________________
જોઈએ. જેથી માનવી માનવી વચ્ચે પ્રેમનો સેતુ કેળવાય. દરેકમાં જે શક્તિ પડી છે એનું એમને જ્ઞાન થાય.
આ કાર્ય માટે જે દીવાલો બંધનમાં બાંધતી હોય એ દીવાલોને દૂર કરવી જોઈએ. દીવાલોથી ઘેરાયેલ ઘર રક્ષણ આપી શકે છે પણ પ્રેમ નહિ. તેથી મારે તખલ્લુસ રાખીને લેખો લખવા જોઈએ. જે ઉપનામથી લેખો લખીશ તો સૌ કોઈ વાંચશે, નહિ તો ફક્ત સધર્મીઓ જ મારા લેખો વાંચશે.
એમને એમના લખાણને નાતજાત, રૂઢિ, રંગ કે કોઈ એક ધર્મના બંધનમાં બાંધી રાખવા ન હતા. તેથી પોતાનું ઉપનામ ચિત્રભાનુ રાખ્યું.
ચિત્રભાનુ લેખનદ્વારા માનવીની નિરાશા દૂર કરવા ઈચ્છતા હતા. માનવીના મન પરનાં જાળાંને વાળીઝૂડીને સાફ કરવા ઈચ્છતા હતા. અજ્ઞાનતા દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવવા ઈચ્છતા હતા.
અને માનવીના જીવનને એક નવો રાહ બતાવવાની એમની મનોકામના હતી.
આ મનોકામના પૂર્ણ કરવા એમણે સંદેશ સમાચાર પત્રમાં લેખો લખવાનું શરૂ કર્યું.
થોડા લેખો પ્રકાશિત થયા ત્યાં વાંચકોના અનેક પત્રો પ્રેસ પર આવ્યા. આ ચિત્રભાનુ છે કોણ? વાચકો લેખકને ઓળખવા અને એમને જાણવા ઉત્સુક હતાં.
અંતે એ જાહેર થયું કે આ નવી જીવનરીતિનો માર્ગ દર્શાવનાર ‘ચિત્રભાનુ” એ ખુદ ચંદ્રપ્રભસાગર મહારાજ છે.
મુનિ સતત અભ્યાસમાં રત રહેતા હતા. જેમ જેમ અભ્યાસ વધતો ગયો એમ એમની માન્યતા દ્રઢ થતી ગઈ કે હું જે જ્ઞાન મેળવી રહ્યો છું એ જ્ઞાન જીવનરસથી મૈત્રી અને પ્રેમથી ભરપૂર
આ જ્ઞાન તો માનવીના મનોભાવો અને એની અજ્ઞાત, અપ્રગટ ઈચ્છાઓને, પોતાની આંખ સામે પ્રકાશિત કરે છે. એ પ્રકાશ
૪૨
શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન સા ચિત્રભાનું For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International