________________
‘હિંસા દ્વારા હિંસા વધે છે તેથી હિંસાનો ત્યાગ કરવો જોઈએ.'
હેગમાં ચિત્રભાનુએ કહ્યું કે આપણે થોડા માનવીને શાકાહારી બનાવી શકીશું તો આપણી કોન્ફરન્સ સફળ થઈ ગણાશે.
સમય વીતતો ગયો. ચિત્રભાનુ દુનિયા ખૂંદવા લાગ્યા હતા. જીવનમાં સાદાઈનો ત્યાગ કર્યો ન હતો. સફેદ કપડાંનો ત્યાગ કર્યો ન હતો.
નવું જીવન શરૂ થયું હતું.
વળી તેમને આધ્યાત્મિક પરિષદનું આમંત્રણ આવ્યું અને તેઓ અમેરીકા ગયા.
આ પરિષદમાં ધર્મપુરૂષો, સાધુ સંતો, યહૂદી ગુરુઓ અને પોતાની જાતને શોધનાર માનવીઓ હતા.
આ પરિષદ આત્મજ્ઞાન મેળવનાર માનવીઓનો મેળો હતો. બારબાર ધર્મના ધર્મપ્રેમીઓ અહીં એકઠા થયા હતા.
આ પરિષદમાં એમણે કહ્યું : “એક બાગમાં ઉગેલા અનેક ફૂલ એ છે ધર્મ.'
“ખાતર એક, પાણી એક અને એકજ ભૂમિમાં ફૂલો ઊગે છે તોય કોઈ લાલ રંગનું હોય છે, કોઈ પીળું, સફેદ વગેરે રંગના હોય છે. દરેક ફૂલની શોભા નિરાળી છે. એક ક્લની ખૂબૂ બીજા કરતાં ચઢિયાતી છે.'
દરેક સુગંધ માનવીને મસ્ત બનાવે છે.' ધર્મ માનવીને યોગ્ય માર્ગ દેખાડે છે.'
ચિત્રભાનુજીનું વ્યાખ્યાન સાંભળીને પરદેશીઓ પૂછતાં કે કર્મ છે શું, પુનર્જન્મ છે કે નહિ અને મુક્તિ કેવી રીતે મળે?'
તેઓ આ પરદેશીઓના મનનું સમાધાન થાય એ રીતે એમણે સમજાવતા.
અહીંથી પ્રમોદા શાહ શિકાગો ગયા. અહીં બે પાંચ ઝનૂનીઓએ એમની પર એસિડ બલ્બ ફેંકવાનો પ્રયત્ન કર્યો હતો તેથી તેઓ ચૂપકીદીથી ચિકાગો પહોંચી ગયા. અહીં ચિત્રભાનુજી રાહ જોતાં
ક
પ
મ
ર
-
-
-
શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ
૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org