________________
એ જ્ઞાન કહેતું હતું કે રૂદન આવે છે. વેદનાથી અંગોમાં કડાકા બોલે છે. આંખો ઉદાસ છે કારણ કે હું મારા પિતાને વળગી રહેવા ઈચ્છું છું. એમની તરફ પ્રેમ છે, મોહ છે અને માયા છે તેથી હું પીડા અનુભવું છું.
ના, મારે શોક ન કરાય, એ અવ્યક્ત રહસ્ય મને સંદેશ આપે છે. એમનું અહીંનું કાર્ય પૂરું થયું છે. આ ભવની લેણદેણ ચૂકતે થઈ છે.
તેથી તેઓ તેમના નવા માર્ગ તરફ આગળ વધ્યા છે. ક્યાંક, કોઈ કાર્ય એમની રાહ જોતુ હશે. ત્યાં જવામાં મોડું ન કરાય. તેઓએ યોગ્ય સમયે પંથે પ્રયાણ કર્યું છે. .
મારી સાથેના ઋણાનુબંધ પૂરા થયા હશે.
મુનિનું વિચારચક્ર ચાલુ હતું. એમને પિતાનું છેલ્લું વ્યાખ્યાન યાદ આવ્યું. ગૌતમનો પ્રસંગ યાદ આવતા દુ:ખ અને મંત્રણા ચાલી ગઈ.
એમણે ધીરેધીરે મન પર કાબૂ મેળવ્યો. મન સ્વસ્થ થતાં પિતાએ કહેલ ઘણી વાતો યાદ આવી. જો કે યુવાનીમાં પિતા કહે તે બધું ગમતું ન હતું. પણ કદી એમનો અનાદર કર્યો ન
હતો.
પિતા કહેતા, “મૃત્યુ આવવાનું છે. હું જઈશ પણ હું પથારીવશ બનીને, કણસતો કે રીબાતો મરીશ નહિ. મારી ધર્મશ્રદ્ધા મને કહે છે કે હું શાંતિપૂર્વક આ જગતનો ત્યાગ કરીશ. હું ધર્મની સાધના સાચા દિલથી કરું છું. છતાંય મૃત્યુ સમયે જે હું ધર્મ ભૂલી જાઉ તો માનજે કે ધર્મમાં મારી શ્રદ્ધા અધૂરી હતી.'
પિતાની ધર્મ પ્રતિ મનદેહથી શ્રદ્ધા હતી. ક્ષણમાં તેઓ પાર્થિવ સીમાથી પર ચાલ્યા ગયા.
વળી એક બંધનમાંથી મુક્ત થવાયું. મનમાં ધીર મન્થર ગતિએ અસિમિત વિચારો આવ્યા હતા.
પિતા જૂની પેઢીનું સંતાન હતા. એમના વિચારો રૂઢ હતા.
--
-
-
શાનિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ
૫૬ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org