________________
મુનિ વારે વારે યાદ કરતાં કે હું કોણ છું હું શું છું?'
અને તેઓ શુભતત્ત્વ તરફ મનને એકાગ્ર કરતા. તેઓ માનતા કે અંતરમાં રહેલ શુભતત્ત્વ મને યોગ્ય માનવ બનાવશે.
મુનિનું જીવન જીવવા માટે જે કઠિન તાલિમ લેવી પડે છે, તપ કરવા પડે છે એ સર્વ તેઓ કરી રહ્યા હતા. અભ્યાસ સતત ચાલુ હતો. આ દરમ્યાન જે જ્ઞાન મળ્યું એ જ્ઞાન દ્વારા પોતાની જાતને અને સમગ્ર માનવજાતને પોતે મૈત્રીની એક જુદી જ નજરે જોવા લાગ્યા.
પણ સંસાર અને સંસારી કુટુંબીજનોને મનમાંથી નિર્મૂળ કરી શક્યા ન હતા. સંસારમાં હતા ત્યારે પોતાની પર પિતાએ કી કોઈ બંધન લાદ્યા ન હતા. એમનો વિકાસ મુક્ત રીતે થયો હતો. કદાચ પિતા માનતા હતા કે બીજાની પર પોતાના વિચારો લાદવા, બીજાને પોતાની ઈચ્છા મુજબ જીવવાની ફરજ પાડવી એ પણ હિંસા છે. પિતાએ બચપણમાં ધાર્મિક સંસ્કારો પાડવા બળજબરી કરી ન હતી. તેથી પોતે જૈન ધર્મ અને જૈન તત્ત્વજ્ઞાન વિશે કંઈ જ જાણતા ન હતા.
સંસારને યાદ કરતાં કરતાં પોતાની જન્મભૂમિ રાજસ્થાન યાદ
આવી.
એ તો શૂરવીરોની ભૂમિ છે. એ ભૂમિના લગ્નગીતોમાં પણ યુદ્ધ અને શૌર્ય વણી લેવામાં આવ્યું છે. એ ગાઢ જંગલોનો લીલોછમ પ્રદેશ છે, તો સૂસવાી લૂ વાય એવો આગ ઝરતો રણપ્રદેશ
છે.
પોતાના પ્રદેશને અનેક રૂપરંગ છે. એમને પોતાના વતન જવાની ઈચ્છા થઈ.
એ પોતાની જન્મભૂમિ હતી. જીવનના પ્રથમ મહિનાઓમાં એ ભૂમિની શુદ્ધ હવા ફેફસામાં ભરી હતી.
જાણે એ ભૂમિ બોલાવતી હોય એવી અનુભૂતિ મુનિને થવા
લાગી.
શાન્નિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ
Jain Education International
For Private & Personal Use Only
૩૭
www.jainelibrary.org