________________
હતી.
મુનિએ એને મળવાની તૈયારી બતાવી. થોડા સમય પછી યુવતી મુનિને મળી.
મુનિએ એને ધ્યાનની અપાર શક્તિ વિશે સમજાવ્યું. ધ્યાન ધરતા શીખવ્યું.
વળી કહ્યું કે તમે તમારા મનને કહો, ૧૦ની સાલમાં જે બન્યું હતું એ કદી બનશે નહિ. યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે. આજે શાંતિ છે. હું મારી જાતને ભૂતકાળથી કાપી નાખું છું. ભૂતકાળ એ કબરમાંનો દેહ છે. ભૂતકાળ એ કંઈ જ નથી. હું આજને ભૂતકાળ સાથે જોડીશ નહીં.
ભૂતકાળને હું વર્તમાન બનાવીશ નહીં.
તમે ધરે ધરે ઊંડા શ્વાસ લો અને છોડો. અટકો ને મનોમન બોલો, “હું આજ છું. હું ગઈકાલ નથી. બોંબ ભૂતકાળમાં પડયો. હતો.'
“હું વર્તમાનમાં જીવી રહી છું.'
આત્મસૂચન અને ધ્યાન દ્વારા પેલી યુવતીને મનની શાંતિ મળી હતી.
ઈઝરાયેલના વિદ્વાન મી. રશિદ દુનિયાની ટેમ્પલ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ'ની કોન્ફરન્સમાં આવ્યા હતા.
એ ચિત્રભાનુજીને મળવા આવ્યા. એમની વાતચીતમાં ઘણા પ્રથો ચર્ચાયા. દેશ અને સરહદનો વિષય આવ્યો ત્યારે મુનિએ કહ્યું, ‘ગામ, જીલ્લો, પ્રાંત, રાષ્ટ્ર, ધર્મ દેશ અને પરદેશ આ સઘળા ભેદ માનવીએ પાડયા છે. જમીનમાં ભેદ નથી. પાણીમાં ભેદ નથી. હિંદુ પાણી અને મુસલમાન પાણી એ શબ્દો અયોગ્ય લાગે છે હવાને દેશકાળના કે નાતજાતના બંધન હોતા નથી.
બંને જણા સંમત થયા કે “મારુ’ અને ‘તારું' એ મનનું સંકુચિત વલણ છે. ન મુનિ અનેક લોકોને મળતા ત્યારે એમને લાગતું કે મારું કુટુંબ
-
-
-
શાન્નિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું
૬૫ |.
-
- -
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org