________________
કાકા મામા -
દ્વારા જોઈ શકાય છે કે ‘બાહ્ય આધાર ઓછો કરતા જાવ. જરૂરિયાત પર જીત મેળવો. એ જ્ઞાન પૂર્ણ બનતાં શીખવે છે. ઈચ્છાઓને જીતતા શીખવે છે.
એ જ્ઞાન શીખવે છે કે જો અપેક્ષાઓ નાશ પામે તો આ દુન્યવી દર્દ અને પીડાથી પર બની જવાય છે.
એમના વ્યાખ્યાનો હૃદયમાંથી વહેતો પ્રવાહ હતો, એમાં સચ્ચાઈનો રણકો હતો. તેથી પ્રેક્ષકો મંત્રમુગ્ધ બનીને એમને સાંભળતા હતા. આ પ્રેક્ષકો સાથે સંપર્ક વધ્યો. તેઓ હદય ખોલીને મુનિ પાસે માર્ગદર્શન માગવા લાગ્યા. એમના સંપર્કને લીધે મુનિને લાગ્યું કે તેમનામાં શક્તિનો સંચાર થઈ રહ્યો છે.
ચિત્રભાનુ ખંભાત ગામમાં હતા. ત્યા યુવાનો માટે એમનું ખાસ વ્યાખ્યાન ગોઠવવામાં આવ્યું હતું.
તમારામાં હિંમતની કમી નથી કારણ કે હિંમતનું બીજુ નામ છે યુવાની. આજે યુવાની આવી છે. કાલે તે વિદાય લેશે. પછી મોતીઓનો જે ખજાનો તમારી રાહ જુએ છે એ ખજાનો મેળવવાની તમારી શકિત નહિ હોય.
આ ક્ષણ છે જ્યારે તમે જે ધારો તે કરી શકશો.
ચિત્રભાનુનો ઉપદેશ કોરો ન હતો. એમાં હકીકતો હતી. તેથી યુવાનો યુવતીઓ એમની તરફ આકર્ષાયા એમના ભક્ત બન્યા અને એમને ચાહવા લાગ્યાં.
ચિત્રભાનુ એક ગામ આવતા. વળી બીજા ગામ તરફ વિહાર કરતા હતા. તેઓ સૌરાષ્ટ્રમાં હતા. ગીરના જંગલમાંથી પસાર થતા હતા. ત્યાં એક વનવાસીનો મેળાપ થયો.
ઝૂંપડી બહાર બેઠેલ એ વનવાસી અને સિંહ વચ્ચે દોસ્તી થઈ હતી.
પેલા વનવાસીએ ચિત્રભાનુને, ઘાયલ થયેલા સિંહની પોતે સારવાર કરી, એને ખવરાવ્યું, પીવરાવ્યું અને એનામાં શક્તિ આવી ત્યાં સુધી એની સેવા કરી એ વિશે માહિતી આપી. અને કહ્યું,
શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ
૪૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org