________________
સંસ્કૃતિ, ધર્મ અને ધર્મનું જીવનમાં સ્થાન વિશે અભ્યાસ કરાવવાનો હતો.
- પોતાની પ્રવૃત્તિનો વ્યાપ વધારવા એમણે ઘરે ઘરે જઈને વ્યાખ્યાનો આપવાનું શરૂ કર્યું. જેના ઘરે વ્યાખ્યાન હોય એના ઘરે એ બીજા સ્નેહી, સંબંધીઓને બોલાવતા અને ફક્ત શાકાહારી ભોજન સૌને જમવા મળતું.
એમના સંબંધો વધતા ગયા. અનેક પરદેશીઓ સાથે ગાઢ સંપર્કની સ્થાપના થઈ. એ સૌ જૈન ધર્મમાં ઊંડો રસ લેવા લાગ્યા. તેથી એમણે એક સંસ્થાની શરૂઆત કરી જેમાં જૈન તત્વજ્ઞાનનું જ્ઞાન આપવાનું શરૂ કર્યું. અહીં અઠવાડિયામાં ત્રણ કે ચાર વ્યાખ્યાન ગોઠવવામાં આવતાં હતા. જીજ્ઞાસુઓની સંખ્યા વધતી ગઈ.
બીજા શિષ્યો પણ ધ્યાન કેંદ્ર ચલાવવા લાગ્યા. આ રીતે જૈન મેડિટેશન ઈન્ટરનેશનલ સેન્ટરની શરૂઆત થઈ.
આ ધ્યાન સેંટર પરદેશીઓ માટે આકર્ષણના કેન્દ્ર બની રહ્યા હતા. જીવનમાં પહેલીવાર આ કેન્દ્ર એમને એમના અંતરમાં ડોકિયું કરતાં શીખવતાં હતાં. પોતાની જાતને ઓળખવાની તક અહીં મળતી હતી.
અને ભૌતિક સુખમાંથી જે શાંતિ ગોરા માનવીઓ મેળવી શક્યા ન હતાં એ અખંડ શાંતિનો અનુભવ ધ્યાન વડે મળતો હતો.
ધ્યાનમગ્ન શિષ્ય ભૂતકાળને ભૂલી જતો હતો. જેને ભવિષ્યનો ડર લાગતો હતો તે એ ડરમુક્ત બનતો હતો એ વર્તમાનમાં આનંદવિભોર બની જતો હતો.
અહીં જીવનનો મર્મ જાણવાની એમના માટે તક હતી.
આ કેન્દ્રમાં આવીને અનેકના જીવનમાં પરિવર્તન થયું હતું તેથી એ કેન્દ્રની કીર્તિ ફેલાવા લાગી જેથી અમેરિકામાં અનેક પ્રાંતોમાં ચિત્રભાનુના વ્યાખ્યાનો ગોઠવાવા લાગ્યા.
તેઓ કહેતાં, દુઃખ દૂર કરવાનું ક્ષણ માત્રમાં શક્ય નથી. નદી કિનારાનો પથ્થર જેમ ધીરે ધીરે ઘસાઈને સુંવાળો બને છે એમ ધ્યાન વડે ધીરે ધીરે સર્વ દુ:ખની સ્મૃતિ દૂર થઈ જાય છે અને ફક્ત સુખનો જ અનુભવ થાય છે.”
શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રા ચિત્રભાનુ
૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org