________________
માઈલો સુધી ચાલવા છતાં તેઓ કદી થાકતા નહિ.
તેઓ ઓગણસીતેર વર્ષના હતા. તંદુરસ્ત હતા જીવનના સર્વ સંતાપ ઓગાળીને તેઓ ધર્મકર્મમાં રત રહેતા હતા.
એમનો અંતિમ સમય તદ્દન પાસે છે એવી કલ્પના થઈ શકે એમ ન હતું. એમના દેહપિંજરમાંથી આત્મા ઉડી જશે એવી લેશમાત્ર શંકા ન હતી. એવી કોઈ ચેતવણી ન હતી.
પણ કોઈવાર આવી રહેલ બનાવનો પડછાયો પડતો હોય છે. કોઈવાર પડછાયો ઓળખી શકાય છે. કોઈવાર એ કાળો પડછાયો ઓળખી શકાતો નથી.'
એ દિવસે મુનિનો સાડત્રીસમો જન્મ દિવસ હતો. મુનિ વહેલી સવારે ધ્યાનમાં બેઠા હતા. એ ધ્યાનભંગ વારંવાર થતો હતો.
એમની આંખો ક્ષણેક્ષણે ખુલી જતી હતી. ચિત્રભાનુજી માટે આ ધ્યાનભંગનો અનુભવ નવો હતો. એ અનુભવ શાનો છે એ વિશે મુનિ અજાણ હતા. | મુનિનો જન્મ દિવસ હોવાથી અમદાવાદવાસીઓ અને આખુ નવરંગપુરા એમની અનુમોદના માટે આવ્યા હતા.
ઉપાશ્રયમાં માનવીઓનો મહેરામણ ઉમટયો હતો. એમના સંસારી પિતા ગુરૂભાઈ પાટ પર બેસીને વ્યાખ્યાન આપતા હતા.
એમણે વ્યાખ્યાનમાં મહાવીર પ્રભુએ પોતાના અંતિમ સમયે એના વ્હાલા શિષ્ય ગૌતમને દૂર મોકલી દીધો હતો એ આખો પ્રસંગ ભાવવાહી ભાષામાં રજૂ કર્યો. અને મોહ, માયા, મમતા અને આસકિતનો ત્યાગ કરવા બોધ આખો.
એમણે કહ્યું કે જડ દેહ જોઈને માનવીએ ઉદાસ થવું ન જોઈએ. દેહ નાશવંત છે. આત્મા અવિનાશી છે. જે દુનિયાનો ત્યાગ કરી જાય એ તો વિસામો ખાઈને વળી એની શાશ્વત સફર શરૂ કરે છે. આ મૃત્યુ પામે છે. અને એ નવજીવન પામે છે. - વ્યાખ્યાન પુરૂ થયું. દિવસ પણ વીતી ગયો રાત પડી.
૫૪
શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org