________________
મારે કહેવું છે.......
માનવીની કરી
છે. એ
અને મેં પુસ્તક પુરું કર્યું. આંખો બંધ કરી. મન વિચારોની પાંખે ચડીને ઉડવા લાગ્યું.
અદ્ભુત વ્યક્તિત્વ છે, અનેરો માનવી છે, અનોખો એનો પ્રભાવ છે. આ માનવીની જીવનકથા નથી. આ તો આકાશે વિહરતી, જમીન તરફ કદી નજર ન કરતી સૂર્ય અને ચંદ્રની પેલી પાર જવાની ઈચ્છા ધરાવતી મુક્ત પંખીની કથા છે. એની પાંખોમાં અકથ્ય જોમ છે, હિંમત છે, હામ છે. •
એનું મનોબળ પોલાદી છે. આ માનવપંખી પાસે લોખંડી તાકાત છે.
૩૦૭ પાનાનું મોટું પુસ્તક હું વાંચી ગયો તેથી મને જ નવાઈ લાગી. કારણ કે ઘણાં સમયથી મોટાં પુસ્તકો કે લાંબા લેખો વાંચવાની આદત છૂટી ગઈ છે. પણ Clare Rosen Field HlHall oldal qual Gurudev Shree Chitrabhanu a man with a vision' નામની જીવનકથા વાંચી ત્યારે મને લાગ્યું કે આ મહામાનવનું વ્યક્તિત્વ ઘરની દીવાલો, કુટુંબ પ્રેમરૂપી બંધનો, ધર્મની દીવાલો, પ્રાંત કે દેશની દીવાલોમાં પુરી શકાય એવું નથી. આ આત્માનું આગમન તો ત્રણે ય લોકને પોતાનું વતન બનાવવા માટે જ પૃથ્વી પર થયું છે.
કેવો યોગાનુયોગ! સી.એમ. ગાંધીએ મને કહ્યું, ચિત્રભાનુજી અમેરીકાથી લાવેલ ઉત્તમ હદયના વાલ્વ જરૂરત હોય તેને આપે છે. હું તો માનતો હતો કે તેઓ પરદેશ જ રહે છે. પણ સી.એમ. ગાંધીએ કહ્યું કે થોડો સમય અહીં પણ રહે છે.
માનવસેવાના કામ કરનાર માનવી વિશે જાણું છું કે તરત મને અમેરિકાના કવિ એડવિન માકહિમની કવિતા યાદ આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org