________________
---
-
-
-
-
તેઓ પાછા ફરતા હતાં ત્યારે રૂપે કડક અવાજે કહ્યું. “જો મગી, આજે આપણે બહાર નાસ્તો કર્યો છે એ પિતાજીને કહેવાનું
-
નથી.'
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પણ ભોળી, નિર્દોષ અને પવિત્ર દિલની બહેને ઘરમાં દાખલ તથા જ કહ્યું. “પિતાજી, અમે ક્યાં ગયા હતા, કહું? અમે તો ઈડલી, ઢોસા અને હલવો ખાધો છે. અમને બહુ મજા પડી હતી.'
“રૂપ, પૈસા ક્યાંથી લીધા ભાઈ? પિતાજીએ પ્રિય પુત્રને અમૃતશીતળ કંઠે પૂછયું, “ઘરમાં તને જે જોઈએ તે છે, તો બહાર ખાવું ન જોઈએ. ભલે નાસ્તો કર્યો, પણ આવીને તારે મને તરત કહેવું જોઈતું હતું.'
રૂપે પિતાની કરુણમધુર વાણી સાંભળી અને એના હૃદયમાં દર્દની શૂળ ભોંકાણી તો ય પછીથી એ બહેન પર ગુસ્સે થયો.
બાનું મૃત્યુ થયું પછી વિધવા ગજરાફેબા ભાઈ સાથે રહેવા આવ્યાં હતાં.
વરસો વાતમાં વીતી ગયાં. રૂપ અગિયાર વરસનો થયો અને મગી આઠ વરસની થઈ હતી.
ફેબાને પોતાના કુટુંબીજનો યાદ આવતા હતા. પોતાના વતન તરફનું આકર્ષણ રાજસ્થાન જવા એમને પ્રેરતું હતું. પણ મા જગ્યા ભાઈની ચિંતા હૈયે હતી.
પોતે વતન જાય ત્યારે ભાઈને તકલીફ ન પડે એ માટે મગીને સાથે લઈ જવાનું નક્કી કર્યું.
કાળની ગતિ ન્યારી છે. ભાઈ કઈ રીતે જાણે કે બહેનનું આ અંતિમ પ્રસ્થાન છે, પિતાને શું ખબર કે પુત્રીને એ ચિરવિદાય આપી રહ્યા છે. હેતાળ ફિબા ક્યાંથી જાણે કે ભત્રીજીને પાર્થિવ સીમાથી પર જે પ્રદેશ છે ત્યાંથી બોલાવો આવી ગયો છે.
મધના ઝરણાં જેવી બહેનથી ભાઈ જીવનમાં પહેલીવાર જુદો પડતો હતો. ભાઈએ બહેનને લાગણીસભર વિદાય આપી.
ફૈબા રાજસ્થાન પહોંચ્યા.
-
-
ન
નનનન
શાન્તિપથ યાત્રી : સ્વપ્ન દ્રા ચિત્રભાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org