________________
વેદનાનું વલોણું ફરતું હતું. થોડી ક્ષણો વીતી. એમની તુલનાત્મક બુદ્ધિ જાગૃત થઈ અને એમને સમજાયું, “મોહ, માયા અને મમતાને લીધે દુ:ખ થાય છે. પ્રભુ તરફના સ્નેહને લીધે મને કષ્ટ થાય છે. પણ પ્રભુનો જીવનદીપ બુઝાતા અમારો સ્નેહસંબંધનો અંત આવ્યો નથી.'
એ સંબંધ શાશ્વત છે.
‘એમના ચરણમાં બેસીને મને જે જ્ઞાન મળ્યું છે એ જ્ઞાન અવિનાશી છે. હવે મારે પ્રભુના જ્ઞાનનો પ્રચાર કરવાનો છે.'
“સત્ય અને અહિંસાનો સંદેશો મારે ચારે દિશામાં ફેલાવવાનો
આ પ્રકારે વિચારતા એમના મોહના બંધનો તૂટ્યાં માયા છૂટી | ગઈ અને કેવળજ્ઞાન થયું.
આવું જ ચિત્રભાનુના જીવનમાં બન્યું.
એમની સાથે એમના સંસારી પિતા સાધુવેશે વિચરતા હતા. તે એક દિવસ થાકેલા લાગતા હતા. એમનો અંતકાળ પાસે આવી રહ્યો હતો. એમનો જીવનદીપ બુઝાવવાની તૈયારીમાં હતો.
સંસાર ત્યાગવાથી મમતા છૂટી જતી નથી. આધ્યાત્મિક જ્ઞાન મેળવવાથી સ્નેહબંધનો સંપૂર્ણપણે કાપી શકાતા નથી.
સંસારની આ વાસ્તવિકતા છે, આ હકીકત છે.
એથી જ્યારે વહાલાની વિદાયનો પ્રસંગ જીવનમાં આવે છે, જ્યારે લોહીનો સંબંધ તૂટી પડવાની તૈયારીમાં હોય છે ત્યારે હૃદયને સોનાની સાંકળથી બાંધી શકાતું નથી. તેથી આવા પ્રસંગે ત્યાગવીર પણ મર્મધાતક વેદના અનુભવે છે.
ચિત્રભાનુના પિતા એ એમનું સાર સર્વસ્વ હતા. એમની બા હતા, એમના ભાઈ હતા, એમની બહેન હતા અને એમના ગુરૂબંધુ હતા. મિત્ર હતા. માર્ગદર્શક હતા. આધ્યાત્મિક પંથના સાથી હતા.
એ દુબળી પાતળા માનવી શક્તિથી ભરપૂર હતા. માઈલોના
-
-
--
----
--
-
-
શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું
૫૩ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only