________________
રૂપરાજેન્દ્રનો જન્મ થયો. માતાપિતાએ ખરા અંતરથી પ્રાર્થના કરી, હે દેવ ! અમને વધુ તાવતો નહિ. અમારી શ્રદ્ધાની હવે તું વધુ કસોટી કરતો નહિ. અમારા આ પુત્રને તું પૂર્ણ તંદુરસ્તી આપજે.
પિતાના હૃદયમાં જીન સ્તુતિ હતી. આંખો છરછર વરસતી હતી. મનમાં તીખો વેદનાજન્ય અનુભવ હતો.
એમની નજર સામે ભૂતકાળ ખડો થયો હતો. બરોબર ત્રણ વરસ પહેલા પોતાના એક વરસના સંતાનને કંપતા હસ્તે ધરતીને અંક સોંપ્યો હતો. એ પહેલા એમનો એક પુત્ર સ્વર્ગે સિધાવ્યો હતો. એ સમયે ચુનિબાઈએ જવાળામુખી જેવા ઉના ઉના નિશ્વાસ છોડયા હતા.
હવે ફરી એકવાર સુનિબાઈના પડખામાં તેના ઢગલા જેવો, પ્રેમ ઝરણું વહાવતો, બાળુડો સૂતો હતો.
છોગાલાલ રાજસ્થાનના રહેવાસી હતા. તેમના પિતા સાથે તેઓ વેપાર અર્થે દક્ષિણ ભારતમાં આવ્યા હતાં. તેઓ બેંગલોર પાસે ટુમકુરમાં સ્થાયી થયા હતા.
રૂપ ત્રણ વરસનો થયો ત્યારે એને સાથ આપવા, એની સાથે રમવા, ઝગડવા અને તોફાન મસ્તી કરવા નાની બહેન આવી ચડી. નાની બહેનનું નામ મગી પાડ્યું.
છોગાલાલનો કાપડનો વેપાર ખૂબ જામ્યો હતો. ધર્મપ્રેમી છોગાલાલમાં ગામના અને આજુબાજુના ગામડાના ગ્રાહકોને વિશ્વાસ બેસી ગયો હતો. પ્રમાણિકતાને તેઓ ધર્મ માનતા હતા. તેથી લોકો આંખ મીંચીને એમની દુકાનેથી ખરીદી કરતા હતા.
એમના વેપારનો વિકાસ થયો તેથી એમણે બેંગલોરમાં ભાગીદારીમાં બીજી દુકાન શરૂ કરી.
ભાઈ બહેન ઘરનાં સાત્ત્વિક વાતાવરણમાં ઉછરી રહ્યાં હતાં. ઘરના આનંદમય વાતાવરણમાંથી એમના પર સુખશાંતિનો વરસાદ વરસી રહ્યો હતો.
Jain Education International
શાન્નિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ
For Private & Personal Use Only
www.jainelibrary.org