________________
ચિત્રભાનુજીએ એને કહ્યું ‘આપણે બીજાને જે આપીએ છીએ તે જ પાછું મળે છે. જો કોઈનો તિરસ્કાર કરીએ તો એ પાછો આપે છે. સ્નેહ અને મિત્રતા આપીએ તો એજ મળે છે.
‘તો એનો અર્થ એ કે મેં જે આપ્યું તે મને મળ્યું ‘મેં કદી ચોરી કે લૂંટ કરી નથી તો મને લૂંટારા કેમ મળ્યા ?'
‘કદાચ એ તારા નકારાત્મક વિચારો કે રનો પડઘો તારા જીવનમાં પડ્યો હશે. હવે તને કોઈ લૂંટી જશે, ચોરી થશે એવા વિચારોને મનમાં સ્થાન ન આપતી. ભૂતકાળને ભૂલીને તું હકારાત્મક વિચારો કરવા લાગી જા. તેં ક્યાંક કંઈક લીધું હશે. હવે તારો હિસાબ ચોકખો થઈ ગયો.’
કોઈ પોતાના દુ:ખ દર્દની કથા લઈને એમને મળવા આવતા તો કોઈ પોતાની જિજ્ઞાસા સંતોષવા આવતા.
ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમ મુંબઈમાં રમવા આવી હતી. એ ટીમના ખેલાડીઓ મુનિને મળવા આવ્યા. તેઓ મુનિ શાકાહારી છે એ જાણીને સવાલ પૂછ્યો, ‘આપ શાકાહારી છો છતાં આવા તંદુરસ્ત કઈ રીતે રહી શકો છો?’
મુનિએ અનાજના દાણામાં રહેલ શક્તિ વિશે કહ્યું. આનાજનો દાણો કે કોઈ પણ બી જમીનમાં પડે અને પાણી તથા ખાતર મળે કે તેનો વિકાસ શરૂ થાય છે. એ જમીનમાંથી અને સૂર્યમાંથી શક્તિ મેળવે છે. તેથી શાકાહાર એ પૂર્ણ ખોરાક બને છે.
દરેક શાકાહારી માનવી બીજા કરતાં વધુ સારી તંદુરસ્તી ધરાવે છે. શાકાહારી ઘોડા, બળદ, હાથી અને હીપો કેવા બળવાન છે!
ત્યાર પછી શાકાહારમાંથી દેહ કેવી રીતે સત્વ મેળવે છે એ ચિત્રભાનુજીએ ખેલાડીઓને સમજાવ્યું હતું.
એક ખેલાડીએ પૂછ્યું. ‘તમે શા માટે ઓછા કપડાં પહેરો છો, શું તમે ગરીબ છો?'
મુનિએ જવાબ આપ્યો કે આ ભારત દેશ છે, અહીં સમૃદ્ધિના શીખરે બેઠેલ માનવી પણ જ્ઞાન થાય અને કર્મનો ઉદય થાય
શાન્નિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ
Jain Education International
For Private & Personal Use Only
૬૩
www.jainelibrary.org