________________
ત્યારે અપરિગ્રહ વ્રત ધારણ કરે છે.
અપરિગ્રહ વ્રત એટલે ઓછમાં ઓછી ચીજોનો સંગ્રહ કરવો. બહુજ થોડી વસ્તુઓથી ચલાવી લેવું. જરૂરિયાત ઓછી હોય તો સાધન સગવડતા તરફની પરંતત્રતા ઘટે છે. જે પરતંત્ર છે,ઓછી ચીજથી ચલાવી શકતા નથી તેમને એકાદ ચીજ ઓછી મળે, એક વસ્તુ ખૂટે તો પીડા થાય છે. અપરિગ્રહને લીધે સ્વતંત્ર બનેલ માનવીને અભાવ પીડા આપતો નથી. તે હંમેશા આનંદથી જીવે
છે.
સંગ્રહ કરવો એ મનની એક સ્થિતિ છે. છતાં ય સંગ્રહ કરવા કરતા આપવામાં વધુ સુખ મળતું હોય છે.
પરદેશીઓ માટે આ વિચારધારા નવી હતી, આકર્ષક હતી. સ્વીઝરલેન્ડની સોરેલા નામની એક યુવતી ભારતમાં મળી હતી. એને મુનિ પાસેથી ધ્યાન ધરવા વિશે જ્ઞાન મેળવ્યું હતું. એ મુંબઈ આવી મુનિને મળી અને ધ્યાન વડે એના જીવનમાં થયેલ પરિવર્તન વિશે કહ્યું, એ મનને કાબૂમાં લઈને કેવા આનંદમાં દિવસો વીતાવતી હતી એ વિશે કહીને પોતાની સખીની કરમ કથની કહી.
એની સખી વરસોથી અશાંત હતી, ડરતી હતી, બીજા વિશ્વયુદ્ધમાં એના ઘરની પાછળ એક બોંબ પડ્યો હતો. યુદ્ધ ચાલુ હતું ત્યારે મૃત્યુનો ડર સતત સતાવતો હતો. એમાં બોંબ પડયો. જીવંત મૃત્યુ જોયું.
એણે ભયંકર અવાજ સાંભળ્યો. તે ક્ષણથી એના મનનો ડરે કબજે લીધો હતો. એ બોંબનો અવાજ સાંભળે કે બોંબ શબ્દ કોઈ બોલે તોય થરથર કંપતી હતી.
યુદ્ધ પૂરું થયું પછી પણ એ ડરને પૂરેપૂરો જીતી શકી ન હતી. જે દિવસે બોંબ પડેલ એ દિવસ પાસે આવે ત્યારે એનો ભય વધી જતો હતો.
બોંબ પડયો એ
૬૪
Jain Education International
દિવસ આવે ત્યારે એ યુવતી કાંપવા લાગતી
શાન્નિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ
For Private & Personal Use Only
www.jainelibrary.org