________________
‘ગુરૂજી, આ તો પ્રેમની શક્તિ છે, હવે તો હું એને મારો પુત્ર
માનું છું.”
ચિત્રભાનુને આ અભણ વનવાસીના શબ્દો સ્પર્શી ગયા.
એમને વિચાર આવ્યો, ‘જે એકબીજાનો વિશ્વાસ રાખે છે, જે એક બીજાને સ્નેહ કરે છે તેમની વચ્ચે સહજ પ્રેમ જાગે
એકવાર મુનિના દેહ પર સાપ ચડી ગયો હતો. એ સાપે એમનું નુકશાન ન કર્યું, એમને ત્યારે વિચાર આવેલ, “એક જીવથી બીજા જીવે ડરવું ન જોઈએ. જીવમાત્ર સ્વભાવે માયાળુ છે.'
સ્નેહ અને માયાને લીધે પ્રાણી અને માનવ પણ મિત્રો બને છે.
રાત્રે સૂતા હોઈએ દેહ પર વજન લાગે, સળવળાટ થતો હોય અને ચાદર દૂર કરીએ ત્યારે ધબ કરતો અવાજ આવે. એ જ ક્ષણે નજર સરકતા સાપ પર નજર પડે. મુનિ માટે આ નવો અનુભવ હતો.
આ અનુભવમાંથી એક નવું જ્ઞાન મળ્યું. “સાપ ઝેરી હોય છે. સાપથી ચેતીને ચાલવું જોઈએ.”
‘પણ જે માનવીમાં માનવતાનો અંશ નથી, જે માનવી બીજાનો વિશ્વાસઘાત કરે છે એને શું કહેવો, માનવી કે સાપ?' માનવતાહીન માનવી સાપથી વધુ ભયંકર છે. સાપને છંછેડવામાં આવે તો જ ડંખ મારે છે પણ માનવી બગલમાં છુપાવેલ છૂરીનો ઉપયોગ વિના કારણે કરતો હોય છે. આવા ઘા જેના દિલ પર થાય છે એ ઘા રૂઝવવા કઠિન હોય છે.
ચિત્રભાનુના જીવનમાં થતાં એક એક અનુભવ એમને જ્ઞાનનું ભાથુ બંધાવતા હતા. એમને નવા નવા પંથ દેખાડતા હતાં.
એકવાર તેઓ સાત સાધુઓ સાથે વિહાર કરી રહ્યા હતા. એમની સાથે એમના સાધુ બનેલા સંસારી પિતા પણ હતા.
ગામ બદલાતા, રસ્તાઓ બદલાતા, નવા નવા માનવીઓનું
૪૪
શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International