________________
નજર સામે વાદળોથી ઘેરાયેલું આકાશ હતું. શત્રુંજયના શિખરો સાથે વાદળા સંતાકૂકડી રમતાં હતાં. ઘડીમાં શિખરો આંખ સામે ખડાં થતાં હતાં તો ઘડીમાં નજરથી ઓઝલ બની જતાં હતાં.
રૂપ વિચારતો હતો, “શું અહીં કોઈ મારી રાહ જોઈ રહ્યુ હશે, મને જે સાદ દઈને બોલાવે છે એ કોણ હશે, આ પર્વત એની લાંબી ભૂજાઓથી મને શા માટે આવકારતો હશે ?’
રૂપ એના પિતા સાથે અગાઉ બેવાર આવ્યો હતો. એણે સફેદ આરસના દેરાસરોમાં બિરાજમાન દેવદેવીનાં દર્શન કર્યાં હતાં.
અહીં શિખર પર દેરાસરોનું નગર ખડું છે. આ નગરમાં આઠસો દેરાસર છે. રૂપે અગાઉ આ મંદિરોનાં નગરમાં જે જોયું હતું એ ચર્મચક્ષુથી કરેલ દર્શન હતાં. હવે દર્દીની પેલી પાર જે તત્ત્વ છે એની સાથે અનુસંધાન સાધવું હતું. એ તત્ત્વને પામવાની તાલાવેલી રૂપને લાગી હતી.
રૂપ અગાઉ આવ્યો હતો ત્યારે તીર્થ પર દર્શન અર્થે ફર્યો હતો. હવે એ કોઈ નિશ્ચિત દિશામાં આગળ વધવા ઈચ્છતો હતો. એ જાણતો હતો કે દિશા નક્કી ન હોય એ પથિક ચાલતો રહે છે પણ પંથનો અંત આવતો નથી. પણ જેનો પંથ નિશ્ચિત છે, જેને જીવન ધ્યેય નક્કી કરેલ છે, એ રસ્તો અંતહીન હોય તો પણ એને છેડે ઝડપથી પહોંચી શકે છે.
રૂપના મનમાં સતત રટણ ચાલતું હતું, ‘શ્રી શત્રુંજય આદિનાથાય નમ:' આ જાપ એને પિતાએ શીખવ્યો હતો.
એ મનોમન પ્રાર્થના કરતો હતો, મારી નબળાઈઓને જીતવા માટે, મારા દુ:ખ દર્દીને વિસરવા માટે, મારા મનમાં રહેલ ભ્રમનું નિરસન કરવા અને મારા ક્રોધને જીતવા તું બળ આપ.
‘મારે જીવનનો મર્મ જાણવો છે. મારે સત્યને ઓળખવું છે. તું તારી કૃપાદિષ્ટ વરસાવ’
આરોહણનો અંત આવ્યો અને રૂપ આદીશ્વરદાદાના દરબારમાં જઈને ઊભો રહ્યો. સામે હતી વિશાલ ભવ્ય મૂર્તિ. અહીં અભિમાન
૨૨
Jain Education International
શાન્નિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ
For Private & Personal Use Only
www.jainelibrary.org