________________
કરતા કે આજે મેં કોઈ માટે બૂરો વિચાર કર્યો નથી ને? કોઈને શબ્દ પ્રહારથી ઘાયલ કર્યો નથી ને? કડવા વેણ ઉચ્ચાર્યા નથી ને? અસત્ય બોલ્યો નથી ને? અને મને જે આપવામાં આવ્યું ન હોય એ મેં લઈ લીધું નથી ને?”
મુનિ આ રીતે જીવનમાં પૂરેપૂરું પરિવર્તન કરવા ઈચ્છતા હતા.
તેઓ શબ્દો તરફ અહોભાવથી જોવા લાગ્યા. એમને લાગ્યું કે શબ્દો મારા સ્નેહાળ મિત્રો છે. એ મારા સઘળા મનોભાવને વ્યક્ત કરે છે. મારા હૃદયમાંથી જાગેલા શબ્દો પર મારા દિલનો રંગ ચડે છે.
‘શબ્દ એ શક્તિ છે. એ શક્તિ માનવીના મન અને હૃદય પર અસર કરે છે. જો હું સારા શબ્દો બોલીશ તો હું બીજાના જીવનમાં આનંદ રેડીશ. મારા મીઠા શબ્દો સાંભળીને સામી વ્યક્તિના ચહેરા પર મધુર હાસ્ય આવશે. જો મારા મુખમાંથી કડવાશભર્યા, આકરાં શબ્દો બહાર પડશે તો સામી વ્યક્તિનો ચહેરો ઉતરી જશે અને એ ફિક્કો પડી જશે,' મુનિ તરત નિર્ણય કરે છે, હું તોળી તોળીને બોલીશ. હું મૌન દ્વારા શબ્દ શક્તિ પર કાબૂ મેળવીશ.'
એમણે બીજે નિર્ણય કર્યો, “જે મન ડહોળાયેલું હશે કે હું ગુસ્સામાં હોઈશ ત્યારે હું મૌન રાખીશ.”
પોતાની જાતનું નિરીક્ષણ કરતા “મહાવીર ભગવાને કહ્યું છે કે જે પ્રથમ પગલું ભરે છે તેને જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચી શકે છે, એ પહોંચી જ ગયો છે. છતાંય યાદ રાખજો કે ઉતાવળે આંબા પાકતા નથી. આંબાને તૈયાર થતાં વરસો લાગે છે. તારે ફક્ત જાગૃત રહેવાનું છે.'
મુનિનું વાંચન વધી રહ્યુ હતું. એમણે એકવાર વાંચ્યું કે તારી જાતને તું પૂર્ણ માન અને તું પૂર્ણતા પ્રાપ્ત કરી શકીશ.'
મુનિને વિચાર આવ્યો, ‘માનવી જો માને કે હું પાપી છું તો એ પાપમુક્ત થવા પ્રયત્ન નહિ કરે. જે પોતાને અપૂર્ણ માને છે તે પૂર્ણ બનવા પ્રયત્ન કરતા નથી. આ અજ્ઞાન છે.
-
શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ For Private & Personal Use Only
www.jainelibrary.org
lain Education International