________________
હતાં.
ચારેક મહિના પછીનું એ મધુર મિલન હતું. આ ચાર મહિનામાં આંતર અને બાહ્ય ફેરફાર થયા હતા. જીવન સ્થિર બન્યું હતું.
અને પ્રમોદા માતૃપદ પામ્યા. રાજીવનો જન્મ થયો. જાણે એક સ્વપ્ન ફળ્યું.
હવે અમેરીકામાં તેઓ એક અમેરીકન સજ્જનને ત્યાં રહેવા લાગ્યા અને ધર્મપ્રચાર કરવા લાગ્યા.
અહીં પ્રાણાયામ શીખવતાં, જૈન યોગ ભણાવતા અને જૈન તત્વજ્ઞાનનું ભાથુ એમના શિષ્યોને આપતાં હતા. ત્યારે ભારતમાંથી એમને આમંત્રણ આવ્યું.
ભારતમાં ચોપાટી પર સર્વધર્મના ધર્મપુરૂષો એકઠા થઈને વિશાળ રેલીને સંબોધવાના હતા. એ સભાનું પ્રમુખપદ સ્વીકારવા ચિત્રભાનુ પર સંદેશ આવ્યો હતો.
ચિત્રભાનુજીએ ડિવાઈન નોલેજ સોસાયટીને જણાવ્યું કે મારો પરદેશ આવવાનો હેતુ, મારું કાર્ય મારી નજરે અને મારી ભાવનાને આધારે મૂલવો પછી મને તેડાવજો. હું આવીશ.
પણ એમણે જાણ્યું કે પોતે ભારત છોડવા તૈયાર થયા ત્યારે જે વિરોધ હતો તે શાંત થઈ ગયો છે. ઉગ્ર વિરોધીઓ પણ કૂણા પડી ગયા છે. એમના પ્રવાસે વિશ્વમાં નવી અહિંસાની ભાવના જગાડી.
૮૬
Jain Education International
શાન્નિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ
For Private & Personal Use Only
www.jainelibrary.org