________________
ધમસાણ મચાવતા.
. એમણે ગુરૂને પૂછયું, હું શું કરું ગરૂજી, મન અસ્વસ્થ રહે છે. ધ્યાનમાં બેસું છું પણ ચિત્ત શાંત થતું નથી. કોઈવાર મનમાં શેતાની વિચારો આવે છે. મને લાગે છે કે હું મારા મન પરથી કાબૂ ગુમાવી દઈશ, રાતે ભાતભાતનાં સ્વપ્ન મારી નિંદ હરામ
કરે છે?'
ગુરૂએ શ્વેત સ્મિત આપ્યું, પ્રસન્ન નજરે જોયું અને કહ્યું તારી જિજ્ઞાસા અને તારી હિંમત માટે માન થાય છે. તે અંતર પડદો ખોલ્યો એ સારું કર્યું. તું જે અનુભવી રહ્યો છે એ સૌ કોઈ અનુભવતું હોય છે. આ શક્ય છે. ઈચ્છાને નાથવી સહેલી નથી. એક ઈચ્છા પર કાબૂ મેળવીશ ત્યારે બીજી ઈચ્છા જાગૃત થશે. ચંચળતા એ મનનો સ્વભાવ છે પણ નિરાશ ન થા. એ મન પર કાબૂ મેળવી શકીશ, એ મુશ્કેલ છે પણ અશક્ય નથી.'
હું પ્રયત્ન તો કરું છું. પણ ગઈકાલને વિસરી શકતો નતી. સંસાર અને સંસાર પંથે મળેલા સાથીઓ અને સ્નેહીઓ યાદ આવે છે. એમની યાદોથી હું સુખ કે દુ:ખ અનુભવું છું.'
‘આ તો એક ટેવ છે. તું મકકમ બનશે તો એ ટેવ ચાલી જશે. તું જે સુખ દુઃખની લાગણી અનુભવે છે એ લાગણી તો તને સહાય કરવા આવે છે. એ દ્વારા જ તારે જે પામવું છે તે પામી શકીશ.”
ગુરૂની શીખને હૈયામાં ઉતારીને મુનિ મનને એકાગ્ર કરવા પ્રયત્ન કરવા લાગ્યા. ધ્યાન વડે દેહ મનની સર્વશક્તિ જાગ્રત કરીને મનમાં રહેલા સર્વ સંતાપ અને નિરાશાને હાંકી કાઢતા હતા.
વાત કરતા ત્રણ મહિના વીતી ગયા.
છોગાલાલ દુકાને બેસતા પણ એમનો જીવ વેપારમાં ન હતો. એ ઘરમાં રહેતા પણ ઘરની દીવાલો એમને ગુંગળાવતી હતી.
છોગાલાલને સંસાર ખારો લાગતો હતો. તેઓ સાધુવેશમાં શોભતા પોતાના સંસારી પુત્ર પાસે આવ્યા.
૩૦
શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org