________________
જાણે પથ્થર મીણ બની ગયો. એની આંખોમાં ઝળઝળિયાં આવ્યાં. એણે પોતાનું હૃદય ખોલ્યું.
એ દર્દમય અવાજે બોલ્યો. હું જ્યારે જેલમાં હતો ત્યારે મારી પ્રપૌત્રી મરણ પથારીએ પડી હતી. એની ગંભીર માંદગીના મને સમાચાર મળ્યા અને હું દુ:ખી દુ:ખી થઈ ગયો. મને મારી લાડકીનો અવાજ સંભળાવા લાગ્યો, ‘દાદા, તમે ક્યાં ગયા છો, દાદા તમે ક્યાં છો?' મારું મન એને મળવા તલસતું હતું. મેં રજા માગી પણ મને જેલવાળાઓએ રજા ન આપી. મારા મનમાં આગ લાગી અને ત્યારથી હું આજે જે છે તે બન્યો છું. મને માણસો માટે કે આ સમાજ માટે લાગણી નથી. તો ય આ જીવનથી હું થાક્યો છું. મારે હવે લોકોને લૂટવા નથી, ત્રાસ આપવો નથી કે એમને ઢોર માર મારવો નથી. હું થાક્યો છું. મને શાંતિ જોઈએ છે.”
મુનિએ એને નવું જીવન શરૂ કરવા સમજાવ્યો. એ ગામના ઠાકોર શ્રી પીરભાને કહીને એને ગામના રખેવાલની નોકરી અપાવી. વળી ખેતરોનું રખોપું કરવા કામે લગાડયો.
ચિત્રભાનુને એમના જીવન પંથ પર ખાનદાન, સજન અને સંસ્કારી માનવીઓ મળતાં હતાં. જેમનું હૃદય વિશાલ હતું. જેમને પોતાની ઉન્નતિમાં રસ હતો.
એમને ટૂંકા મનના માનવીઓ પણ મળતા હતા. આવા માનવીઓ પોતાના ઉચ્ચકુળ અને ઉચ્ચ જ્ઞાતિના અભિમાનમાં રાચતા હતા. આ વિચારધારાને લીધે નાતજાતની દીવાલ ઊંચી બનતી હતી. ઉચ્ચનીચના ભેદ વધી રહ્યા હતા. માનવી માત્ર અને ઈશ્વર છે એ સ્વીકારવા ઘણા તૈયાર ન હતા.
દરેક માનવીને માનવ તરીકે જીવવાનો અધિકાર છે,’ મુનિ વિચારતા હતા.
મુનિએ આવા માનવીઓ માટે એક વ્યાખ્યાન આપ્યું. એ વિચારો આગમમાં ઉત્તરાધ્યાયન સૂત્રમાં છે. આ સૂત્રમાં બ્રાહ્મણ
૪૮
શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રા ચિત્રભાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org