________________
વળી મન શાંત થતું.
એક ગામથી બીજે ગામ ચાલીને જવું, દેહને ટકાવવા ગોચરી માટે નીકળવું, બધા પદાર્થ એકઠાં કરીને ખાવા જેથી સ્વાદનો મોહ ન રહે અને ધર્મધ્યાન કરવું.
આ સર્વ પ્રવૃત્તિઓ હોવા છતાં પોતાની સાથે રહી શકાતું હતું. હવે ઘર, કુટુંબ, વેપાર અને સર્વ ચીજોનો ત્યાગ કર્યો હોવાથી મન હવામાં ખરતાં પીંછા જેવી હળવાશ અનુભવતું હતું.
તાંય કોઈવાર ભૂતકાળ બોજો બનીને મનમાં દાખલ થઈ જતો હતો. ભૂતકાળની યાદો પીછો છોડતી નહી અને કોઈ અજાણ્યા ડરથી મન ભરાઈ જતું હતું.
મુનિ ચંદ્રપ્રભસાગરજીને લાગતું કે મૃત્યુ ગમે ત્યારે તેનો પંજો મારી પર ફેલાવશે. એના પંજામાંથી બચવાનું શક્ય નથી.
પણ મૃત્યુ પછી હું ક્યાં જઈશ?' આ વિચાર આવ્યો. મૃત્યુનો ડર ઘેરી વળતો!
વળી વિચાર આવતો કે હું બચપણથી માનતો આવ્યો છું કે હું બહાદુર અને નિર્ભય છે. હવે મને લાગે છે કે એ આત્મવંચના હતી. હું મારી જાતને છેતરતો હતો.
સઘળા ડરનું મૂળ મૃત્યુ છે. મૃત્યુનો ડર હું જીતી શક્યો નથી.
કોઈવાર એમની પર નિરાશા સવાર થતી. ગુસ્સો ચડતો. પોતે ઉપેક્ષિત હોય એવી લાગણી જાગતી અને સર્વ કાર્યમાં નિર્થકતા ભાસતી.
મન જાતજાતના પલટા લેતું હતું. એવો વિચાર આવતો કે સંસારમાં હું મુક્ત હતો. જ્યાં જવું હોય ત્યાં જઈ શકતો હતો. અહીં તો ગુરૂની આજ્ઞા સિવાય ડગલું ભરવાનું ન હતું. '
ગુરૂ પૂછતાં, ક્યાં જવું છે, શા માટે જવું છે, કેટલા સમયમાં આવશો?’
આ રીતે મનમાં યોગ્ય અને અયોગ્ય, સારા અને બૂરા વિચારો
શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રશ્ન ચિત્રભાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org