________________
મહાવીર પ્રભુના ઉપદેશનું પૂરેપૂરું અધ્યયન થઈ ગયું હતું.હવે પોતાના પ્રદેશ અને ત્યાંના માનવીઓને જાણવાની ઈચ્છા જાગી હતી. વળી જે ભૂમિ પર જન્મ લીધો હતો એ ભૂમિ પર ખુલ્લા પગે વિહાર કરીને ભૂમિનો પરિચય સાધવો હતો.
કોઈવાર સંસારી પિતા પર નજર જતી અને મુનિ વિચારતા કે જેવા પ્રાણ મારામાં છે એવા જ પ્રાણ એમના છે. આત્મા જીવનશક્તિનો ધોધ છે.
આત્મા એ વ્યક્તિમાં રહેલ બ્રહ્મ છે. એની ઉંચાઈ કે ગહરાઈ માપવી શક્ય નથી.
કોઈ વાર પિતા કહેતા, “બે બે સંતાનોને અગ્નિને અંકે સોંપ્યા પછી તું આવ્યો હતો. તારા આયુષ્ય માટે અમે ખરા દિલથી પ્રાર્થના કરતા હતા. તું અમારી આશા હતો.’ તું અમારુ સર્વસ્વ હતો.
બા જીવતી હતી ત્યારે હું આકાશે વિહરતા પક્ષી જેવો હોઈશ. મારા દિવસો હાસ્યથી ગુંજતા હશે. હું સદનસીબ હતો. હું સદનસીબ
છું.
પણ આશા અને ઉત્સાહના વિચારો વચ્ચે કોઈવાર નિરાશા ફૂટી નીકળતી. મન ઉદાસ થઈ જતું. આવા સમયે મુનિ એક શ્લોકનું રટણ વારેવાર કરતા હતા.
હું એકલો છું. જ્ઞાન મારું ધન છે. દર્શન મારો વૈભવ છે. બીજું મારું કંઈ નથી. એક પણ ચીજ મારી નથી.
મુનિ માનતા હતા કે આ શ્રદ્ધા મને નિરાશામાંથી અને આત્મદયામાંથી બચાવશે. આ જ શ્લોક મારામાં વિશ્વાસ જાગૃત કરશે કે આત્મા મને અંકુશમાં રાખશે. એજ મારું નિયમન કરશે.
મુનિનો અભ્યાસ જેમ જેમ વધતો ગયો તેમ તેઓ માનવા લાગ્યા કે આ જ્ઞાન જીવનરસ સૂકવી નાખવા માટે નથી. આ જ્ઞાન જીવન જીવવાની મનાઈ ફરમાવતું નથી. આ જ્ઞાન દ્વારા પોતાના મનોભાવો અને પોતાની ઈચ્છાઓ જાણવાની છે. એ જાણ્યા પછી
શાન્નિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ
For Private & Personal Use Only
૩.
Jain Education International
www.jainelibrary.org