________________
બાહ્ય આધાર કેવી રીતે ઓછો લેવો તે શીખવાનું છે.
સાધુ પોતાની જરૂરિયાતો પર જીત મેળવે અને પોતાનામાં પૂર્ણ બને છે. સાધુ પોતાની વધતી જતી ઈચ્છાનો નાશ કરે છે. ઈચ્છાનો નાશ થતાં દુ:ખ, દર્દ અને પીડા દૂર થઈ જાય છે.
ગુરૂ તીક્ષ્ણ નજરે મુનિનો વિકાસ જોઈ રહ્યા હતા. એમનો જે રીતે વિકાસ થઈ રહ્યો હતો એ જોઈને ગુરૂને લાગતું હતું કે આ શિષ્ય બીજા શિષ્યો કરતાં નોખી માટીનો છે.
એ અનેરો છે. એ કંઈક નવું કરી બતાવશે. એ ચારે દિશામાં ધર્મ પ્રચાર કરી શકે એવો શક્તિશાળી છે.
ગુરૂએ શિષ્યને વ્યાખ્યાનો આપવા કહ્યું. વળી ગુરૂએ જિજ્ઞાસુઓના પ્રશ્નોના ઉત્તર આપી એમની જિજ્ઞાસા સંતોષવાનું કાર્ય પણ સોંપ્યું.
ગુરૂને વિશ્વાસ હતો કે આ રીતે મુનિ એની જાતને સુધારશે, એનું જ્ઞાન પણ વધશે અને ભક્તને સાચી દિશામાં વાળશે.
ગુરૂએ પોતાની ઈચ્છા મુનિને જણાવી. એમનું મન ડગમથલ અનુભવવા લાગ્યું. એમને વિચાર આવ્યો, ‘હું ધ્યાન ધરવા ટેવાયેલો છું. મને મૌન રહેવાની ટેવ પડી ગઈ છે. મોટે અવાજે બોલવાની ટેવ તો સમૂળગી છૂટી ગઈ છે.'
પણ મુનિ આ પડકારને ઝીલી લેવા તૈયાર હતા એમણે વ્યાખ્યાનની તૈયારીઓ શરૂ કરી.
એમને શરૂઆતમાં નાના ગામમાં વ્યાખ્યાન આપવાનું હતું. એમણે વ્યાખ્યાન આપવા માટે શ્રદ્ધાપૂર્વક પાટ પર જંગા લીધી અને સચ્ચાઈથી રણકતું તથા લાગણીથી ધબકતું વ્યાખ્યાન એમણે આપ્યું.
પ્રેક્ષકો સ્તબ્ધ બનીને સાંભળતા રહ્યા.
વ્યાખ્યાન પુરુ થાય ત્યારે પ્રશ્નોત્તરી શરૂ થતી. આને લીધે લોકોના સંપર્કમાં આવવા લાગ્યા. એમની સાથે હ્રદય મન ખોલીને વાતો કરવાની તક મળી.
આ સફળતાથી એમને લાગ્યું કે મારામાં વધુ શક્તિનો સંચાર
શાન્નિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ
Jain Education International
For Private & Personal Use Only
૩૯
www.jainelibrary.org