________________
જાણવું છે. મારે જે જાણવું છે એ જ્ઞાન, સંસાર આપી શકશે નહિ. મને મારે પંથે જવા દો.'
‘તારા કર્મમાં જે લખ્યું હશે એ હું કે ખુદ તું પણ મિથ્યા કરી શકશે નહિ. પણ અત્યારે મારું માન અને ઘરે ચાલ, પછી બીજો વિચાર કરીશું.
રૂપ ઘરે આવ્યો. રૂપ કુટુંબનો એક માત્ર યુવાન હતો, તેથી કુટુંબે દીક્ષા સામે ઉગ્ર વિરોધ કર્યો.
કાકીએ આંખમાં આંસુ સાથે કરેલ વિરોધ રૂપથી સહન થતો ન હતો. કાકી રડતાં રડતાં કહેતાં હતાં, ‘તું આપણા વંશનો અંત લાવવાનું ન વિચાર. અમે સ્નેહ સિંચી સિંચીને તને ઉછેર્યો છે. શું અમારા સ્નેહને ત્યજીને તું ચાલ્યો જઈશ? ન જતો ભઈલા.'
રૂપ તીવ્ર મનોમંથન અનુભવી રહ્યો હતો.
એ દુકાને જતો પણ એને વિચાર આવતા, “ધન કમાવા માટે સવારથી સાંજ એક જ પ્રકારનું કામ કરવાનું? આ કાર્યમાં મારો વિકાસ કઈ રીતે થશે? પિતાજી કાપડની દુકાને ઓછો સમય આપતા હતા. એમનો વધુ સમય ધર્મધ્યાનમાં જતો હતો. શા માટે હું આખો દિવસ ધ્યાનમાં ન ગાળી શક?'
રૂપે પિતા પાસે દિલ ખોલીને વાત કરી, “બે ટંક પેટ ભરવા ચોવીસ કલાક ઘરની દીવાલોમાં બંદી બની રહેવાની મારી ઈચ્છા નથી. મારે જીવન મરણનો ભેદ જાણવો છે. મને મારા પંથ પર ડગ માંડવા દો.
ક્ષણકાળ છોગાલાલ નિ:સ્તબ્ધ બન્યા પછી અમી નજરે પુત્ર સામે જોયું અને સ્વચ્છ અંત:કરણથી આશીર્વાદ આપતા હોય એમ કહ્યું, ‘તારો પંથ તને મુબારક હજો પણ જયાં મહાવીર પ્રભુએ પ્રથમ અને અંતિમ શ્વાસ લીધો હતો અને જ્યાં અંતિમ બોધ આપ્યો હતો એ પાવાપુરીનાં દર્શન કરી આવીએ.”
તેઓ દિવાળીના દિવસે પાવાપુરી પહોંચ્યાં. દર્શન કરતાં રૂપને મહાવીર પ્રભુનું કથન યાદ આવ્યું, કેરીની ગોટલીમાં આંબો સમાયો
શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org