________________
આંખોવાળો અસવાર વ્યાખ્યાન સ્થાન પાસે આવ્યો. અસવારે થોડો સમય મુનિનું વ્યાખ્યાન સાંભળ્યું. એની કાતિલ નજર ચારેબાજુ ફેરવી અને અસવારે ઘોડો મારી મૂક્યો. - ભલાભોળા ગ્રામજનોના હૃદય ધડકતાં હતાં કારણ કે એ માથા ફરેલ માનવી જીવો રેવાળ હતો. એણે ચારે બાજુ એના દૂર કમ દ્વારા આતંક ફેલાવ્યો હતો.
પણ મુનિની સ્વસ્થ અને શાંત વાણી સાંભળી થોડીવારમાં ભય દૂર થયો અને વાતાવરણ શાંત બન્યું.
એકાદ દિવસ પછી મુનિ વિહાર કરીને બીજે જતા હતા. એક ટેકરી પરથી મુનિ જતા હતાં ત્યાં અચાનક જીવો રેવાળ દેખાયો. એની સાથે એનો શિકારી કૂતરો હતો.
એ અટક્યો. મુનિ સામે જોયું. જરા નમ્યો. મુનિ એની સામે સ્થિર નજરે જોઈ રહ્યા હતા. તેઓ હસ્યા અને આશીર્વાદ આપ્યા. અને પૂછયું, ‘ભાઈ, કાલે તને જોયો હતો. આજે તું મળ્યો. કહે, તું કેમ છે?'
‘તમે મને ઓળખતા નથી. મારું નામ જીવો રેવાળ છે. મારું નામ પડે ત્યાં આ આખો પંથક થરથર કાંપે છે.'
એનાથી તને શું લાભ?’ મુનિએ પૂછયું અને તેઓ ચાલવા લાગ્યા. જીવો એમની સાથે ચાલતો હતો. તેઓ વડ નીચે અટક્યા.
કહે તો, તું લુંટફાટ કરે છે. મારામારી કરે છે મને કેમ કંઈ ન કર્યું?'
હું જાણું છું. સાહેબ, આ કામથી મને લાભ નથી તો ય હું એ કરું છું. સંત મહાત્મા પાસે જૂહું શા માટે બોલવું? તેથી કહું છું કે તમે કોઈનું બુરું કરતાં નથી તેથી મેં તમારું બુરું કર્યું નથી.'
ચિત્રભાનુએ એને વેર ભાવનાનો ત્યાગ કરવા સમજાવ્યું. આ અપકર્મો મરણ પછી પણ એની સાથે આવશે એ વિશે કહીને કર્મ આત્માને કેવી રીતે વળગે છે તે કહ્યું.
૪૭
શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org