________________
--
-
--
---
-
કોઈ કોઈ વિચારો મુનિને રૂઢિચુસ્ત લાગતા હતા.
છતાંય એમને ઠેસ ન લાગે, પોતાની અવહેલના થાય છે એવી લાગણી ન જાગે એ માટે પિતાની એકએક ઈચ્છાને માન આપતા હતા.
એમની વિદાયને લીધે મન ઉલટસૂલટ થઈ ગયું હતું. અવનવી લાગણીઓનો સુખકર સ્પર્શ થતો હતો. હૃદય સંવેદનાથી રણઝણતું
-
-
-
-
કોઈ અધૂરું અજ્ઞાત મનમાં પડેલ સ્વપ્ન આકાર લઈ રહ્યુ હતું. કોઈ અજાણી દુર્દમ કામના જાગી રહી હતી.
આંખ સામે અનેક વિટંબણાઓથી ઘેરાયેલો માનવ સમાજ હતો. આ અંધકારમાં સબડતી માનવ જાત માટે કંઈક કરવાની ભાવના હતી. મનમાં ધરબાયેલો જીવમાત્ર પ્રતિનો કરૂણાભાવ તીવ્રતાથી સપાટી પર આવી ગયો હતો.
ચિત્તમાં અમૃતગંગા વહેતી હતી.
પોતાની ભાવનાને મૂર્તસ્વરૂપ આપવા એમણે મુંબઈ તરફ જવાનું નક્કી કર્યું.
શાન્તિપથની યાત્રી : સ્વપ્ન દ્રા ચિત્રભાનું
૫૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org