________________
જે શુદ્ધ છે તે બીજાને શુદ્ધ બનાવે છે
૧૩
ચિત્રભાનુજી લગ્ન અને પ્રેમ વિશે વિચારવા લાગ્યા. અંતે નિર્ણય કર્યો કે લગ્ન એ તો બે હદયનું જોડાણ છે. પૂર્વજન્મના સંબંધો અને પ્રણયના બંધન નો વિરામ છે. એકબીજાના સહયોગ દ્વારા જીવનને ઉર્ધ્વગામી બનાવવાનો હેતુ છે.
એમના લગ્ન બે સ્નેહીઓની હાજરીમાં પ્રતિકો દ્વારા કરવામાં આવ્યાં. પ્રથમ એમણે દીપ પ્રગટાવ્યો એ ઝળહળતી જ્યોત સામે નજર કરીને એમણે નિર્ણય કર્યો કે એકબીજાના જીવનમાં પ્રકાશ પાથરીશું.
જ્યોતિ શુદ્ધ છે. જે શુદ્ધ છે તે બીજાને શુદ્ધ બનાવે છે.
બીજી વિધિમાં મઘમઘતો ધૂપ મહેકાવ્યો. ધુમ્રસેર સંદેશ આપે છે કે મારી જેમ ઉર્ધ્વગામી બનો. કર્મ ખપાવવા પ્રયત્ન કરો. વિશ્વ જીવનમાં સુગંધ ફેલાવજે. આ ક્ષણે જેવી સુવાસ પ્રસરી રહી છે એવી જ સુવાસ તમે તમારા કર્મ દ્વારા ફેલાવજે.
ત્યાર પછી લની આપ લે કરી. ફૂલ એ સુંદરતાનું પ્રતિક છે. ફૂલે એ કોમળતાનો અવતાર છે. ફૂલ પોતાના અંત સુધી મહેકે છે. ફૂલ સંદેશ આપે છે કે તમે પણ સુંદર અને કોમળ બનજો. તમે તમારા કર્મવડે બીજાના જીવનમાં સુખ શાંતિની સુગંધ ફેલાવજો.
ફૂલનું આદાનપ્રદાન પુરું થયાં પછી ભાલ પ્રદેશમાં ચંદનના તિલક કર્યા.
આ તિલક તમારી પ્રજ્ઞાની ત્રીજી આંખ ખોલશે. તમે બંન્ને ડહાપણપૂર્વક વર્તજો જેથી તમારું જીવન સ્નેહના પ્રકાશથી ઉજવળ બનો.
૮૨
શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org