________________
મિલન થતું અને નવાનવા અનુભવો થતાં હતાં.
તેઓ દાહોદની ગાઢ ઝાડીમાંથી પસાર થતા હતા. ગામ દૂરદૂર હતાં. એકાંત હતું. વનવાસીઓની એક ટોળી એમનો રસ્તો રોકીને ઊભી રહી. એમનો હેતુ લુટ કરવાનો હતો પણ સાધુઓ પાસે કંઈ ન હતું. સાધુઓ શાંતિથી ઉભા રહીને લુંટારુઓ પર અમી નજર વરસાવતા રહ્યા.
વનવાસીઓને ભૂલ સમજાણી એમને નમન કર્યા. પગમાં પડી ગયા અને ચાલ્યા ગયા.
વળી એક નવો અનુભવ ભાવનગરમાં થયો. ચોમાસાના ચાર મહિના એક જ સ્થળે રહીને તેઓ એક રાત એક ફેકટરીના માલિકને ત્યાં રહેવા ગયા હતા. અડધીરાત વીતી ગઈ. મેડી પર સાધુઓ સૂતા હતા.
કુટુંબીજનો હતા અને ફેકટરીમાં કામ કરનાર કર્મચારીઓ પણ સૂતા હતા.
અડધીરાતે અચાનક રાડબૂમ પડી. આખું મકાન આગની જવાળાઓમાં લપેટાયું હતું.
ચિત્રભાનુ એ ભડભડતી આગમાંથી ઘણાંને ઊંચકીને બહાર લઈ આવ્યા. એમનો દેહ આગથી દાઝયો હતો. ચામડીમાં કાળી બળતરા થતી હતી.
મુનિની સારવાર શરૂ થઈ. તેઓ સૂતા હતાં. અને વિચારતા હતા, ‘એવી આગમાંથી માનવીઓને ઊંચકી ઊંચકીને હું કઈ રીતે બહાર લાવ્યો? ફરીફરી આગમાં કઈ રીતે જઈ શક્યો ? એમને સમજાયું કે આ ઈચ્છાશક્તિની તાકાત હતી. દ્રઢ મનોબળ, કેળવીને માનવી હિમાલયને ખસેડી શકે છે.'
‘આ જીવન એક ચમત્કાર છે,' વિચારતા હતાં કારણ કે ધ્યાન દ્વારા તેઓ તરત જ સાજા થઈ ગયા હતા. ઈચ્છાશક્તિ એક મહાન બળ છે.
શાન્નિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ
Jain Education International
For Private & Personal Use Only
૪૫
www.jainelibrary.org