________________
પિતાએ છાતીમાં દુખવાની વાત કરી. એમના ચહેરા સામે નજર જતાંજ મુનિએ એમનું માથુ ખોળામાં લઈ લીધું. એમની છાતી પર મસાજ કરવા લાગ્યા.
આટલી વેદના છતાં પૂ. ચન્દ્રકાન્તસાગરજી મહારાજ નમો અરિહંતાણં નમો સિદ્ધાણં' આ બે મંત્રો બોલી જ રહ્યા હતા. એમનો સંયમી અને તપસ્વી દેહ મોતિયાના પરસેવાથી ભીનો થઈ ગયો હતો. દુ:ખમાં પણ એમનો આ જાપ સતત ચાલુ હતો.
ક્ષણમાત્રમાં આત્મા એના પંથે પડયો. એ શાશ્વત સફરે ઉપડી ગયો.
ન સમજી શકાય, ન માની શકાય એવી ઝડપે જે બનવાનું હતું એ બની ગયું હતું.
એક ક્ષણ પહેલા પિતાનો દેહ, સજીવ દેહ મુનિના ખોળામાં હતો. બીજી ક્ષણે સજીવ દેહ નિર્જીવ બની ગયો હતો.
આ કેમ માનવું? કેમ સ્વીકારવું? આ કેવી રીતે સહન થઈ શકશે?
ચિત્રભાનુ વિચારતા હતા. હૃદયમાં ઘનીભૂત વેદના ઘોળાતી હતી. અંત:કરણ શોકથી પૂર્ણ હતું મુખ નિરાશ અને ગ્લાનિમય હતું.
કાળ નિ:સ્તબ્ધ બનીને ખડો હતો.
ત્રણ દિવસ મર્મવેધી વેદનામય હતા. ત્રણ દિવસ કાષ્ટના પૂતળાની જેમ અવાક સ્થિતિમાં વીત્યા.
વળી એ સમયે મનમાં એક બીજો પ્રવાહ વહેતો હતો. મૃત્યુને સમજવાનો, એને ઓળખવાનો પ્રયત્ન ચાલુ હતો. - અંતે એ મૃત્યુને પણ સ્વીકારી લીધું. બા, બહેન, મિત્ર અને હવે પિતા.
મૃત્યુ, પછી મૃત્યુ, પછી મૃત્યુ. હર મૃત્યુ દ્વારા મળતું એક નવું જ્ઞાન.
-
-
-
૫૫
શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રા ચિત્રભાનું Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org