________________
પવિત્ર કાર્ય કરે છે તેના મનમાં શાંતના બીજ વવાય છે
૧૧
વિમાન ઉડતું હતું.
ચિત્રભાનુજી જ્યાં દુનિયાભરના સંતમહંતો મળવાના હતા ત્યાં મનોમન પહોંચી ગયા.
તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે મુંબઈના બનેલ બનાવની સઘળી માહિતી ત્યાં પહોંચી ગઈ હતી. આટલી પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિને હોડમાં મૂકી પોતાના આદર્શ ખાતર બહાર નીકળનાર ચિત્રભાનુજીના હસ્તે કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરાવવાનું કમિટીએ નકકી કર્યું.
એ ધર્મ પરિષદનું ઉદ્ઘાટન ચિત્રભાનુજીએ કર્યું.
તેઓ વ્યાખ્યાન આપવા જઈ રહ્યા હતા ત્યારે અનાઉન્સર જુડી હોલિસ્ટરે એમની ઓળખ માઈકમાં વહેતી કરી, “ફક્ત બે સફેદ કપડામાં પોતાના દેહને ઢાંકીને અહીં આવનાર મુનિ હવે તમને સંબોધશે. તેઓ આપણી માનવજાતને એક બનાવવાના પ્રયત્નમાં સાથ અને સહકાર આપવા તેઓ અહીં આવ્યા છે. એ શાન્તિ દૂત છે.
મુનિ મંચ પર આવ્યા. આંખો મીંચી નવકારમંત્ર બોલ્યા અને પછી પરિષદને ખુલ્લી મૂકી.
તેઓ કન્નડ અને અંગ્રેજી માધ્યમની શાળામાં ભણ્યા હતા. પછી ગુજરાતી શીખ્યા હતા. લાંબા સમયથી તેઓ ગુજરાતીમાં જ ભાષણો આપતા હતા. અંગ્રેજીમાં બોલવાનો મહાવરો ઓછો હતો.
અને સામે બેઠા હતા, દુનિયાભરના વિદ્વાનો, આ વિદ્વાનો પોતાના ધર્મનું ઊંડું જ્ઞાન ધરાવતા હતા. એમની સામે પોતે અંગ્રેજી
૭૨
શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org