________________
વીતેલી ક્ષણ કદી આવતી નથી
૧૪
દસ વર્ષ સુધી એક ધાર્યા અહિંસાના પ્રચાર અને પ્રવાસની પ્રવૃત્તિ વધી જતાં, ચિત્રભાનુજીએ સેન્ડીએગોના સાગર કિનારે એક મહિનો સંપૂર્ણ નિવૃત્તિ લીધી.
આ ઉપાસના હતી સ્વમાં રમવાની વેળા હતી. ચિત્રભાનુજી સવાર-સાંજ કલાકો સુધી સાગરની ચેત રેતી પર ચાલ્યા જતા. વિશાળ સાગર તરંગોનો નાદ સાંભળતા અને મૌનની મસ્તી માણતા. શાન્ત વાતાવરણ હતું. નિર્મળ નીર હતાં, નિસર્ગનું સૌન્દર્ય હતું આ મનોહર પ્રકૃતિમાં એમનું ચિત્ત પ્રસન્નતાથી ખીલી ઉઠ્યું. મૌનથી વાણી શુદ્ધ થઈ. સંયમના તપથી ઈન્દ્રિયો નિર્મળ થઈ. ધ્યાનથી ચિત્ત ઉજ્જવળ થયુ. કોઈ નવી જ અનૂભૂતિ થઈ. તનમનની સ્વસ્થતા સાથે એ પાછા ન્યુયોર્ક આવ્યા.
ચિત્રભાનુજીએ એક નવો નિર્ણય કર્યો અને એ નિર્ણય જાહેર પણ કર્યો કે, હવે હું એક ધર્મ, એક જ્ઞાતિ, એક પ્રાંત કે એક દેશનો વતની નથી.'
હું દુનિયાનો મુક્ત મુસાફર છું અને વિશ્વ એ મારું ઘર છે.'
અને મારા ઘરમાં જે જ્ઞાન મને મળ્યું છે, જે ધર્મ ગળથુથીમાં મેં ગળે ઊતાર્યો છે એ જૈનધર્મમાં જે સનાતન સત્યો છે એને દુનિયામાં હું વહેતા મૂકનાર માનવી છું.'
મારે અહિંસાનો સંદેશ બ્રહ્માંડમાં પહોંચાડવો છે.'
ચિત્રભાનુજીએ ચોપાટી પર ભરનારી સર્વધર્મ સભાનું પ્રભુખપદ સ્વીકાર્યું અને ભારત આવ્યા.
અહીં વ્યાખ્યાન આપ્યું : અનેક શુભેચ્છકોને મળ્યા અને તેઓ ન્યુયોર્ક પહોંચી ગયા.
હવે એમણે ન્યુયોર્કમાં વસવાટ શરૂ કર્યો હતો.
શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org