનાશી છે. હવે મારે પ્રભુના જ્ઞાનનો પ્રચાર કરવાનો છે.' “સત્ય અને અહિંસાનો સંદેશો મારે ચારે દિશામાં ફેલાવવાનો આ પ્રકારે વિચારતા એમના મોહના બંધનો તૂટ્યાં માયા છૂટી | ગઈ અને કેવળજ્ઞાન થયું. આવું જ ચિત્રભાનુના જીવનમાં બન્યું. એમની સાથે એમના સંસારી પિતા સાધુવેશે વિચરતા હતા. તે એક દિવસ થાકેલા લાગતા હતા. એમનો અંતકાળ પાસે આવી રહ્યો હતો. એમનો જીવનદીપ બુઝાવવાની તૈયારીમાં હતો. સંસાર ત્યાગવાથી મમતા છૂટી જતી નથી. આધ્યાત્મિક જ્ઞાન મેળવવાથી સ્નેહબંધનો સંપૂર્ણપણે કાપી શકાતા નથી. સંસારની આ વાસ્તવિકતા છે, આ હકીકત છે. એથી જ્યારે વહાલાની વિદાયનો પ્રસંગ જીવનમાં આવે છે, જ્યારે લોહીનો સંબંધ તૂટી પડવાની તૈયારીમાં હોય છે ત્યારે હૃદયને સોનાની સાંકળથી બાંધી શકાતું નથી. તેથી આવા પ્રસંગે ત્યાગવીર પણ મર્મધાતક વેદના અનુભવે છે. ચિત્રભાનુના પિતા એ એમનું સાર સર્વસ્વ હતા. એમની બા હતા, એમના ભાઈ હતા, એમની બહેન હતા અને એમના ગુરૂબંધુ હતા. મિત્ર હતા. માર્ગદર્શક હતા. આધ્યાત્મિક પંથના સાથી હતા. એ દુબળી પાતળા માનવી શક્તિથી ભરપૂર હતા. માઈલોના - - -- ---- -- - - શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું ૫૩ Page #61 -------------------------------------------------------------------------- ________________ માઈલો સુધી ચાલવા છતાં તેઓ કદી થાકતા નહિ. તેઓ ઓગણસીતેર વર્ષના હતા. તંદુરસ્ત હતા જીવનના સર્વ સંતાપ ઓગાળીને તેઓ ધર્મકર્મમાં રત રહેતા હતા. એમનો અંતિમ સમય તદ્દન પાસે છે એવી કલ્પના થઈ શકે એમ ન હતું. એમના દેહપિંજરમાંથી આત્મા ઉડી જશે એવી લેશમાત્ર શંકા ન હતી. એવી કોઈ ચેતવણી ન હતી. પણ કોઈવાર આવી રહેલ બનાવનો પડછાયો પડતો હોય છે. કોઈવાર પડછાયો ઓળખી શકાય છે. કોઈવાર એ કાળો પડછાયો ઓળખી શકાતો નથી.' એ દિવસે મુનિનો સાડત્રીસમો જન્મ દિવસ હતો. મુનિ વહેલી સવારે ધ્યાનમાં બેઠા હતા. એ ધ્યાનભંગ વારંવાર થતો હતો. એમની આંખો ક્ષણેક્ષણે ખુલી જતી હતી. ચિત્રભાનુજી માટે આ ધ્યાનભંગનો અનુભવ નવો હતો. એ અનુભવ શાનો છે એ વિશે મુનિ અજાણ હતા. | મુનિનો જન્મ દિવસ હોવાથી અમદાવાદવાસીઓ અને આખુ નવરંગપુરા એમની અનુમોદના માટે આવ્યા હતા. ઉપાશ્રયમાં માનવીઓનો મહેરામણ ઉમટયો હતો. એમના સંસારી પિતા ગુરૂભાઈ પાટ પર બેસીને વ્યાખ્યાન આપતા હતા. એમણે વ્યાખ્યાનમાં મહાવીર પ્રભુએ પોતાના અંતિમ સમયે એના વ્હાલા શિષ્ય ગૌતમને દૂર મોકલી દીધો હતો એ આખો પ્રસંગ ભાવવાહી ભાષામાં રજૂ કર્યો. અને મોહ, માયા, મમતા અને આસકિતનો ત્યાગ કરવા બોધ આખો. એમણે કહ્યું કે જડ દેહ જોઈને માનવીએ ઉદાસ થવું ન જોઈએ. દેહ નાશવંત છે. આત્મા અવિનાશી છે. જે દુનિયાનો ત્યાગ કરી જાય એ તો વિસામો ખાઈને વળી એની શાશ્વત સફર શરૂ કરે છે. આ મૃત્યુ પામે છે. અને એ નવજીવન પામે છે. - વ્યાખ્યાન પુરૂ થયું. દિવસ પણ વીતી ગયો રાત પડી. ૫૪ શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ Page #62 -------------------------------------------------------------------------- ________________ પિતાએ છાતીમાં દુખવાની વાત કરી. એમના ચહેરા સામે નજર જતાંજ મુનિએ એમનું માથુ ખોળામાં લઈ લીધું. એમની છાતી પર મસાજ કરવા લાગ્યા. આટલી વેદના છતાં પૂ. ચન્દ્રકાન્તસાગરજી મહારાજ નમો અરિહંતાણં નમો સિદ્ધાણં' આ બે મંત્રો બોલી જ રહ્યા હતા. એમનો સંયમી અને તપસ્વી દેહ મોતિયાના પરસેવાથી ભીનો થઈ ગયો હતો. દુ:ખમાં પણ એમનો આ જાપ સતત ચાલુ હતો. ક્ષણમાત્રમાં આત્મા એના પંથે પડયો. એ શાશ્વત સફરે ઉપડી ગયો. ન સમજી શકાય, ન માની શકાય એવી ઝડપે જે બનવાનું હતું એ બની ગયું હતું. એક ક્ષણ પહેલા પિતાનો દેહ, સજીવ દેહ મુનિના ખોળામાં હતો. બીજી ક્ષણે સજીવ દેહ નિર્જીવ બની ગયો હતો. આ કેમ માનવું? કેમ સ્વીકારવું? આ કેવી રીતે સહન થઈ શકશે? ચિત્રભાનુ વિચારતા હતા. હૃદયમાં ઘનીભૂત વેદના ઘોળાતી હતી. અંત:કરણ શોકથી પૂર્ણ હતું મુખ નિરાશ અને ગ્લાનિમય હતું. કાળ નિ:સ્તબ્ધ બનીને ખડો હતો. ત્રણ દિવસ મર્મવેધી વેદનામય હતા. ત્રણ દિવસ કાષ્ટના પૂતળાની જેમ અવાક સ્થિતિમાં વીત્યા. વળી એ સમયે મનમાં એક બીજો પ્રવાહ વહેતો હતો. મૃત્યુને સમજવાનો, એને ઓળખવાનો પ્રયત્ન ચાલુ હતો. - અંતે એ મૃત્યુને પણ સ્વીકારી લીધું. બા, બહેન, મિત્ર અને હવે પિતા. મૃત્યુ, પછી મૃત્યુ, પછી મૃત્યુ. હર મૃત્યુ દ્વારા મળતું એક નવું જ્ઞાન. - - - ૫૫ શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રા ચિત્રભાનું Page #63 -------------------------------------------------------------------------- ________________ એ જ્ઞાન કહેતું હતું કે રૂદન આવે છે. વેદનાથી અંગોમાં કડાકા બોલે છે. આંખો ઉદાસ છે કારણ કે હું મારા પિતાને વળગી રહેવા ઈચ્છું છું. એમની તરફ પ્રેમ છે, મોહ છે અને માયા છે તેથી હું પીડા અનુભવું છું. ના, મારે શોક ન કરાય, એ અવ્યક્ત રહસ્ય મને સંદેશ આપે છે. એમનું અહીંનું કાર્ય પૂરું થયું છે. આ ભવની લેણદેણ ચૂકતે થઈ છે. તેથી તેઓ તેમના નવા માર્ગ તરફ આગળ વધ્યા છે. ક્યાંક, કોઈ કાર્ય એમની રાહ જોતુ હશે. ત્યાં જવામાં મોડું ન કરાય. તેઓએ યોગ્ય સમયે પંથે પ્રયાણ કર્યું છે. . મારી સાથેના ઋણાનુબંધ પૂરા થયા હશે. મુનિનું વિચારચક્ર ચાલુ હતું. એમને પિતાનું છેલ્લું વ્યાખ્યાન યાદ આવ્યું. ગૌતમનો પ્રસંગ યાદ આવતા દુ:ખ અને મંત્રણા ચાલી ગઈ. એમણે ધીરેધીરે મન પર કાબૂ મેળવ્યો. મન સ્વસ્થ થતાં પિતાએ કહેલ ઘણી વાતો યાદ આવી. જો કે યુવાનીમાં પિતા કહે તે બધું ગમતું ન હતું. પણ કદી એમનો અનાદર કર્યો ન હતો. પિતા કહેતા, “મૃત્યુ આવવાનું છે. હું જઈશ પણ હું પથારીવશ બનીને, કણસતો કે રીબાતો મરીશ નહિ. મારી ધર્મશ્રદ્ધા મને કહે છે કે હું શાંતિપૂર્વક આ જગતનો ત્યાગ કરીશ. હું ધર્મની સાધના સાચા દિલથી કરું છું. છતાંય મૃત્યુ સમયે જે હું ધર્મ ભૂલી જાઉ તો માનજે કે ધર્મમાં મારી શ્રદ્ધા અધૂરી હતી.' પિતાની ધર્મ પ્રતિ મનદેહથી શ્રદ્ધા હતી. ક્ષણમાં તેઓ પાર્થિવ સીમાથી પર ચાલ્યા ગયા. વળી એક બંધનમાંથી મુક્ત થવાયું. મનમાં ધીર મન્થર ગતિએ અસિમિત વિચારો આવ્યા હતા. પિતા જૂની પેઢીનું સંતાન હતા. એમના વિચારો રૂઢ હતા. -- - - શાનિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ ૫૬ Page #64 -------------------------------------------------------------------------- ________________ -- - -- --- - કોઈ કોઈ વિચારો મુનિને રૂઢિચુસ્ત લાગતા હતા. છતાંય એમને ઠેસ ન લાગે, પોતાની અવહેલના થાય છે એવી લાગણી ન જાગે એ માટે પિતાની એકએક ઈચ્છાને માન આપતા હતા. એમની વિદાયને લીધે મન ઉલટસૂલટ થઈ ગયું હતું. અવનવી લાગણીઓનો સુખકર સ્પર્શ થતો હતો. હૃદય સંવેદનાથી રણઝણતું - - - - કોઈ અધૂરું અજ્ઞાત મનમાં પડેલ સ્વપ્ન આકાર લઈ રહ્યુ હતું. કોઈ અજાણી દુર્દમ કામના જાગી રહી હતી. આંખ સામે અનેક વિટંબણાઓથી ઘેરાયેલો માનવ સમાજ હતો. આ અંધકારમાં સબડતી માનવ જાત માટે કંઈક કરવાની ભાવના હતી. મનમાં ધરબાયેલો જીવમાત્ર પ્રતિનો કરૂણાભાવ તીવ્રતાથી સપાટી પર આવી ગયો હતો. ચિત્તમાં અમૃતગંગા વહેતી હતી. પોતાની ભાવનાને મૂર્તસ્વરૂપ આપવા એમણે મુંબઈ તરફ જવાનું નક્કી કર્યું. શાન્તિપથની યાત્રી : સ્વપ્ન દ્રા ચિત્રભાનું ૫૭. Page #65 -------------------------------------------------------------------------- ________________ જગતમાં જેવુ બોલશો તેવો પડઘો સાંભળવા મળશે વિહાર કરતા કરતા તેઓ દરિયાથી ઘેરાયેલ મુંબઈ બેટ સુધી આવી પહોંચ્યા. મુંબઈમાં દાખલ થવા માટે તેઓ રેલ્વેના પુલ પર હળવે હળવે ચાલતા હતા. એમની નજર ગઈ એક લાકડાનાં ઢીમ પર. એક નાની માછલી પડી હતી. કદાચ કોઈ માછાણના સુંડલામાંથી પડી હશે. મુનિએ પોતાના હાથમાં રહેલ દંડથી માછલીને ધકેલી. હળવો ધક્કો લાગતાં માછલી પાણીમાં ગઈ. પાણીને સ્પર્શ કર્યો ન કર્યો અને માછલી ઉછળી. જાણે હવામાં તરવા લાગી હતી. અડધી ક્ષણમાં બની ગયેલ આ બનાવ મુનિના મનમાં જડાઈ ગયો. માછલી પાણી વિના મૃત્યુની રાહ જોતી પડી હતી. પાણી મળતાં એ નવજીવન પામી હતી. એનામાં શક્તિનો સંચાર થયો હતો. જાણે નવજીવનનો ઉલ્લાસ વ્યક્ત કરવા એ હવામાં ઉછળી હતી. એ જીવન મળ્યાનો હર્ષ હતો. . કેવો છે આ જીવનો મોહ! આ મીઠું મધુરું જીવન સૌને ગમે છે. દુનિયામાં એક રાગતા છે. સુસંગતા છે. સ્નેહનો સ્પર્શ સૌ જાણે છે. સ્નેહનો સ્પર્શ અંગઅંગમાં આનંદ પ્રેરે છે. મુનિના પગ ડગલાં ભરતાં હતાં અને એમનું મન દોડતું હતું. - ૫૮ શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન સ્ટા ચિત્રભાનું . . Page #66 -------------------------------------------------------------------------- ________________ વિહાર કરતાં, વિસામો લેતા અને વળી આગળ વધતા, તેઓ વાંદરા પાસેથી પસાર થઈ રહ્યા. એમણે ગીધને આકાશમાં ઉડતાં જોયા. એમને જાણ થઈ કે અહીં તલખાનું છે. એમના હૃદયમાં કરુણા ાગી. એમની નજર સામે ભૂતકાળનો એક પ્રસંગ દેખાવા લાગ્યો તેઓ અમદાવાદ હતા. તેઓ વહોરવા ગયા હતા. ખોરાક લઈને તેઓ પાછા ફરતા હતા. રસ્તામાં એક ઘાયલ ગધેડો પડયો હતો એ અશક્ત હતો. પિતા એ નબળા પ્રાણી પાસે ઊભા રહ્યા. પોતાના માટે લાવેલ ખોરાક ગધેડાને ખવરાવવા લાગ્યા. એ સમયે પિતાના ચહેરા પર શાંતિ, મધુરતા અને હર્ષ હતો. મુનિના મનમાં નવજીવન પામેલી માછલી, અશક્ત ગધેડો અને કતલખાનામાં કત્લ કરાતાં પ્રાણીઓ હતાં. બીજી તરફ એમની નજર સામે મુંબઈના માનવીઓ હતા. આ નગરના માનવીઓ બે ટૂંક માટે દોડતાં હતા. વળી આખો દિવસ દોડીને ધન એકઠું કરવા છતાં તૃપ્ત ન થતા માનવીઓ જોયા. અહીં ગરીબ અને ધનવાનના ભેદ હતા. નાતજાત હતી. માનવી બીજા માનવીનું શોષણ કરતો હતો. એમને લાગ્યું કે અહીં ઘણું કરવાનું છે. ઘણું બદલવાની જરૂર છે. અહીં માનવ મહિમા જાગૃત કરવાની જરૂરત છે. જે પડેલ છે એને ઊભા કરવાની જરૂર છે. દુ:ખીઓના દુ:ખ દૂર કરવાની જરૂર છે. પણ બીજે વર્ગ છે જે ધનની પાછળ દોડીને પોતે જ દુ:ખ ઊભું કર્યું છે તેથી પોતે જ પોતાની જાત પર જુલમ કરે છે. મનમાં રહેલા અયોગ્ય વિચારોને લીધે, અયોગ્ય ટેવોને લીધે શાન્નિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ ૫૯ Page #67 -------------------------------------------------------------------------- ________________ માનવી માર્ગ ભૂલ્યો છે. આ પંથ ભૂલેલાને એમની જાતને સ્નેહ કરતાં શીખવવું પડશે. માનવ દેહ અમૂલ્ય છે એ એમને સમજાવવું પડશે. આ અમૂલ્ય દેહને સાચવવા શીખવવું પડશે. જ્યારે દેહ ભાંગી પડે એમ જીવીને મનને ખોટા કાર્યમાં રોકીએ છીએ ત્યારે પોતાની જાતને નુકશાન કરીએ છીએ. પોતે જ પોતાની જાતને સ્નેહ નહિ કરે તો કોણ કરશે? મુનિની આ આખી વિચારધારાનું પ્રતિબિંબ એમના વ્યાખ્યાનોમાં પડવા લાગ્યું. માનવીને પોતાની જાતમાં શ્રદ્ધા વધે એ માટે એને લગતા વિષયો પર બોલવા લાગ્યા. મુનિ કહેતા, “આ જગત “ઈકો પૉઈન્ટ છે, જે બોલો એનો જ પડઘો, તમારા જ અવાજમાં તમે સાંભળશો, જેવું બીજ વાવશો એવો પાક લણશો' “આ સૃષ્ટિ અને તમારી વચ્ચે સનાતન સંબંધ છે. તમારામાં અપાર શકિત છે. તમે જે ધારો એ કરી શકો છો. કોઈ તમને બચાવશે, કોઈ તમને તારશે એવી આશા ન રાખશો. તમારામાં જે અખૂટ ઉમદા શક્તિ છે એને તમારે જાગૃત કરવાની છે. શ્રદ્ધા દ્વારા એ થઈ શકશે. જો તમને તમારામાં શ્રદ્ધા હશે તો એવું એકે કાર્ય નથી કે જે તમે ન ઊી શકો. વ્યાખ્યાનમાં મુનિ એક વાર્તા કહેતા હતા, ‘એક બાળક પર્વતની કંદરા પાસે રખડતો હતો.' એણે બૂમ પાડી, તું કોણ છે?' સામેથી જવાબ આવ્યો, ‘તું કોણ છે?' બાલક પડધો પડે એ જાણતો ન હતો, તેથી ડરી ગયો. એ ડરથી બચવા મોટેથી રાડ પાડી, હું તારા કરતા બળવાન છું.” . સામે એજ જવાબ મળ્યો. વળી બાળક બોલ્યો “તું શેતાન છે.' શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રા ચિત્રભાનું Page #68 -------------------------------------------------------------------------- ________________ “તું શેતાન છે.” એ જવાબ સાંભળીને બાળક ગભરાણો. એ દોડતો ઘરે ગયો. એની બા પાસે જઈને એ રડવા લાગ્યો. એણે એની બાને કહ્યું, ‘બા પર્વત પર સામે શેતાન રહે છે.” બા શાણી હતી. એ સમજી ગઈ. બા એનો હાથ પકડીને ટેકરી પર લઈ ગઈ. પેલા “ઇકો પોઈન્ટ' પાસે ઊભી રહી અને બાળકને કહ્યું, જો, જોરથી બોલ, તું બ્રહ્મ છે.” તું બ્રહ્મ છે' ઉત્તર મળ્યો. આપણે સૌ બાળકો છીએ તેથી વિશ્વાસ નથી કે આપણામાં બ્રહ્મનું તેજ છે. આપણે બ્રહ્મ છીએ.” || C _ __ નિયાનો પાયો સખ રા વિમાનું શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રશ્ના ચિત્રભાનું Page #69 -------------------------------------------------------------------------- ________________ પડકાર ઝીલવો એ એમનો સ્વભાવ હતો મુનિ શ્રી ચિત્રભાનું વ્યાખ્યાનો વડે માનવીમાં આત્મશ્રધ્ધા જાગૃત કરતા હતા. એમને લાગ્યું કે આ ઉપદેશ ક્ત ચાર દીવાલોમાં ન અપાય. એ ઉપદેશ લોકોના દિલ સુધી પહોંચાડવો જોઈએ. એ માટે ઉપાશ્રય અને ધર્મસ્થાનકો જ નહિ પણ શેરીમાં, બજારમાં અને ચોકમાં જઈને વ્યાખ્યાનો આપવા જોઈએ. પોતાના વિચારોનો મુનિએ અમલ કર્યો. સાથે સાથે માનવ સેવાનાં કાર્ય કરવા માટે એમણે ડિવાઈન નોલેજ સોસાયટીની સ્થાપના કરી. તેઓ ચોપાટી પાસે પાર્શ્વનાથના દેરાસરની બાજુમાં એક રૂમમાં રહેતા હતા. અહીંથી એમણે માનવ સેવાના કાર્ય શરૂ કર્યા. એક શિષ્ય એમના માટે ખોરાક લાવતો હતો. એ જે લાવે છે તેઓ જમી લેતા હતા. બીજો સમય જ્ઞાનમાં ધ્યાનમાં અથવા મળવા આવનારને માર્ગદર્શન આપવામાં જતો હતો. એમની સંસ્થા જે દિશામાં દર્દમય ચીસ ઉઠતી એ દિશામાં મદદ કરવા દોડી જતી. ગુજરાતનો કે બિહારનો દુકાળ હોય કે કોયનાનો ભૂકંપ હોય એમણે તૈયાર કરેલા કાર્યકરો ત્યાં પહોંચી જતા. મુનિ પોતાના વ્યાખ્યાનમાં ફંડ માટે ટહેલ નાખતા. જોતજોતામાં દાનનો પ્રવાહ વહેવા લાગતો. જ્યાં શક્ય હોય અને જે જરૂર હોય તો સ્વયંસેવકોને પણ મોકલવામાં આવતા. ચિત્રભાનુ નવા નવા સપના જોતા. એનો અમલ કરતાં. એને મળવા હવે તો દેશ પરદેશના લોકો આવતા હતા. જેને મુંબઈમાં લૂંટી લેવામાં આવી હતી એવી એક પરદેશી યુવતી એમને મળવા આવી. ૬૨ શાન્તિપથની યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ Page #70 -------------------------------------------------------------------------- ________________ ચિત્રભાનુજીએ એને કહ્યું ‘આપણે બીજાને જે આપીએ છીએ તે જ પાછું મળે છે. જો કોઈનો તિરસ્કાર કરીએ તો એ પાછો આપે છે. સ્નેહ અને મિત્રતા આપીએ તો એજ મળે છે. ‘તો એનો અર્થ એ કે મેં જે આપ્યું તે મને મળ્યું ‘મેં કદી ચોરી કે લૂંટ કરી નથી તો મને લૂંટારા કેમ મળ્યા ?' ‘કદાચ એ તારા નકારાત્મક વિચારો કે રનો પડઘો તારા જીવનમાં પડ્યો હશે. હવે તને કોઈ લૂંટી જશે, ચોરી થશે એવા વિચારોને મનમાં સ્થાન ન આપતી. ભૂતકાળને ભૂલીને તું હકારાત્મક વિચારો કરવા લાગી જા. તેં ક્યાંક કંઈક લીધું હશે. હવે તારો હિસાબ ચોકખો થઈ ગયો.’ કોઈ પોતાના દુ:ખ દર્દની કથા લઈને એમને મળવા આવતા તો કોઈ પોતાની જિજ્ઞાસા સંતોષવા આવતા. ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમ મુંબઈમાં રમવા આવી હતી. એ ટીમના ખેલાડીઓ મુનિને મળવા આવ્યા. તેઓ મુનિ શાકાહારી છે એ જાણીને સવાલ પૂછ્યો, ‘આપ શાકાહારી છો છતાં આવા તંદુરસ્ત કઈ રીતે રહી શકો છો?’ મુનિએ અનાજના દાણામાં રહેલ શક્તિ વિશે કહ્યું. આનાજનો દાણો કે કોઈ પણ બી જમીનમાં પડે અને પાણી તથા ખાતર મળે કે તેનો વિકાસ શરૂ થાય છે. એ જમીનમાંથી અને સૂર્યમાંથી શક્તિ મેળવે છે. તેથી શાકાહાર એ પૂર્ણ ખોરાક બને છે. દરેક શાકાહારી માનવી બીજા કરતાં વધુ સારી તંદુરસ્તી ધરાવે છે. શાકાહારી ઘોડા, બળદ, હાથી અને હીપો કેવા બળવાન છે! ત્યાર પછી શાકાહારમાંથી દેહ કેવી રીતે સત્વ મેળવે છે એ ચિત્રભાનુજીએ ખેલાડીઓને સમજાવ્યું હતું. એક ખેલાડીએ પૂછ્યું. ‘તમે શા માટે ઓછા કપડાં પહેરો છો, શું તમે ગરીબ છો?' મુનિએ જવાબ આપ્યો કે આ ભારત દેશ છે, અહીં સમૃદ્ધિના શીખરે બેઠેલ માનવી પણ જ્ઞાન થાય અને કર્મનો ઉદય થાય શાન્નિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ ૬૩ Page #71 -------------------------------------------------------------------------- ________________ ત્યારે અપરિગ્રહ વ્રત ધારણ કરે છે. અપરિગ્રહ વ્રત એટલે ઓછમાં ઓછી ચીજોનો સંગ્રહ કરવો. બહુજ થોડી વસ્તુઓથી ચલાવી લેવું. જરૂરિયાત ઓછી હોય તો સાધન સગવડતા તરફની પરંતત્રતા ઘટે છે. જે પરતંત્ર છે,ઓછી ચીજથી ચલાવી શકતા નથી તેમને એકાદ ચીજ ઓછી મળે, એક વસ્તુ ખૂટે તો પીડા થાય છે. અપરિગ્રહને લીધે સ્વતંત્ર બનેલ માનવીને અભાવ પીડા આપતો નથી. તે હંમેશા આનંદથી જીવે છે. સંગ્રહ કરવો એ મનની એક સ્થિતિ છે. છતાં ય સંગ્રહ કરવા કરતા આપવામાં વધુ સુખ મળતું હોય છે. પરદેશીઓ માટે આ વિચારધારા નવી હતી, આકર્ષક હતી. સ્વીઝરલેન્ડની સોરેલા નામની એક યુવતી ભારતમાં મળી હતી. એને મુનિ પાસેથી ધ્યાન ધરવા વિશે જ્ઞાન મેળવ્યું હતું. એ મુંબઈ આવી મુનિને મળી અને ધ્યાન વડે એના જીવનમાં થયેલ પરિવર્તન વિશે કહ્યું, એ મનને કાબૂમાં લઈને કેવા આનંદમાં દિવસો વીતાવતી હતી એ વિશે કહીને પોતાની સખીની કરમ કથની કહી. એની સખી વરસોથી અશાંત હતી, ડરતી હતી, બીજા વિશ્વયુદ્ધમાં એના ઘરની પાછળ એક બોંબ પડ્યો હતો. યુદ્ધ ચાલુ હતું ત્યારે મૃત્યુનો ડર સતત સતાવતો હતો. એમાં બોંબ પડયો. જીવંત મૃત્યુ જોયું. એણે ભયંકર અવાજ સાંભળ્યો. તે ક્ષણથી એના મનનો ડરે કબજે લીધો હતો. એ બોંબનો અવાજ સાંભળે કે બોંબ શબ્દ કોઈ બોલે તોય થરથર કંપતી હતી. યુદ્ધ પૂરું થયું પછી પણ એ ડરને પૂરેપૂરો જીતી શકી ન હતી. જે દિવસે બોંબ પડેલ એ દિવસ પાસે આવે ત્યારે એનો ભય વધી જતો હતો. બોંબ પડયો એ ૬૪ દિવસ આવે ત્યારે એ યુવતી કાંપવા લાગતી શાન્નિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ Page #72 -------------------------------------------------------------------------- ________________ હતી. મુનિએ એને મળવાની તૈયારી બતાવી. થોડા સમય પછી યુવતી મુનિને મળી. મુનિએ એને ધ્યાનની અપાર શક્તિ વિશે સમજાવ્યું. ધ્યાન ધરતા શીખવ્યું. વળી કહ્યું કે તમે તમારા મનને કહો, ૧૦ની સાલમાં જે બન્યું હતું એ કદી બનશે નહિ. યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે. આજે શાંતિ છે. હું મારી જાતને ભૂતકાળથી કાપી નાખું છું. ભૂતકાળ એ કબરમાંનો દેહ છે. ભૂતકાળ એ કંઈ જ નથી. હું આજને ભૂતકાળ સાથે જોડીશ નહીં. ભૂતકાળને હું વર્તમાન બનાવીશ નહીં. તમે ધરે ધરે ઊંડા શ્વાસ લો અને છોડો. અટકો ને મનોમન બોલો, “હું આજ છું. હું ગઈકાલ નથી. બોંબ ભૂતકાળમાં પડયો. હતો.' “હું વર્તમાનમાં જીવી રહી છું.' આત્મસૂચન અને ધ્યાન દ્વારા પેલી યુવતીને મનની શાંતિ મળી હતી. ઈઝરાયેલના વિદ્વાન મી. રશિદ દુનિયાની ટેમ્પલ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ'ની કોન્ફરન્સમાં આવ્યા હતા. એ ચિત્રભાનુજીને મળવા આવ્યા. એમની વાતચીતમાં ઘણા પ્રથો ચર્ચાયા. દેશ અને સરહદનો વિષય આવ્યો ત્યારે મુનિએ કહ્યું, ‘ગામ, જીલ્લો, પ્રાંત, રાષ્ટ્ર, ધર્મ દેશ અને પરદેશ આ સઘળા ભેદ માનવીએ પાડયા છે. જમીનમાં ભેદ નથી. પાણીમાં ભેદ નથી. હિંદુ પાણી અને મુસલમાન પાણી એ શબ્દો અયોગ્ય લાગે છે હવાને દેશકાળના કે નાતજાતના બંધન હોતા નથી. બંને જણા સંમત થયા કે “મારુ’ અને ‘તારું' એ મનનું સંકુચિત વલણ છે. ન મુનિ અનેક લોકોને મળતા ત્યારે એમને લાગતું કે મારું કુટુંબ - - - શાન્નિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું ૬૫ |. - - - - Page #73 -------------------------------------------------------------------------- ________________ - - - - એ ફક્ત ભારતવાસીઓનું બનેલું નથી. મારા કુટુંબીજનો દુનિયાના સર્વ ભાગોમાં વસે છે. મારું વતન આ પૃથ્વી છે, આ વિશ્વ છે જ્યાં પ્રાણ, પ્રેમ, પ્રકાશ, પાણી અને પવન મળે છે. એમણે માનવસેવાના કાર્યો શરૂ કર્યા હતાં. કારણ કે એમને દરેક માનવીમાં ઈશ્વર દેખાતો હતો. તેઓ ભેદભાવથી પર બની રહ્યા હતા. તે જ વખતે સેકન્ડ સ્પિરિટ્યૂઅલ સમીટનું એમને આમંત્રણ મળ્યું. આ કોન્ફરન્સ જીનીવામાં મળવાની હતી. એ સાલ હતી ૧૯૭૦ની. શ્રીમતી સરલા અને બી.કે. બીરલા એ આમંત્રણ આપવા આવ્યા. કહેવામાં આવ્યું કે પૂર્વ અને પશ્ચિમની દૂરતાને નજીકતામાં બદલવાનો સમય પાકી ગયો છે. વિજ્ઞાન એ કાર્ય કરી શકશે નહિ. એ કાર્ય ધર્મદ્વારા જ થશે. તેથી ધર્મપુરૂષોએ એકઠા થવાની જરૂર છે. સત્ય અને અહિંસાનો ઉપદેશ તમે ઉત્તમ રીતે આપી શકશો. તમારી ભાષા અને તમારું પ્રભાવી વ્યક્તિત્વ, તમારા જૈન ધર્મના સિદ્ધાંતો અહિંસાની હવા ફેલાવવામાં મદદ કરશે. ચિત્રભાનુજીના જીવનપંથમાં અનેક વળાંકો આવ્યા હતા. બચપણમાં બા અને બહેનના મૃત્યુને લીધે એમની પર દુ:ખની વીજળી ત્રાટકી હતી. હૃદયમાં શૂન્યતા છવાઈ ગઈ હતી. પણ યુવાનીમાં ઉષા જેવી સ્નેહાળ સખી, લાગણીથી છલકાતી મિત્ર અને યુવાન હૃદયને સમજનારી એક શાણી છોકરી મળી હતી. જીવનમાં ગુલાબી સપનાઓ જાગી ઉઠ્યાં હતા. પણ ફરી એ સપનાઓ તૂટેલા કાચની જેમ કણકણમાં વેરાઈ ગયાં હતા. હવે પંથ પર એક નવો પડકાર આવ્યો હતો. પડકાર ઝીલવો એ ચિત્રભાનુજીનો સ્વભાવ હતો. • મદદ કરી. - - શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રશ્ના ચિત્રભાનું ! - - - -Press - " " બerFre":"en drg Jale se" - --- -- Page #74 -------------------------------------------------------------------------- ________________ નવા યુગના એંધાણ તેઓ પારખી શક્યા નથી ૧૦ એમનું વિચારચક્ર અને મનોમંથન ચાલતું હતું. લાગતું હતું કે પોતાનું સપનું સાકાર થઈ રહ્યું છે. પરદેશ જવા મન ઉછળવા લાગ્યું. સાગરની પેલે પાર સત્ય અને અહિંસાનો મહાવીર સંદેશ પહોંચાડવો હતો. સ્વધર્મનું જ્ઞાન ગોરાઓને આપવું હતું. અહિંસાનો પ્રચાર કરી હિંસાથી ત્રસ્ત સમાજના મનને શાંતિ આપવી હતી. ચિત્રભાનુજીએ દરિયો ખેડવાનો નિર્ણય કર્યો એ સમાચાર જાહેર થયાં. એક સાંજે થોડાક વૃદ્ધ હિતેચ્છુઓ અને સ્નેહાળ ભક્તો મળવા આવ્યા. આ ભકતો મુનિના વ્યાખ્યાનમાં નિયમિત આવતા હતા. તેથી મુનિ તરફ અનન્ય ભાવ હતો, કુણી લાગણી હતી. ‘આવો,કેમ, મજામાં છો ને ?' આટલે મોડેથી કેમ આવ્યાં છો, કુશળ છો ને ?' મુનિએ ભક્તોને આવકાર્યા. ‘અમે તમારા તરફ આદરને લીધે એક નમ્ર વિનંતી કરવા આવ્યા છીએ. તમને સલાહ આપવાનો અમને અધિકાર નથી છતાં ય અમે અનાધિકાર ચેષ્ટા કરી રહ્યા છીએ.’ ‘અરે મારા ભાઈઓ, તમારે જે કહેવું હોય તે દિલ ખોલીને કહો. મને ખરાબ લાગશે નહિ.' ‘અમને તમારી તરફ ઉડી, સ્નેહભરી લાગણી છે. અને તમારા જ્ઞાનથી પ્રભાવિત થયા છીએ. આજે તમારા ભક્ત તરીકે આવ્યા છીએ.’ ‘તમારી મમતા માટે મને માન છે' શાન્નિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ ૬૭ Page #75 -------------------------------------------------------------------------- ________________ C - -- - - --- - અમે સાંભળળ્યું છે કે તમે કોઈ અવિચારી પગલું ભરી રહ્યા છો. અહીં તમારા અસંખ્ય ભક્તો છે. બારેય વર્ણના લોકો તમારી તરફ માન ધરાવે છે. પરદેશ જવાનું નક્કી કરીને તમે તમારી કીર્તિ, તમારો માનમોભો અને તમારું મુનિપણું હોડમાં મૂકી રહ્યા છો. એ પણ અજાણ્યા યુવાનો માટે! બસ, આથી વધારે અમારે કંઈ કહેવાનું નથી. અમારી સૌની ઈચ્છા છે કે તમે પરદેશ ન જાવ.' ‘તમારી એ વાત તો ખરી છે કે દરિયાપારના માનવીઓને હું મળ્યો નથી. તેથી તેઓ અજાણ્યાં છે પણ હું તો જીવમાત્ર તરફ અનુકંપા રાખવાનું બચપણથી શીખ્યો છું.. જૈન ધર્મ આ જ જ્ઞાન આપે છે. દરેક માનવીમાં જે ચેતન તત્વ વસે છે તે એક સમાન છે. એ રીતે તેઓ અને હું અજાણ્યાં નથી. સૌ એક છીએ. તેઓ દરિયાની પેલી પાર રહે છે. તેથી એમનામાં રહેલ ચેતનતત્વમાં ફેર પડી જતો નથી.” ‘પણ એ ન ભુલશો કે તમે પગે ચાલીને સફર કરનાર છો, વાહનમાં બેસવું એ તમારા માટે વર્જ્ય છે. તમે નિયમોનો ભંગ કરી રહ્યા છો.' નિયમો જડ ન હોવા જોઈએ. મારું સ્વપ્ન દર્શન આ પગલું ભરવા મને પ્રેરે છે. આ કીર્તિ, આ માનમોભો અને વાહ-વાહ આ સ્વપ્ન દર્શન આગળ હવા-હવા જેવા વામણા લાગે છે. લાખો જીવનના અભયદાનમાં નિમિત્ત થવા મારા આ સ્વપ્ન દર્શનને તમારા આશવાદ ખપે છે. સ્વપ્ન દર્શન અને પ્રેરે છે. લાખો જીવોના અભયદાનમાં નિમિત્ત થવા પ્રેમ પ્રેરે છે. મને તો જેવો તમારા પર પ્રેમ છે એવો જ પ્રેમ સર્વ માનવી માટે છે. તમે મને ખરા હૃદયથી સલાહ આપવા આવ્યા છો એ બદલ હું તમારો આભાર માનું છું.' હું જાણું છું ભાઈ, આજે તમે મને સ્વીકારશો નહી. મારુ આજનું પગલું ગમશે નહી. સમગ્ર વિશ્વમાં જે માનવીઓએ ન ૬૮. શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું ! Page #76 -------------------------------------------------------------------------- ________________ .. - પગલું ભર્યું છે, નવા પંથે પ્રયાણ કર્યું છે તેમને હરહંમેશ વિરોધ થતો આવ્યો છે.' ખરું કહું છું ભાઈ, જ્યારે હું મહાવીર વાણી દુનિયામાં વહેવડાવીશ ત્યારે તમે મારા નિર્ણયને વધાવશો. એક એવો દિવસ આવશે જ્યારે તમે, સૌ વિરોધ કરનારાઓ મને અભિનંદન આપશો આ મારું અભિમાન નથી. આ મારી શ્રદ્ધા છે. મુનિનો દ્રઢ નિર્ણય જાણીને વૃદ્ધાત્માના મનમાં જે કડવાશ અને ક્રોધ હતો તેનું પ્રતિબિંબ એના ચહેરા પર પડયું મુનિએ એમને આશીર્વાદ આપ્યા, “ધર્મલાભ.' પેલા ભાઈ ગયા પણ મુનિના મનમાં વલોણું ફરવા લાગ્યું. આ માનવી સીત્તેર વરસ સુધી સમાજ કહે એમ જીવતા આવ્યાં છે. સમાજ સામે આંખ ઉંચી કરી નથી. એમને હું કેમ સમજાવું કે સમાજ એના અંગ જેવા માનવીને ધોકા વડે ધોઈને, ધાણના ઘા ઝીંકીને, ટીંચીને, ટીપીને સપાટ બનાવી દે છે. સમાજ માનવીને પોતાના માયલો એક બનાવવા ઈચ્છે છે. એના ધણમાંથી એકેય ઢોર છટકી ન જાય, એની ટોળીમાંથી એકેય વ્યક્તિ આગળ ન નીકળી જાય એનું ધ્યાન રાખે છે. માનવીને રૂઢિના બંધનોની બેડી પહેરાવનાર સમાજ છે. હું એ યુગોના બંધન તોડીશ. મુનિએ પરદેશ જવાનું નક્કી કર્યું. એમને વિદાય આપવા એક સમારંભ યોજાયો. આ સમારંભ બિરલા કિડા કેન્દ્રમાં રાખવામાં આવ્યો હતો. એ દિવસે મુખ્ય મહેમાન મહારાષ્ટ્ર રાજ્યના સ્પીકર ભારદે હતા. એમણે કહ્યું, ચિત્રભાનુજી ભારતની આધ્યાત્મિક સમૃદ્ધિ પશ્ચિમમાં વહેંચવા માટે આપણા એલચી તરીકે જાય છે.” ચિત્રભાનુજી સત્ય અને અહિંસાનો સંદેશ પહોંચાડવા જઈ રહ્યા હતા તેથી એક વર્ગ ઉત્સાહથી એમને વિદાય આપવા આવ્યો હતો. શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું Page #77 -------------------------------------------------------------------------- ________________ - પણ રૂઢિચુસ્ત લોકો બીરલા ક્રિડા કેન્દ્ર બહાર ઉભા રહીને રાડબૂમ કરતા હતા. તેઓ મુનિને પરદેશ જવા દેવા ઈચ્છતા ન હતા. ‘પરદેશમાં ધર્મ ધજા ફરકાવજે.' એક વર્ગ કહેતો હતો. બીજો વર્ગ ઈચ્છતો હતો, એવું અમે કદી થવા દઈશું નહીં.' શાંતિ હતી. સંઘર્ષ હતો, કોધની અવિર્ષ હતી. સ્પીકરે વધુ પોલીસ બોલાવી. ચિત્રભાનુજીએ કહ્યું કે હું મારો વિરોધ કરનારને મળવા ઈચ્છું છું. હું એમની સામે જવા ઈચ્છું છું.' ટોળામાં હોય ત્યારે માનવી કેવો પાગલ બને છે એ પોલીસ સારી રીતે જાણતી હતી. પોલિસ કમિશનરે મુનિને રોક્યા. મુનિ બોલ્યા જે દિવસે તેઓ જાણશે કે મેં પરદેશમાં મહાવીર વાણી સંભળાવીને ધર્મ ધ્વજા ફરકાવી એ દિવસે હું એમના સ્વપ્નમાં આવીશ. તેઓ પસ્તાવો કરશે અને મને સ્વીકારશે.” પોલીસ ઘર્ષણ થવા દેવા ઈચ્છતી ન હતી તેથી મુનિને પોલિસવાનમાં બેસાડીને બીજે માર્ગેથી બહાર લઈ ગયા. વિમાનઘર પર રાત્રે એક વાગે જવાનું હતું. તેઓ એમના ભક્તના ઘરે ગયા. મનમાં પ્રભુનું નામ હતું. સમય થયો. મુનિ એમના સાથીઓ સાથે વિમાનઘર પહોંચ્યા. એમને પરદેશ જતા રોકવા માટે દસેક હજાર લોકો એમનું સ્વાગત કરવા હાજર હતા. આકાશ ચીરી નાખતું હોય તેવી ચીસો પાડતા હતા. ગુરુદેવ વિરુદ્ધ અપશબ્દો બોલતા હતા. કોઈ ધૃણા વ્યક્ત કરવા છાતી કુટતા હતા. મરણ પ્રસંગ હોય એમ પોક મૂકતા હતા. મુનિ પોલીસ રક્ષણ નીચે વિમાનઘર સુધી પહોંચ્યા. એક ભકતે કહ્યું “મુનિ સંતાપ કરશો નહિ. તમે શાંતિપૂર્વક તમારા માર્ગે આગળ વધજો અમે તમારી સાથે છીએ.' મુનિએ કહ્યું “મને લેશમાત્ર સંતાપ નથી. આ મારા મિત્રો ૭૦ શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ Page #78 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાનવશ મારી પર ગુસ્સે થયા છે. તેઓએ જે જોયું છે એ સિવાય બીજુ કંઈ, કોઈ નવીન પંથ જોવાને, સમજવાને અશક્ત છે. તેઓ પરિવર્તન સહન કરવા શક્તિમાન નથી તેથી ક્રોધે ભરાયા છે. નવા યુગના એંધાણ તેઓ પારખી શક્યાં નથી. તેથી તેઓ ક્રોધાયમાન છે. હું ખુશીથી, મારી ઈચ્છાથી આ સંપ્રદાયમાં આવ્યો હતો. આજે આવ્યો હતો એજ રીતે એ સંપ્રદાય છોડી જાઉં છું. શિયાળામાં પહેરેલા ગરમ કપડાં હું ઉનાળામાં ઉતારી નાંખ તો શું એ ગુન્હો છે?' આ ક્ષણે તસ્થ છું. રાગદ્વેષથી પર છું. - - - - - - - - - - - - - - - શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ A For Private & Personal use only Page #79 -------------------------------------------------------------------------- ________________ પવિત્ર કાર્ય કરે છે તેના મનમાં શાંતના બીજ વવાય છે ૧૧ વિમાન ઉડતું હતું. ચિત્રભાનુજી જ્યાં દુનિયાભરના સંતમહંતો મળવાના હતા ત્યાં મનોમન પહોંચી ગયા. તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે મુંબઈના બનેલ બનાવની સઘળી માહિતી ત્યાં પહોંચી ગઈ હતી. આટલી પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિને હોડમાં મૂકી પોતાના આદર્શ ખાતર બહાર નીકળનાર ચિત્રભાનુજીના હસ્તે કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરાવવાનું કમિટીએ નકકી કર્યું. એ ધર્મ પરિષદનું ઉદ્ઘાટન ચિત્રભાનુજીએ કર્યું. તેઓ વ્યાખ્યાન આપવા જઈ રહ્યા હતા ત્યારે અનાઉન્સર જુડી હોલિસ્ટરે એમની ઓળખ માઈકમાં વહેતી કરી, “ફક્ત બે સફેદ કપડામાં પોતાના દેહને ઢાંકીને અહીં આવનાર મુનિ હવે તમને સંબોધશે. તેઓ આપણી માનવજાતને એક બનાવવાના પ્રયત્નમાં સાથ અને સહકાર આપવા તેઓ અહીં આવ્યા છે. એ શાન્તિ દૂત છે. મુનિ મંચ પર આવ્યા. આંખો મીંચી નવકારમંત્ર બોલ્યા અને પછી પરિષદને ખુલ્લી મૂકી. તેઓ કન્નડ અને અંગ્રેજી માધ્યમની શાળામાં ભણ્યા હતા. પછી ગુજરાતી શીખ્યા હતા. લાંબા સમયથી તેઓ ગુજરાતીમાં જ ભાષણો આપતા હતા. અંગ્રેજીમાં બોલવાનો મહાવરો ઓછો હતો. અને સામે બેઠા હતા, દુનિયાભરના વિદ્વાનો, આ વિદ્વાનો પોતાના ધર્મનું ઊંડું જ્ઞાન ધરાવતા હતા. એમની સામે પોતે અંગ્રેજી ૭૨ શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું Page #80 -------------------------------------------------------------------------- ________________ - -- -- ભાષામાં પોતાના વિચારો કંઈ રીતે વ્યક્ત કરી શકશે? અંગ્રેજીમાં વાતચીત કરવી અને વ્યાખ્યાન આપવું એ અલગ બાબત છે. તેઓ વિચારતા હતા, હવે શું થશે, સફળતા મળશે કે નહિ?' એકાદ બે ક્ષણ મુંઝવણ અનુભવી. એમણે ઊંડો શ્વાસ લીધો. અને પોતાની વિચારધારા બદલી. પોતાના મનને બીજી દિશામાં વાળી દીધું. “મારે નિષ્ફળતા વિશે વિચારવું ન જોઈએ. હું એક હેતુ, એક ધ્યેય સિદ્ધ કરવા અહીં આવ્યો છું. એ ધ્યેય સિદ્ધ કરવા સફળ થવાનું જ છે, હું અવશ્ય સફળ થઈશ.' એમણે એક ક્ષણ આંખ મીંચી, પ્રભુ સ્મરણ કર્યું, અને આંખ ખોલીને મનોમન બોલ્યા, “હે મહાવીર પ્રભુ, મારી જાતને હું તને સમર્પણ કરું છું. માત્ર નબળા વિચાર, નકારાત્મક વલણને હું તારા ચરણે ધરું છું, તમે મારી સાથે છો, હું અહીં તમે આપેલ અહિંસા અને સત્યનો સંદેશ આપવા આવ્યો છું. પશ્ચિમની પ્રજાએ ભયાનક યુદ્ધો જોયાં છે. એક એક ઘરમાંથી પુરુષો યુદ્ધમાં મરાયા છે. એમને શાંતિ જોઈએ છે. હું જાણું છું કે તારા ચિંધ્યા માર્ગે ચાલનાર પૂર્ણ શાંતિ પામશે.' “આ દુનિયા પર સત્ય ટકશે. અસત્યનો નાશ થશે. વળી હું એમને અનેકાન્તવાદ વિશે કહીશ. જેથી દરેક સ્થિતિમાં તેઓ વિચારી શકે કે આમ પણ હોઈ શકે છે. આવું પણ બની શકે - ---- --- ---- મહાવીર તું મારી વાણીમાં વહેજે.' ચિત્રભાનુએ આ પ્રેક્ષકગણ પાસે સત્ય અને અહિંસા વિશે વ્યાખ્યાન આપ્યું. એમણે વળી કહ્યું “જીવ માત્ર સાથે મિત્રતા કરો. જ્યાં મિત્રતા છે ત્યાં તિરસ્કાર ટકી શકતો નથી.' “જે મિત્રતા બંધાશે તો મિત્ર પોતાના મિત્રનું ખૂન કરવાનું ઈચ્છશે નહિ, ઝગડાઓ અટકી જશે, યુદ્ધ થશે નહિ અને આ દુનિયામાં સૌ શાંતિપૂર્વક જીવશે.” શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રા ચિત્રભાનું Page #81 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - જીવન તરફ આદર હશે તો એક માનવી બીજા માનવીને મદદ કરવા તૈયાર થશે. બીજાને મદદ કરવી એ પવિત્ર કાર્ય છે. જે પવિત્ર કાર્ય કરે છે તેના મનમાં શાંતિના બીજ વવાય છે.' ‘જેના મનમાં શાંતિ હશે તે શાંતિથી જીવી શકશે અને બીજાને શાંતિપૂર્વક જીવવા દેશે.' ‘મુનિએ અનેકાંતવાદ પર વિસ્તારપૂર્વક સમજાવ્યું અને કહ્યું કે મહાવીરનો સ્પષ્ટ સંદેશ છે કે આપણી નજરે જ દુનિયા જેવી ન જોઈએ. સામાના દ્રષ્ટિબિંદુનો પણ આપણે ખ્યાલ કરવો જોઈએ.' પ્રેક્ષજ્ઞાણે મહાવીર પ્રભુ વિશે જાણ્યું. ઘણાખરા જૈન ધર્મ વિશે પ્રથમ વાર સાંભળતા હતા. એમનામાં વધુ જાણવાની ઉત્કંઠા થઈ તેથી અનેક લોકો મુનિને મળ્યા અને ભગવાન મહાવીર તથા જૈન ધર્મ વિશે પ્રશ્નો કર્યા. એમને સંતોષ થાય એવા જવાબો મુનિએ આખા. કોન્ફરન્સનો છેલ્લો દિવસ આવ્યો. એ દિવસે તેઓની સભા ત્યાંના પ્રાચીન ચર્ચ સંત પીટરના ચર્ચમાં મળવાની હતી. ચર્ચ હતું. વાતાવરણમાં ભગવાન ઈશુની યાદ હતી. એની હવામાં બાઈબલના પાઠ હતા. ત્યાં ચિત્રભાનુજીએ નવકારમંત્રનું ગાન કર્યું. ભક્તામર બોલ્યા, બંને વિશે ટૂંકમાં સમજાવ્યું અને કહ્યું ‘વ્યક્તિના સુખમાં સમષ્ટિનું સુખ સમાયું છે. આ સૃષ્ટિમાં એકવાક્યતા છે. આ સૃષ્ટિ પૂર્ણ છે.' “આ દુનિયાના એક છેડે જે કરીએ છીએ એની અસર દુનિયાના બીજા છેડા સુધી થાય છે. તેથી આ ધર્મની પ્રાર્થનામાં દુનિયાના સર્વ જીવોને સમાવી લેવામાં આવ્યા છે. મારી દ્રઢ માન્યતા છે કે જીવનનો આનંદ માણવાનો ફક્ત માનવીઓને જ નહિ, પ્રાણી માત્રને અધિકાર છે.' હું પ્રાર્થના કરીશ કે માનવજાત પર ચારે દિશામાંથી આશીર્વાદ ઉતરે. આપણું જીવન માનવી માટે ઉપયોગી બને. જીવ માત્ર ૭૪ શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્વટા ચિત્રભાનું Page #82 -------------------------------------------------------------------------- ________________ - - - - - - માટે આશીર્વાદ બને.' કોન્ફરન્સનો છેલ્લો દિવસ પૂરો થયો. અહિંસાની વ્યાખ્યા અને અહિંસાનો સંદેશ સાંભળીને અનેક દેશના પત્રકારોએ એમનો ઈન્ટરવ્યુ લીધો. બી.બી.સી. અને વોઈસ ઑફ અમેરીકાએ એમનો અહિંસાનો સંદેશ જગતભરમાં પ્રસારિત કર્યો. ત્યાંથી મુનિ એમના એક ફ્રાન્સના વતની શિષ્યના આશ્રમમાં ગયા. શિષ્ય પોતાનું નામ હંસાનંદજી રાખ્યું હતું. તે એક પર્વત પર બે ગુફામાં આશ્રમ ચલાવતા હતા. ત્યાં ધ્યાન શીખવવામાં આવે છે અને ત્યાં નવકારમંત્રનો જાપ કરાવવામાં આવે છે. એ ગુફાઓના પવિત્ર વાતાવરણમાં મુનિ બે દિવસ રહ્યા. ત્યાંથી બ્રિટન ગયા. ત્યાં ચાર્લ્સ ડાર્વિનના પ્રપૌત્રને મળ્યા. એણે કહ્યુ કે, ‘તમે જે વિશે અમને કહેવા માગો છો એમાં એક વિષય શાકાહાર છે. તેથી કહું છું કે મારા દાદાએ જીવનના છેલ્લા વરસોમાં ફક્ત શાકાહાર કર્યો હતો. વચન આપું છું. હું પણ બે વરસ માટે પ્રયત્ન કરીશ.' બ્રિટનમાં ઓક્સફર્ડ, કેમ્બ્રીજ જેવી વિદ્યાનગરમાં અને યુનિક વિદ્યાપીઠમાં પ્રવચનો આપી ત્યાંથી રોમ આવ્યા. રોમના વેટિકન સીટીમાં પોપ પોલ સાથેની મૈત્રી ભરી મુલાકાતમાં અહિંસા જ ધર્મનો પાયો છે એ વાત ઉપર ચર્ચા વિચારણા થઈ. અને છેલ્લે મુનિશ્રીએ એ વાત પર ભાર મૂક્યો કે પ્રાણીદયા ધર્મપુષ્પની સુવાસ છે. એનાથી જ જગતમાં શાંતિ આવશે. પ્રાણીઓના શ્રાપ નહિ આશીર્વાદ જ શાન્તિનો માર્ગ છે. તેઓ છ અઠવાડિયા સુધી યુરોપનો ધર્મ પ્રવાસ કરીને પાછા કાપી તી ભરી મુલકાઇ. અવાર ફર્યા. ૭૫ | શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું Page #83 -------------------------------------------------------------------------- ________________ હંસાનો સંદેશ એ શાશ્વત જ્ઞાન છે તેઓ આવ્યા અને ચોમાસાના ચાર મહિના થાણાના ઉપાશ્રયમાં રહ્યાં. થાણામાં ભક્તોએ એમને પ્રેમથી આવકાર્યા અને પ્રેમથી રાખ્યાં. થાણાનો ઉપાશ્રય શાંત છે. ત્યાં સવાર સાંજ થોડો ટ્રાફીક હોય છે. બીજા સમયમાં અખંડ શાંતિનો અનુભવ કરી શકાય છે. મુનિનું મન સ્થિર અને શાંત હતું. સ્થિર અને શાંત પાણીના તળિયે શું છે એ જોઈ શકાય મુનિને આ ચોમાસાની ઋતુમાં અંતરમાં ડોકીયું કરવાની તક મળી. એમણે એમના ભૂતકાળના જીવન પર નજર કરી. એમને લાગ્યું કે, “જો દરેક કાળના ચોકઠાને ગોઠવું, જો મારા જીવન અને કાર્યને એક સાથે જોઉં તો જ હું પૂર્ણ બનું છું.' “એમને લાગ્યું કે મે જે કાર્ય ઉપાડ્યું છે એ કાર્ય પ્રતિ લગાવ, એ કાર્ય પ્રતિ ખરા હૃદયનો સ્નેહ તો પહેલેથી જ હતો. મારા સમગ્ર અસ્તિત્વમાં એની હાજરી હતી. એ હાજરી હવે કાર્યરત બની છે.” હું શાંતિ માટે કાર્ય કરીશ. હું શાંતિનો સંદેશ આપવા માટે જન્મ્યો છું. હવેથી મારું જીવન અને મારું સમગ્ર અસ્તિત્વ માનવજાતની શાંતિ માટે હોવું જોઈએ, જ્યાં અશાંતિ કે ઝઘડો હોય ત્યાંથી મારે દૂર ચાલ્યા જવું જોઈએ.' અથવા અશાંતિની જગ્યાએ શાંતિ સ્થાપવી જોઈએ. ઝઘડો હોય ત્યાં સુલેહ કરાવવી જોઈએ. શાનિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું Page #84 -------------------------------------------------------------------------- ________________ મુનિના મનમાં નવા વિચારો નવું કાર્ય અને નવી જીવન પદ્ધતિ આકાર લઈ રહી હતી. એ પદ્ધતિમાં હવે જમ્બર શક્તિ પેદા થઈ હતી. એ શક્તિને લીધે મનમાં અને અંગોમાં ઘણઘણાટી બોલતી હતી. નવું કરવાની તમન્ના જાગી ઉઠી હતી. તેઓ વિચારતા હતાં. ‘વૃક્ષ ઉગે પછી એને વાડની જરૂર હોતી નથી. વાડનું બંધન દૂર થતાં જ એનો વિકાસ સર્વ દિશામાં થવા લાગે છે.' ‘મારે વાડ ઠેકવી જોઈએ.' વળી વિચાર આવતા કે, “સાધુ જીવને મને શિસ્ત શીખવી છે. સાદાઈ શીખવી છે. કઠોર અને કડક સદાચારના પાઠ શીખવ્યા છે અને દેહદમન શીખવ્યું છે. ધ્યાન દ્વારા મેં મારા જીવનમાં ડોકિયું કર્યું છે. જાતને જાણી શક્યો છું.” ‘મને જીવમાત્રના દુ:ખે દુ:ખી થવાની મૃદુતા ધર્મમાંથી મળી સાધુ જીવન એ મારી શાળા હતી. એ જીવન જીવીને મને શિક્ષણ મળ્યું છે.' સાધુ જીવન મારી વાડ હતી. એ વાડના સહારે મે મારો વિકાસ સાધ્યો છે.' હવે જો મારે વધુ વિકાસ સાધવો હોય, મને જે કાંત દર્શન થઈ રહ્યું છે એને ભૂમિ પર અવતારવું હોય તો બાહ્ય બંધનોને ત્યાગવા જોઈએ.' “કોઈ નિયમોની દીવાલો કોઈ નાત, જાત, રંગ કે ધર્મ દ્વારા મળતા વ્યક્તિત્વનો મારે હવે ત્યાગ કરવો જોઈએ.’ મને હવે કોઈ ખાસ પ્રકારની ઓળખ નથી ખપતી. મારે હવે માનવજાતનો ફક્ત એક અંશ બનવું છે. મુક્ત પ્રવાસી બનવું “મારે મારું જીવન સમગ્ર માનવ જાત માટે અર્પણ કરવું શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું Page #85 -------------------------------------------------------------------------- ________________ બેઈએ.’ મુનિને એક ક્રાંત દર્શન થતું હતું. જેને મનમાં સાચવી રાખ્યું હતું. જ્યારે ગુઢ દર્શનનો પ્રત્યક્ષ પરિચય થાય એવું લાગ્યું ત્યારે તેઓ યુરોપ જવા તૈયાર થયાં હતાં. માનવ માત્ર સુખ સમૃદ્ધિ ઈચ્છે છે. એ મળે પણ છે. સુખ સમૃદ્ધિ સાથે માનવી શાંતિ પણ ઈચ્છે છે. પણ શાંતિ ક્યાંય નથી. માનવી રાગદ્વેષથી ઘેરાયો છે. વૈરવૃત્તિને ત્યજી શકતો નથી. હિંસાથી નખ ખરડાયેલા છે. તેથી દુનિયાના કોઈને કોઈ ખૂણે યુદ્ધ અને ખૂનામરકી ચાલુ રહે છે. ‘હું એમને અહિંસાનો પ્રેમ સંદેશ આપીશ.’ અહિંસાનો સંદેશ એ સનાતન સંદેશ છે. એ શાશ્વત જ્ઞાન છે. આ મહામૂલા જ્ઞાનને દેશની સીમાઓની પાર લઈ જવાની જરૂર છે. રહું પંથ ભૂલેલાઓને પંથ બતાવીશ. હિંસાનો માર્ગ ત્યજવા કહીશ. અહિંસા પરમ ધર્મ છે એ સમજાવીશ.' એમને વેર ને બદલે પ્રેમથી જીવતા શીખવીશ. આ સંદેશ એમને નવા માર્ગનું જ્ઞાન આપશે જીવન જીવવાની અનોખી રીતનું એમને જ્ઞાન થશે. દ્રઢ નિર્ણય કરી લીધો. પણ ફરી ખોટી ધાંધલ ધમાલ ન થાય, લોકોમાં વિરોધના જુવાળ જાગે, અને રાગ, દ્વેષ અને વેર ન વધે એ માટે પોતાના નિર્ણયનો ચૂપચાપ અમલ કરવાનું મુનિએ નકકી કર્યું. જે સ્થાન પર હતા એ સ્થાનનો ત્યાગ કરવાનું મનમાં નક્કી કરી લીધું હતું. એમને જે જરૂરી હતું તેનો ત્યાગ કર્યો. તેઓ ફક્ત ચિત્રભાનુ બન્યા. ચિત્રભાનુ એક માનવી હતા, મુક્ત હતા, સર્વસંબંધથી પર હતા. આ સમાચાર આફ્રિકા પહોચ્યાં. ત્યાં વસતા જીજ્ઞાસુ જીવો ૭. શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ Page #86 -------------------------------------------------------------------------- ________________ લાંબા સમયથી એમને આફ્રિકા બોલાવતા હતા. અનેકવાર એમણે આગ્રહભભર્યા કહેણ મોકલ્યાં હતાં કે આપ અહીં આવો. અહીં હંમેશ માટે વસવાટ કરો. અને અમારી આધ્યાત્મિક જ્ઞાન પામવાની તૃષાને શાંત કરો. એમને લાગ્યું કે આફ્રિકા જવાનો સમય પાકી ગયો છે. ચિત્રભાનુજીએ હેગમાં વર્લડ વેજીટેરીયન કોન્ફરન્સમાં ભાગ લેવા અને મહાવીર સંદેશને આફ્રિકામાં ગુંજતો કરવા હેગ જવાનું નકકી કર્યું. હવે એમનું મન સાગરની જેમ ઘુઘવતું હતું. જે બીજ છ સાત વરસથી મનમાં ફૂટ્યું હતું એ બીજ વિકાસ પામવા મથતુ હતું. પણ ચિત્રભાનુએ બીજનો વિકાસ ન થાય એ ઈચ્છતા હતા. એ બીજને ત્યાં જ રોપી રાખવા માગતા હતા. તોય મનોચક્ષુ સામે જે દેખાતું હતું તે સ્પષ્ટ હતું પણ અજ્ઞાત મનમાં ભંડારી દીધું હતું. એ બીજ તો દરિયાની જોરદાર ભરતીમાં તણાઈ ગયું હતું. હવે તો . ભરતીના મોજા ઉછળી ઉછળીને આકાશે આંબવા મથતા હતા. કોલેજ જીવનમાં ઉષા મળી હતી. એ ઉષાને ચિતાના પ્રકાશમાં સળગતી જોઈ હતી. એ પ્રેમ પ્રકાશ રાખના ઢગલારૂપે જોયો હતો. હતો. ખોબો ભરીને પ્રેમ આપવો હતો. ખોબો ભરીને પ્રેમ પામવો મળી હતી મુઠ્ઠીભર સ્નેહની ભસ્મ. શું ભસ્મ ફરી કદી પ્રેમનું રૂપ લઈ શકે? એનો જવાબ છે ના, એનો જવાબ છે હા. ઉષાનું દર્શન થવાનું ન હતું. પ્રમોદા શાહ પ્રેમરૂપે અવતરી હતી. એ મારો પ્રેમ હતી. એને જોઈ ત્યારથી મનમાં અવનવી લાગણીઓ જાગતી હતા. મનની સર્વ શક્તિ વિરમી જતી, નાશ પામતી અને ફક્ત પ્રેમ શાન્નિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ ૭૯ Page #87 -------------------------------------------------------------------------- ________________ શક્તિ જીવંત રહેતી. એ જ્ઞાન પામવા આવી હતી. એને જોઈ તેજ દિવસે હૃદયમાં તોડફોડ મચી હતી. હૃદમાં વિસ્ફોટના ભયંકર ભડાકા થતા હતા. ીરે ધીરે એ સ્નેહની લાગણીએ કોમળતા અને મધુરતા ધારણ કરી હતી. પણ એ મૃદુ લાગણી પોલાદી શક્તિ ધારણ કરીને મગજને છિન્ન-ભિન્ન કરવા ઈચ્છતી હતી. એ અલૌકીક, દૈવી લાગણી વ્યક્ત કરવા હૃદય પાંસળીના બંધનો તોડીને બહાર આવવા ઈચ્છતું હતું. જે કોલેજ જીવનની સખીરૂપે આવી હતી તેજ પ્રમોદા શાહ રૂપે આવી હતી. જે પ્રેમ કોલેજ જીવનમાં અનુભવ્યો હતો અને જે પ્રેમ કુદરતે ચિતામાં સળગાવી દીધો હતો એ પ્રેમ અગ્નિમાં તપીને વધુ પરિપક્વ થઈને શુદ્ધ થઈને હૃદયને કોઈ ખૂણે બેઠો હતો. એ ફરીથી જાગૃત થઈ ગયો હતો. ‘જે કર્મ ભોગવવાના છે એ કર્મ છોડવાના નથી. કર્મ ભોગવ્યા સિવાય છૂટકો નથી', પિતાના શબ્દો યાદ આવતા હતા. ‘મારા કર્મ મને એવા માર્ગે લઈ જતા હતાં જે અનુભવાતીત હતા. રૂઢીયોની પેલી પાર, વાડાઓ અને સીમાઓ તોડીને મારા કર્મ મને મહાખંડની આરપાર લઈ જનાર નીવડશે.’ એ કર્મને તાબે થવાની ઈચ્છા થતી હતી. સંસાર છોડયો હતો. ફરી સંસાર શા માટે શરૂ ન થઈ શકે? કદાચ આ સંબંધ જન્મ જન્માંતરનો હશે. એ સંબંધનો વિકાસ હશે. એ સંબંધ આનંદદાયક હશે. વળી ભોગ ભોગવાશે, કર્મ બંધન તૂટશે અને ફરી આધ્યાત્મિક પંથે પ્રયાણ કરીશ. સંસારી નહિ, સાધક બનીશ. ચિત્રભાનુ દંભી જીવન જીવવા ઈચ્છતા ન હતા તેથી એકવાર પ્રમોદા સહકુટુંબ થાણા મળવા ગયા ત્યારે એમણે પોતાનો મનોભાવ જણાવ્યો. ८० શાન્નિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ Page #88 -------------------------------------------------------------------------- ________________ - - તેણીએ પ્રથમવાર હૃદય ખોલ્યું અને સ્પષ્ટ જણાવ્યું કે જે તમે આજે કહો છો એ લાગણી હું છેલ્લા સાત વર્ષથી અનુભવી રહી છું. એના હૃદયમાં પ્રેમમય આદર હતો પણ એ લાગણી છુપાવી રાખી હતી. એ વ્યાખ્યાનમાં આવે તો છેલ્લે બેસતાં, કદી બોલ્યાં ન હતાં. પણ ડિવાઈન નોલેજ સોસાયટીનું મેગેઝીન કાઢવામાં સહાય કરતા હતાં. એમને સર્વ ચીજોનો સ્વેચ્છાએ ત્યાગ કરવો હતો. સંસારમાં રસ ન હતો. પણ બંને જણાએ મળીને જીવમાત્રની સેવા કરવાનું નક્કી બંને આત્માનું મિલન નક્કી થયું. અને ચિત્રભાનુ આફ્રિકાની સફરે ગયા. - - - ----- - - ૧ | શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું Page #89 -------------------------------------------------------------------------- ________________ જે શુદ્ધ છે તે બીજાને શુદ્ધ બનાવે છે ૧૩ ચિત્રભાનુજી લગ્ન અને પ્રેમ વિશે વિચારવા લાગ્યા. અંતે નિર્ણય કર્યો કે લગ્ન એ તો બે હદયનું જોડાણ છે. પૂર્વજન્મના સંબંધો અને પ્રણયના બંધન નો વિરામ છે. એકબીજાના સહયોગ દ્વારા જીવનને ઉર્ધ્વગામી બનાવવાનો હેતુ છે. એમના લગ્ન બે સ્નેહીઓની હાજરીમાં પ્રતિકો દ્વારા કરવામાં આવ્યાં. પ્રથમ એમણે દીપ પ્રગટાવ્યો એ ઝળહળતી જ્યોત સામે નજર કરીને એમણે નિર્ણય કર્યો કે એકબીજાના જીવનમાં પ્રકાશ પાથરીશું. જ્યોતિ શુદ્ધ છે. જે શુદ્ધ છે તે બીજાને શુદ્ધ બનાવે છે. બીજી વિધિમાં મઘમઘતો ધૂપ મહેકાવ્યો. ધુમ્રસેર સંદેશ આપે છે કે મારી જેમ ઉર્ધ્વગામી બનો. કર્મ ખપાવવા પ્રયત્ન કરો. વિશ્વ જીવનમાં સુગંધ ફેલાવજે. આ ક્ષણે જેવી સુવાસ પ્રસરી રહી છે એવી જ સુવાસ તમે તમારા કર્મ દ્વારા ફેલાવજે. ત્યાર પછી લની આપ લે કરી. ફૂલ એ સુંદરતાનું પ્રતિક છે. ફૂલે એ કોમળતાનો અવતાર છે. ફૂલ પોતાના અંત સુધી મહેકે છે. ફૂલ સંદેશ આપે છે કે તમે પણ સુંદર અને કોમળ બનજો. તમે તમારા કર્મવડે બીજાના જીવનમાં સુખ શાંતિની સુગંધ ફેલાવજો. ફૂલનું આદાનપ્રદાન પુરું થયાં પછી ભાલ પ્રદેશમાં ચંદનના તિલક કર્યા. આ તિલક તમારી પ્રજ્ઞાની ત્રીજી આંખ ખોલશે. તમે બંન્ને ડહાપણપૂર્વક વર્તજો જેથી તમારું જીવન સ્નેહના પ્રકાશથી ઉજવળ બનો. ૮૨ શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું ! Page #90 -------------------------------------------------------------------------- ________________ - - છેલ્લે એક બીજાને હાર પહેરાવવામાં આવ્યા. ક્લના હાર એ એકતાનું પ્રતિક છે. દરેક ફૂલ અનેરું છે. તે દોરાની સહાયથી એક બીજાની સાથે રહે છે. હારમાં જેમ ફલ સાથે રહે છે એમ બે મન, બે હદય અને બે આત્માએ એક બનીને સાથે રહેવાનું છે. શ્રી. ચિત્રભાનુએ ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિએ સ્વીકારેલી પૂર્ણ સાદાઈથી થઈ શકે એવા ગાંધર્વ લગ્ન કર્યા. કારણ કે ઝનૂની સ્વભાવના થોડાં જૂનવાણી, રૂઢિચુસ્ત માનવીઓનો શું પ્રતિભાવ આવશે તે તેઓ જાણતા હતા. જે સમાજ વેશને જ બેહદ મહત્ત્વ આપે છે અને જીવનભર અપ્રમાણિક કાર્ય કરે છે, સદાચારને જીવનમાંથી દેશવટો આપે છે અને શુભ કાર્યમાં માનવ સેવામાં પૈસો વાપરતો નથી એ સમાજનો સભ્ય હોવા છતાં હું જુદો છું. મારું વ્યક્તિત્વ હું માનવસેવા કરીને પૂર્ણ કરીશ. એમણે છંછેડાયેલા સમાજને તરત સમાચાર ન આપ્યા. સમય વીતશે ત્યારે જ પોતાના પગલાંને સ્વીકારી શકશે. પોતે પ્રચલિત પ્રણાલિકામાં ઘરમૂળથી ફેરફાર કરી રહ્યા હતા. સમાજ પ્રણાલિકા ભંગ સહન કરી શકશે નહિં, એવી ઉદારતાની, એ સહાનુભૂતિની આશા દંભી સમાજ પાસે રાખવી વ્યર્થ છે. પણ જો હું શુભ કર્મમાં રચ્યોપચ્યો રહીશ તો મારો જીવનપંથ મારા પ્રકાશથી ઉજજવળ બનશે.' જે સમાજથી એક ડગલું આગળ વધી જાય છે તેને લોકો વહેલા કે મોડા આવકારે છે, સન્માને છે. એમણે આફ્રિકાના જુદા જુદા દેશમાં વ્યાખ્યાનો આપ્યાં હતાં. એનો મુખ્ય સૂર મૈત્રીભાવના હતો. તેઓ વ્યાખ્યાનમાં કહેતા, “આજે આ દુનિયાને સૌથી વધુ જરૂર છે મિત્રતાની, મિત્રતા એટલે નિ:સ્વાર્થ સ્નેહ. મૈત્રી એ એવો સંબંધ છે કે જ્યાં શાંતિ અને સંતોષ મળે છે. મિત્રતા શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રા ચિત્રભાનું Page #91 -------------------------------------------------------------------------- ________________ એટલે પૂર્ણવિશ્વાસ. બે મિત્રો કદી એકબીજાની હરીફાઈ કરશે નહિ. હરીફાઈ રહિત સમાજમાં ઈર્ષા અને વેર રહી શકતા નથી. ચિત્રભાનુજીના વ્યાખ્યાનમાં કાળા અને ધોળા માનવીઓ આવતા હતા. તેઓ કહેતા, ‘પશ્ચિમ પાસે સાધન સગવડતા છે પણ જીવનનો માર્ગદર્શક પંથ નથી. ફકત ભૌતિક સુખ સમૃદ્ધિ મનને શાંતિ આપી શકતું નથી. પૂર્વ પાસે આદ્યાત્મિક વારસો છે જે સંતોષપૂર્વક જીવતા શીખવીને આત્માનો વિકાસ સાધવા માર્ગ બતાવે છે. પણ પૂર્વ પાસે જીવનની પ્રાથમિક જરૂરિયાત પૂરી કરવાના સાધનો નથી. જો પૂર્વ અને પશ્ચિમ એક બનશે તો બંને એક બીજાના પૂરક બનશે. એમણે હેગમાં વેજીટેરિયન કોન્ફરન્સમાં હાજરી આપી હતી. એમણે હેગમાં કહ્યુ હતું, ‘જીવન જીવવા માટે ખોરાક જરૂરી છે. ખોરાક વિના દેહ ટકતો નથી. પણ જેને ઉર્ધ્વગામી જીવન માર્ગે જવું છે, આત્માનો વિકાસ કરવો છે એમને શાકાહારી ખોરાક લેવો જોઈએ. “જે દેહ હિંસા કરીને મેળવેલ ખોરાકથી પોષણ પામે છે એનું મન કદી અહિંસક વિચારોનું કેન્દ્ર બનશે નહિં. લોહી રેડીને મેળવેલ ખોરાક ઉમદા વિચારોનું સંગ્રહસ્થાન બની શકે નહિ. માંસાહારી માનવીનું મન તામસી બને છે.” ‘શાકાહારી ખોરાક લેનાર માનવી પૂર્ણ તંદુરસ્તી પ્રાપ્ત કરી શકે છે.” “વળી કુદરતે માનવીને બીજા જીવો કરતાં ઉચ્ચ સ્થાને મુક્યા છે, પાટવી કુંવરની ફરજ છે કે પોતાના સૌ નાના બંધુઓની સારસંભાળ રાખે તેથી એણે જીવમાત્રનું અને જેમાં જીવન છે એ વનસ્પતિનું પણ રક્ષણ કરવું જોઈએ. ‘પોતાના ખોરાક માટે જે માનવી પ્રાણીને મારે છે એજ માનવી ધન કે જમીન માટે ખૂન કરતાં અચકાતો નથી, કારણ કે લોહી રેડવામાં એને દુઃખ થતું નથી.” - ८४ શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ | Page #92 -------------------------------------------------------------------------- ________________ ‘હિંસા દ્વારા હિંસા વધે છે તેથી હિંસાનો ત્યાગ કરવો જોઈએ.' હેગમાં ચિત્રભાનુએ કહ્યું કે આપણે થોડા માનવીને શાકાહારી બનાવી શકીશું તો આપણી કોન્ફરન્સ સફળ થઈ ગણાશે. સમય વીતતો ગયો. ચિત્રભાનુ દુનિયા ખૂંદવા લાગ્યા હતા. જીવનમાં સાદાઈનો ત્યાગ કર્યો ન હતો. સફેદ કપડાંનો ત્યાગ કર્યો ન હતો. નવું જીવન શરૂ થયું હતું. વળી તેમને આધ્યાત્મિક પરિષદનું આમંત્રણ આવ્યું અને તેઓ અમેરીકા ગયા. આ પરિષદમાં ધર્મપુરૂષો, સાધુ સંતો, યહૂદી ગુરુઓ અને પોતાની જાતને શોધનાર માનવીઓ હતા. આ પરિષદ આત્મજ્ઞાન મેળવનાર માનવીઓનો મેળો હતો. બારબાર ધર્મના ધર્મપ્રેમીઓ અહીં એકઠા થયા હતા. આ પરિષદમાં એમણે કહ્યું : “એક બાગમાં ઉગેલા અનેક ફૂલ એ છે ધર્મ.' “ખાતર એક, પાણી એક અને એકજ ભૂમિમાં ફૂલો ઊગે છે તોય કોઈ લાલ રંગનું હોય છે, કોઈ પીળું, સફેદ વગેરે રંગના હોય છે. દરેક ફૂલની શોભા નિરાળી છે. એક ક્લની ખૂબૂ બીજા કરતાં ચઢિયાતી છે.' દરેક સુગંધ માનવીને મસ્ત બનાવે છે.' ધર્મ માનવીને યોગ્ય માર્ગ દેખાડે છે.' ચિત્રભાનુજીનું વ્યાખ્યાન સાંભળીને પરદેશીઓ પૂછતાં કે કર્મ છે શું, પુનર્જન્મ છે કે નહિ અને મુક્તિ કેવી રીતે મળે?' તેઓ આ પરદેશીઓના મનનું સમાધાન થાય એ રીતે એમણે સમજાવતા. અહીંથી પ્રમોદા શાહ શિકાગો ગયા. અહીં બે પાંચ ઝનૂનીઓએ એમની પર એસિડ બલ્બ ફેંકવાનો પ્રયત્ન કર્યો હતો તેથી તેઓ ચૂપકીદીથી ચિકાગો પહોંચી ગયા. અહીં ચિત્રભાનુજી રાહ જોતાં ક પ મ ર - - - શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ ૮૫ Page #93 -------------------------------------------------------------------------- ________________ હતાં. ચારેક મહિના પછીનું એ મધુર મિલન હતું. આ ચાર મહિનામાં આંતર અને બાહ્ય ફેરફાર થયા હતા. જીવન સ્થિર બન્યું હતું. અને પ્રમોદા માતૃપદ પામ્યા. રાજીવનો જન્મ થયો. જાણે એક સ્વપ્ન ફળ્યું. હવે અમેરીકામાં તેઓ એક અમેરીકન સજ્જનને ત્યાં રહેવા લાગ્યા અને ધર્મપ્રચાર કરવા લાગ્યા. અહીં પ્રાણાયામ શીખવતાં, જૈન યોગ ભણાવતા અને જૈન તત્વજ્ઞાનનું ભાથુ એમના શિષ્યોને આપતાં હતા. ત્યારે ભારતમાંથી એમને આમંત્રણ આવ્યું. ભારતમાં ચોપાટી પર સર્વધર્મના ધર્મપુરૂષો એકઠા થઈને વિશાળ રેલીને સંબોધવાના હતા. એ સભાનું પ્રમુખપદ સ્વીકારવા ચિત્રભાનુ પર સંદેશ આવ્યો હતો. ચિત્રભાનુજીએ ડિવાઈન નોલેજ સોસાયટીને જણાવ્યું કે મારો પરદેશ આવવાનો હેતુ, મારું કાર્ય મારી નજરે અને મારી ભાવનાને આધારે મૂલવો પછી મને તેડાવજો. હું આવીશ. પણ એમણે જાણ્યું કે પોતે ભારત છોડવા તૈયાર થયા ત્યારે જે વિરોધ હતો તે શાંત થઈ ગયો છે. ઉગ્ર વિરોધીઓ પણ કૂણા પડી ગયા છે. એમના પ્રવાસે વિશ્વમાં નવી અહિંસાની ભાવના જગાડી. ૮૬ શાન્નિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ Page #94 -------------------------------------------------------------------------- ________________ વીતેલી ક્ષણ કદી આવતી નથી ૧૪ દસ વર્ષ સુધી એક ધાર્યા અહિંસાના પ્રચાર અને પ્રવાસની પ્રવૃત્તિ વધી જતાં, ચિત્રભાનુજીએ સેન્ડીએગોના સાગર કિનારે એક મહિનો સંપૂર્ણ નિવૃત્તિ લીધી. આ ઉપાસના હતી સ્વમાં રમવાની વેળા હતી. ચિત્રભાનુજી સવાર-સાંજ કલાકો સુધી સાગરની ચેત રેતી પર ચાલ્યા જતા. વિશાળ સાગર તરંગોનો નાદ સાંભળતા અને મૌનની મસ્તી માણતા. શાન્ત વાતાવરણ હતું. નિર્મળ નીર હતાં, નિસર્ગનું સૌન્દર્ય હતું આ મનોહર પ્રકૃતિમાં એમનું ચિત્ત પ્રસન્નતાથી ખીલી ઉઠ્યું. મૌનથી વાણી શુદ્ધ થઈ. સંયમના તપથી ઈન્દ્રિયો નિર્મળ થઈ. ધ્યાનથી ચિત્ત ઉજ્જવળ થયુ. કોઈ નવી જ અનૂભૂતિ થઈ. તનમનની સ્વસ્થતા સાથે એ પાછા ન્યુયોર્ક આવ્યા. ચિત્રભાનુજીએ એક નવો નિર્ણય કર્યો અને એ નિર્ણય જાહેર પણ કર્યો કે, હવે હું એક ધર્મ, એક જ્ઞાતિ, એક પ્રાંત કે એક દેશનો વતની નથી.' હું દુનિયાનો મુક્ત મુસાફર છું અને વિશ્વ એ મારું ઘર છે.' અને મારા ઘરમાં જે જ્ઞાન મને મળ્યું છે, જે ધર્મ ગળથુથીમાં મેં ગળે ઊતાર્યો છે એ જૈનધર્મમાં જે સનાતન સત્યો છે એને દુનિયામાં હું વહેતા મૂકનાર માનવી છું.' મારે અહિંસાનો સંદેશ બ્રહ્માંડમાં પહોંચાડવો છે.' ચિત્રભાનુજીએ ચોપાટી પર ભરનારી સર્વધર્મ સભાનું પ્રભુખપદ સ્વીકાર્યું અને ભારત આવ્યા. અહીં વ્યાખ્યાન આપ્યું : અનેક શુભેચ્છકોને મળ્યા અને તેઓ ન્યુયોર્ક પહોંચી ગયા. હવે એમણે ન્યુયોર્કમાં વસવાટ શરૂ કર્યો હતો. શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું Page #95 -------------------------------------------------------------------------- ________________ તેઓ રોજ વહેલી સવારે ફરવા નીકળતા. તેઓ નવપ્રભાતને હર્ષભેર આવકારતા, ઉષાને વધાવતા અને પ્રભાતના કોમળ પ્રકાશને તેઓ માનથી જોતા હતાં. તેમને વિચાર આવતો, ‘જીવન એ ચમત્કાર છે. રાતે ઘસઘસાટ ઊંઘી જવું અને સવારે પ્રફુલ્લ મને જાગૃત થવું એ ચમત્કાર છે.” સુષુપ્તિ અને જાગૃતિ એ અભૂત અનેરો અનુભવ છે. ‘આ ક્ષણે હું જાગૃત છું. આ ક્ષણ મારા માટે સુવર્ણમુદ્રા છે. આ ક્ષણ વીતશે. વીતેલી ક્ષણ ફરી કદી આવતી નથી. ક્ષણમાત્ર અમૂલ્ય છે તેથી હું પ્રમાદ કરીશ નહિ.' ‘મારે ભૂતકાળ નથી.' વર્તમાનમાં હું જીવું છું. મારે વર્તમાનનો ઉપયોગ કરવો છે. કળાકાર જેમ આંગળિઓ વડે કલાને ઘાટ આપે છે એમ મારે સુખશાંતિ ઈચ્છતી માનવજાતને ઘાટ આપવાનો છે.' વર્તમાન ભવિષ્યને જન્મ આપે છે પણ ભવિષ્ય મારું નથી.' ‘આ ક્ષણ સરકી જાય ત્યાં સુધી મારી છે. આજનો દિવસ રળિયામણો છે.” એ દિવસની ક્ષણ ક્ષણનો મારે ઉપયોગ કરવાનો છે. સ્થિર પગથી ચાલવાનું છે. મન મકકમ બનાવવાનું છે. હવે આ ભૂમિ મારું પ્લેટફોર્મ છે, મંચ છે. એ મંચ પરથી હું સતત સત્ય અને અહિંસાના સનાતન મૂલ્યો વિશે કહીશ.” ન્યોયોર્કમાં તેઓ ધ્યાન ધરતા શીખવતાં. જૈન યોગ વિશે જ્ઞાન આપતાં. એમની પ્રવૃત્તિઓ જોઈને એકવાર ન્યુયોર્ક ટાઈમ્સ લખ્યું હતું. ‘તે શ્રદ્ધાના દ્વાર ખોલીને સ્વચ્છ હવાને હૃદયમાં દાખલ કરી દે છે.' ન્યુયોર્કમાં એમની પ્રવૃત્તિનો વિકાસ થઈ રહ્યો હતો. તેઓ રોજ વ્યાખ્યાન આપતા હતા. પરદેશીઓને જીવમાત્ર તરફ આદર રાખવાનું કહેતા હતા. જુદા જુદા મંડળો અને દુનિયાના જુદા જુદા ધર્મસ્થાનકોમાં ચિત્રભાનુ વ્યાખ્યાન આપવા જતા હતા. ન્યુયોર્ક યુનિવર્સિટીમાં પૂર્વની શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું Page #96 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃતિ, ધર્મ અને ધર્મનું જીવનમાં સ્થાન વિશે અભ્યાસ કરાવવાનો હતો. - પોતાની પ્રવૃત્તિનો વ્યાપ વધારવા એમણે ઘરે ઘરે જઈને વ્યાખ્યાનો આપવાનું શરૂ કર્યું. જેના ઘરે વ્યાખ્યાન હોય એના ઘરે એ બીજા સ્નેહી, સંબંધીઓને બોલાવતા અને ફક્ત શાકાહારી ભોજન સૌને જમવા મળતું. એમના સંબંધો વધતા ગયા. અનેક પરદેશીઓ સાથે ગાઢ સંપર્કની સ્થાપના થઈ. એ સૌ જૈન ધર્મમાં ઊંડો રસ લેવા લાગ્યા. તેથી એમણે એક સંસ્થાની શરૂઆત કરી જેમાં જૈન તત્વજ્ઞાનનું જ્ઞાન આપવાનું શરૂ કર્યું. અહીં અઠવાડિયામાં ત્રણ કે ચાર વ્યાખ્યાન ગોઠવવામાં આવતાં હતા. જીજ્ઞાસુઓની સંખ્યા વધતી ગઈ. બીજા શિષ્યો પણ ધ્યાન કેંદ્ર ચલાવવા લાગ્યા. આ રીતે જૈન મેડિટેશન ઈન્ટરનેશનલ સેન્ટરની શરૂઆત થઈ. આ ધ્યાન સેંટર પરદેશીઓ માટે આકર્ષણના કેન્દ્ર બની રહ્યા હતા. જીવનમાં પહેલીવાર આ કેન્દ્ર એમને એમના અંતરમાં ડોકિયું કરતાં શીખવતાં હતાં. પોતાની જાતને ઓળખવાની તક અહીં મળતી હતી. અને ભૌતિક સુખમાંથી જે શાંતિ ગોરા માનવીઓ મેળવી શક્યા ન હતાં એ અખંડ શાંતિનો અનુભવ ધ્યાન વડે મળતો હતો. ધ્યાનમગ્ન શિષ્ય ભૂતકાળને ભૂલી જતો હતો. જેને ભવિષ્યનો ડર લાગતો હતો તે એ ડરમુક્ત બનતો હતો એ વર્તમાનમાં આનંદવિભોર બની જતો હતો. અહીં જીવનનો મર્મ જાણવાની એમના માટે તક હતી. આ કેન્દ્રમાં આવીને અનેકના જીવનમાં પરિવર્તન થયું હતું તેથી એ કેન્દ્રની કીર્તિ ફેલાવા લાગી જેથી અમેરિકામાં અનેક પ્રાંતોમાં ચિત્રભાનુના વ્યાખ્યાનો ગોઠવાવા લાગ્યા. તેઓ કહેતાં, દુઃખ દૂર કરવાનું ક્ષણ માત્રમાં શક્ય નથી. નદી કિનારાનો પથ્થર જેમ ધીરે ધીરે ઘસાઈને સુંવાળો બને છે એમ ધ્યાન વડે ધીરે ધીરે સર્વ દુ:ખની સ્મૃતિ દૂર થઈ જાય છે અને ફક્ત સુખનો જ અનુભવ થાય છે.” શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રા ચિત્રભાનુ ૮૯ Page #97 -------------------------------------------------------------------------- ________________ નાન ધ્યાન કેન્દ્ર એટલે વેદનાની જગ્યાએ આનંદનું આગમન. અપરિગ્રહ વિશે શીખવીને મનને દરેક સ્થિતિમાં શાંત રાખી શકાય એવું જ્ઞાન આપવામાં આવતું હતું.' ધીરે ધીરે અમેરિકામાં ઘણા ધ્યાન કેન્દ્રોની સ્થાપના થઈ. પરદેશીઓ જૈન ધર્મના મંત્રો બોલવા લાગ્યા. એમનો ધર્મરસ જોઈને ચિત્રભાનુએ એમને ભારતના તીર્થધામોની જાત્રા કરાવવાનું નક્કી કર્યું. તેઓ દર વરસે થોડા પરદેશીઓને લઈને તીર્થધામમાં જાય છે ત્યારે પરદેશીઓ એક અવાજે કહે છે, “આ શત્રુંજય પર્વત પર આવેલ મંદિરોનું પવિત્ર નગર, આબુના દેલવાડાનાં દેરાસરના દર્શન કે રાણકપુરના મંદિરને જોતાં જ અમે કોઈ અનહદ આનંદાનુભૂતિમાં ગરક થઈ જઈએ છીએ.” એવી આનંદાનુભૂતિ પશ્ચિમમાં કદી મળવી શક્ય ન હતી.' એકવાર આબુ પર્વત પર એક માનવીએ નિર્દોષતાથી પ્રશ્ન કર્યો, ‘તમે શા માટે પરદેશ ગયા હતાં?’ ‘પરદેશીઓને અહીં ઘરે લાવવા માટે.' ઉત્તર સાંભળીને પેલો માનવી ખુશ થઈ ગયો હતો. ધ્યાન કેન્દ્રનો વ્યાપ વધતો ગયો ત્યારે એમાં શાકાહાર વિશે પણ જ્ઞાન આપવાનું શરૂ કર્યું અને શાકાહારનો પ્રચાર શરૂ કર્યો. એને લીધે જુદા જુદા દેશોમાં અનેક લોકોએ શાકાહાર શરૂ કર્યો છે. ચિત્રભાનું કહે છે, “દુનિયામાં કદી ન હતી એટલી સ્નેહની, મિત્રતાની અને ધર્મની જરૂરત છે. આપણે દુનિયાને પ્રેમનો સંદેશ આપવાનો છે કે દ્વેષનો એ આપણે નક્કી કરવાનું છે.’ ‘આપણે શાંતિ જોઈએ છે કે યુદ્ધ એ આપણે વિચારવાનું છે.' ‘જો યુદ્ધથી બચવું હશે, વેરનો ત્યાગ કરવો હશે તો આપણે જીવમાત્રનો આદર કરતાં શીખવું પડશે.' ફક્ત અહિંસા દ્વારા જ આ દુનિયાને સુખશાંતિના માર્ગે લઈ જઈ શકાશે’ (સંપૂર્ણ) ૯૦ શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ Page #98 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રી ચિત્રભાનુજી લિખિત ગુજરાતી અને અંગ્રેજી પુસ્તકો... 0 ધર્મજીવનના અજવાળા 0 જીવન માંગલ્ય સાધનાનું સૌન્દર્ય પ્રતિબિંબ 30 દિવસની, 3) વાતો પ્રતિબિંબ (હિન્દી) બંધન અને મુક્તિ 0 જડ ચેતનનું ભેદજ્ઞાન Realize What You Are (Published in New York). Psychology of Enlightenment (Published in New york) Twelve Facets of Reality (Published in New York) Man With A Vision Philosophy of Soul and Matter Ten Days Journey Into Self Bondage and Freedom Reflections O parable a Day 0 0 Prined By : Sagar Art Graphics 2-C-42, 301, Shantinagar, Meera Road, (Bombay). Pin : 401107