SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ય અહિંસા અને મૈત્રીભાવ એ મુનિનો મુઢા લેખ હતો ચિત્રભાનુ પોતાના અનુભવો વ્યાખ્યાનોમાં કહેતા હતા. બોધ આપતા હતા. લોકોના જીવનમાં પરિવર્તન લાવવા પ્રયત્ન કરતા હતા. - તેઓ કહેતા કે એક એક માનવી સાથે મૈત્રી બાંધો. એમનામાં પણ આત્મા વસે છે. એ પણ તમારી જેમ જ પ્રભુનું સંતાન છે. સત્યનો ત્યાગ કરશો નહિ. અહિંસાને તમારું જીવન ધ્યેય બનાવજો. સત્ય, અહિંસા અને મૈત્રીભાવ એ મુનિનો મુદ્રાલેખ હતો. એ મુદ્રાલેખને માનવ હૃદયમાં ઉતારવા સતત પ્રયત્નશીલ રહેતા હતા. તેઓ જાણતા હતા કે ભારતીય સમાજમાં નાતજાતના પાયા બહુ જ મજબૂત છે. કોને સ્પર્શ કરાય અને કોને અડવાથી અપવિત્ર થઈ જવાય એ માન્યતા કડક રીતે અમલમાં મૂકવામાં આવે છે. જે હંમેશા પવિત્ર છે એ જળ કોના ઘરેથી પીવાય અને કોના ઘરના ગોળાનું પાણી ન પીવાય એ પણ નકકી કરવામાં આવ્યું છે. મુનિ આ ઊંચ-નીચના ભેદ પર જોરદાર શબ્દોથી પ્રહાર કરતા હતા. તેઓ સમજાવતા કે જૈન દર્શનમાં નાતજાત અને સ્ત્રી પુરુષનાં ભેદ નથી. માનવમાત્ર એક છે. સ્ત્રીઓને પણ મોક્ષ મળી શકે છે. તેઓ દસાડામાં હતા. ચોરા પાસે એમનું વ્યાખ્યાન ચાલુ હતું. ગામમાં શાંતિ હતી. એ શાંતિને ચીરતો ડાબલાનો અવાજ આવ્યો. થોડી ક્ષણોમાં પાણીદાર ઘોડો અને મજબૂત દેહ તથા મારકણી ૪૬ શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001805
Book TitleShantipathno Yatri Swapnadrushta Chitrabhanu
Original Sutra AuthorN/A
AuthorClare Rosenfield
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy