SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ માનવી માર્ગ ભૂલ્યો છે. આ પંથ ભૂલેલાને એમની જાતને સ્નેહ કરતાં શીખવવું પડશે. માનવ દેહ અમૂલ્ય છે એ એમને સમજાવવું પડશે. આ અમૂલ્ય દેહને સાચવવા શીખવવું પડશે. જ્યારે દેહ ભાંગી પડે એમ જીવીને મનને ખોટા કાર્યમાં રોકીએ છીએ ત્યારે પોતાની જાતને નુકશાન કરીએ છીએ. પોતે જ પોતાની જાતને સ્નેહ નહિ કરે તો કોણ કરશે? મુનિની આ આખી વિચારધારાનું પ્રતિબિંબ એમના વ્યાખ્યાનોમાં પડવા લાગ્યું. માનવીને પોતાની જાતમાં શ્રદ્ધા વધે એ માટે એને લગતા વિષયો પર બોલવા લાગ્યા. મુનિ કહેતા, “આ જગત “ઈકો પૉઈન્ટ છે, જે બોલો એનો જ પડઘો, તમારા જ અવાજમાં તમે સાંભળશો, જેવું બીજ વાવશો એવો પાક લણશો' “આ સૃષ્ટિ અને તમારી વચ્ચે સનાતન સંબંધ છે. તમારામાં અપાર શકિત છે. તમે જે ધારો એ કરી શકો છો. કોઈ તમને બચાવશે, કોઈ તમને તારશે એવી આશા ન રાખશો. તમારામાં જે અખૂટ ઉમદા શક્તિ છે એને તમારે જાગૃત કરવાની છે. શ્રદ્ધા દ્વારા એ થઈ શકશે. જો તમને તમારામાં શ્રદ્ધા હશે તો એવું એકે કાર્ય નથી કે જે તમે ન ઊી શકો. વ્યાખ્યાનમાં મુનિ એક વાર્તા કહેતા હતા, ‘એક બાળક પર્વતની કંદરા પાસે રખડતો હતો.' એણે બૂમ પાડી, તું કોણ છે?' સામેથી જવાબ આવ્યો, ‘તું કોણ છે?' બાલક પડધો પડે એ જાણતો ન હતો, તેથી ડરી ગયો. એ ડરથી બચવા મોટેથી રાડ પાડી, હું તારા કરતા બળવાન છું.” . સામે એજ જવાબ મળ્યો. વળી બાળક બોલ્યો “તું શેતાન છે.' શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રા ચિત્રભાનું For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001805
Book TitleShantipathno Yatri Swapnadrushta Chitrabhanu
Original Sutra AuthorN/A
AuthorClare Rosenfield
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy