________________
પડકાર ઝીલવો એ એમનો સ્વભાવ હતો
મુનિ શ્રી ચિત્રભાનું વ્યાખ્યાનો વડે માનવીમાં આત્મશ્રધ્ધા જાગૃત કરતા હતા.
એમને લાગ્યું કે આ ઉપદેશ ક્ત ચાર દીવાલોમાં ન અપાય. એ ઉપદેશ લોકોના દિલ સુધી પહોંચાડવો જોઈએ. એ માટે ઉપાશ્રય અને ધર્મસ્થાનકો જ નહિ પણ શેરીમાં, બજારમાં અને ચોકમાં જઈને વ્યાખ્યાનો આપવા જોઈએ. પોતાના વિચારોનો મુનિએ અમલ કર્યો. સાથે સાથે માનવ સેવાનાં કાર્ય કરવા માટે એમણે ડિવાઈન નોલેજ સોસાયટીની સ્થાપના કરી.
તેઓ ચોપાટી પાસે પાર્શ્વનાથના દેરાસરની બાજુમાં એક રૂમમાં રહેતા હતા. અહીંથી એમણે માનવ સેવાના કાર્ય શરૂ કર્યા. એક શિષ્ય એમના માટે ખોરાક લાવતો હતો. એ જે લાવે છે તેઓ જમી લેતા હતા. બીજો સમય જ્ઞાનમાં ધ્યાનમાં અથવા મળવા આવનારને માર્ગદર્શન આપવામાં જતો હતો.
એમની સંસ્થા જે દિશામાં દર્દમય ચીસ ઉઠતી એ દિશામાં મદદ કરવા દોડી જતી. ગુજરાતનો કે બિહારનો દુકાળ હોય કે કોયનાનો ભૂકંપ હોય એમણે તૈયાર કરેલા કાર્યકરો ત્યાં પહોંચી જતા. મુનિ પોતાના વ્યાખ્યાનમાં ફંડ માટે ટહેલ નાખતા. જોતજોતામાં દાનનો પ્રવાહ વહેવા લાગતો. જ્યાં શક્ય હોય અને જે જરૂર હોય તો સ્વયંસેવકોને પણ મોકલવામાં આવતા.
ચિત્રભાનુ નવા નવા સપના જોતા. એનો અમલ કરતાં. એને મળવા હવે તો દેશ પરદેશના લોકો આવતા હતા. જેને મુંબઈમાં લૂંટી લેવામાં આવી હતી એવી એક પરદેશી યુવતી એમને મળવા આવી.
૬૨ Jain Education International
શાન્તિપથની યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ For Private & Personal Use Only
www.jainelibrary.org