________________
જીવમાત્ર સ્વભાવે માયાળુ છે
પ.
યુવાનોને આપેલ વ્યાખ્યાનમાં મુનિ ચંદ્રપ્રભસાગરજીને સફળતા મળી હતી.
ધ્યાનમાં બેસવાની એમની ટેવનો વિકાસ થઈ રહ્યો હતો. એ ટેવ દ્રઢ બની હતી. ધ્યાનથી મન પૂરેપૂરું શાંત બન્યું હતું.
જે મન એકવાર આજ્ઞા કરતું શેઠ હતું. હવે એ જ મન આજ્ઞાંકિત નોકર બન્યું હતું.
મુનિ અનુભવી રહ્યા હતા કે જે મેળવવું છે તે મેળવવા માટે ઝગડવું વ્યર્થ છે. લેવાની અપેક્ષાનો ત્યાગ કરીને જે હોય એમાંથી ઉદારતાપૂર્વક આપવું જોઈએ. આપવામાં જે આનંદ છે એ મેળવવામાં નથી.
જે હાથ આપે છે એ હાથ ઉર્ધ્વગામી છે. એમના વિચારોમાં પરિવર્તન થઈ રહ્યું હતું. આજ સુધી પોતાના ગુરુ, ગુરૂબંધુઓ અને સંસારી પિતા સાથે જે આત્મીયતા લાગતી હતી એવી જ આત્મીયતા હવે સૌ કોઈ માટે લાગતી હતી.
આ લાગણી જાગતા એમને લાગ્યું કે મારું વ્યાખ્યાન સાંભળનાર પ્રેક્ષક ગણની મર્યાદા છે. મારે તો સારા ય સમાજનું ભલું કરવું જોઈએ. એ માટે મારે શક્તિશાળી માધ્યમ સમાચાર પત્રોમાં લખવું જોઈએ. એમણે અધ્યાત્મિક સંદેશ ફેલાવતા વૃતપત્રોમાં લખવાનું શરૂ
કર્યું.
- તેઓ ઉદર્વગામી પંથે આગળ વધી રહ્યા હતા તેથી એમને વિચાર આવતા હતાં કે એક એક હૃદય એ મારું નિવાસસ્થાન છે. માનવીનું મન એ મારે મન મંદિર છે. મારે ચિન્તન અને લેખન દ્વારા લેખો લખીને એમના હૃદય અને મનને વિશાળ બનાવવું
| શાન્નિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું Jain Education International
For Private & Personal Use Only
:
www.jainelibrary.org