________________
-
-
પણ અચાનક રૂપના જીવન પર કૂર પ્રહાર થયો. એના થનગનતા પગ સ્થિર થઈ ગયા. એનો ગુલાબી ચહેરો કરમાઈ ગયો. એની આખમાં અમીટ ઉદાસી છવાઈ ગઈ.
રાતના કાજળ કાળા અંધકારમાં એણે પૂછયું. ‘બા, ક્યાં?'
‘બા ક્યાં?' એ શબ્દો ન હતા. એ શીર્ણવિશીર્ણ હૃદયની મર્મવિધી ચીસ હતી.
બાના પડખા વિના રૂપ કે મગીને ઊંઘ આવતી ન હતી. શા માટે આજે પિતા બાજુમાં સૂતા છે એ એમને સમજાતું ન
થયાં છે. આર્તસ્વરે કરશે કાકા કહોન ની આંખો એના
તંદ્રામાં અને ઊંઘમાં રૂપ હળવેથી ગણગણતો હતો, “કહોને કહેતાં કેમ નથી, મારી બા આજે અમારી પાસે સૂતી કેમ નથી?'
બીજે દિવસે રૂપે એની વિષાદ ઘેરી આંખો એના પિતાના એક મિત્ર તરફ ઠેરવીને પૂછ્યું, “કાકા કહોને મારી બા ક્યાં છે?'
એ આર્તસ્વરે ફરીવાર બોલ્યો, “સૌ કહે છે, બા પાછા થયાં છે, આ પાછા થવું' એટલે શું?'
પિતાના મિત્રો એના વાંકડિયા ઝુલ્ફા પર સ્નેહ ભરપૂર થરકતી આંગળીઓ ફેરવતા રહ્યા.
રૂપરાજની આંખ સૂકી બની અને દુ:ખનો ઊભરો શાંત થયો ત્યારે એના પિતાના વિરસ મુખ તરફ જોઈને કાકાએ દિવ્ય વાત્સલ્યધારા વહાવતા કઠે કહ્યું, “ઊંચે જે રૂપ, અવકાશમાં જગમગતા તારા દેખાય છે? અત્યારે ન દેખાય બેટા, સૂર્યપ્રકાશને લીધે એ ન દેખાય છે ત્યાં જ છે. રાતે એ ઝગમગી ઊઠે છે. એ ઝળહળતા ઘરમાં બા રહેવા ગઈ છે.'
રૂપે કાકા સામે વિરહવ્યાકુળ નજરે જોયું, થોડી ક્ષણ પછી થરથર કંપતા કઠે કહ્યું, ‘મને મારી બા પાસે લઈ જાવને કાકા, લઈ જશોને ?'
“આજે ન જવાય મારા વહાલા રૂપ, આજે નહિં પણ કોઈવાર આપણે સૌએ એ દેવનગરમાં રહેવા જવાનું છે. ત્યાં જે
-
શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org