________________
-
-
છેલ્લે એક બીજાને હાર પહેરાવવામાં આવ્યા.
ક્લના હાર એ એકતાનું પ્રતિક છે. દરેક ફૂલ અનેરું છે. તે દોરાની સહાયથી એક બીજાની સાથે રહે છે. હારમાં જેમ ફલ સાથે રહે છે એમ બે મન, બે હદય અને બે આત્માએ એક બનીને સાથે રહેવાનું છે.
શ્રી. ચિત્રભાનુએ ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિએ સ્વીકારેલી પૂર્ણ સાદાઈથી થઈ શકે એવા ગાંધર્વ લગ્ન કર્યા. કારણ કે ઝનૂની સ્વભાવના થોડાં જૂનવાણી, રૂઢિચુસ્ત માનવીઓનો શું પ્રતિભાવ આવશે તે તેઓ જાણતા હતા.
જે સમાજ વેશને જ બેહદ મહત્ત્વ આપે છે અને જીવનભર અપ્રમાણિક કાર્ય કરે છે, સદાચારને જીવનમાંથી દેશવટો આપે છે અને શુભ કાર્યમાં માનવ સેવામાં પૈસો વાપરતો નથી એ સમાજનો સભ્ય હોવા છતાં હું જુદો છું.
મારું વ્યક્તિત્વ હું માનવસેવા કરીને પૂર્ણ કરીશ.
એમણે છંછેડાયેલા સમાજને તરત સમાચાર ન આપ્યા. સમય વીતશે ત્યારે જ પોતાના પગલાંને સ્વીકારી શકશે. પોતે પ્રચલિત પ્રણાલિકામાં ઘરમૂળથી ફેરફાર કરી રહ્યા હતા.
સમાજ પ્રણાલિકા ભંગ સહન કરી શકશે નહિં, એવી ઉદારતાની, એ સહાનુભૂતિની આશા દંભી સમાજ પાસે રાખવી વ્યર્થ છે.
પણ જો હું શુભ કર્મમાં રચ્યોપચ્યો રહીશ તો મારો જીવનપંથ મારા પ્રકાશથી ઉજજવળ બનશે.'
જે સમાજથી એક ડગલું આગળ વધી જાય છે તેને લોકો વહેલા કે મોડા આવકારે છે, સન્માને છે.
એમણે આફ્રિકાના જુદા જુદા દેશમાં વ્યાખ્યાનો આપ્યાં હતાં. એનો મુખ્ય સૂર મૈત્રીભાવના હતો.
તેઓ વ્યાખ્યાનમાં કહેતા, “આજે આ દુનિયાને સૌથી વધુ જરૂર છે મિત્રતાની, મિત્રતા એટલે નિ:સ્વાર્થ સ્નેહ. મૈત્રી એ એવો સંબંધ છે કે જ્યાં શાંતિ અને સંતોષ મળે છે. મિત્રતા
શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રા ચિત્રભાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org