________________
શાન્તિપથનો યાત્રી સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું
-
પુત્રનો જન્મ થયો. હૈયામાં હેતની હેલી ચડી. થાનેલામાંથી દૂધની ધાર થઈ અને સ્નેહાળ હોઠમાંથી અમૃતવાણી સરી :સિધ્ધોતિ બુધ્ધોસિ નિરંજન સિ
સંસાર માયા પરિવર્જિતોસિ | સંસાર સ્વપ્ન ત્યજ મોહનિદ્રા
મદાલસા વાક્યમવાચ શૈવમ માતા મદાલસાએ આ હાલરડું ગાયું હતું. માતા ચુનિબાઈના મુખમાંથી એવા જ શબ્દો સરી પડયાં. કારણ કે એની કૂખે ખેલવા રૂપરાજેન્દ્ર આવી ગયો હતો.
ગુરૂદેવ ચિત્રભાનુનું બચપણનું નામ રૂપરાજેન્દ્ર હતું. માને મન એ રૂપરૂપનો અંબાર હતો.
માતા ચુનીબાઈ નમ્ર અને સાત્વિક સ્વભાવનાં હતાં. ધર્મના રંગે રંગાયેલી માતાએ પુત્ર સામે સ્નેહ નિતરતી નજર નાખી અને હૃદયમાંથી આપોઆપ વાણી વહેવા લાગી, 'હે આત્મા; તું પૂર્ણ છે, તું જ્ઞાતા છે, તું પવિત્ર, નિર્દોષ અને રાગદ્વેષ રહિત રહેજે.'
આ પડછાયા જેવી દુનિયાથી તું મુક્ત છે.”
હે પૂર્ણાત્મા! આ દુનિયા અંતહીન સ્વપ્ન છે. તેથી તું જાગૃત રહેજે'
આ રીતે માતા પુત્રને ધાર્મિક સંસ્કારનું પાન કરાવી રહી હતી ત્યારે પવિત્ર દિલના, ભદ્રિક છોગાલાલ ઓરડા બહાર ઉભા રહીને જિનપ્રભુનું સ્મરણ કરતા હતાં.
એમને ધર્મમાં અપાર શ્રદ્ધા હતી.
--
-
--
શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org