________________
ત્યાં બળિયાના વાયરા હતાં. ઘરેઘરે બળિયાના ભોગ બનેલ બાળકો હતાં. ટપોટપ બાળજીવો પૃથ્વી પરથી વિદાય લેતા હતા.
મીને બળિયા નીકળ્યાં.
વિધિનું આક્રમણ અચાનક અને અતિઝડપે થયું. ભાઈ અને પિતાને મળવાનો સમય ન રહ્યો અને અસહાય ફૈબાની અશ્રુભરી આંખ સામે મગીએ હંમેશને માટે આંખ મીંચી લીધી.
મીના સ્વર્ગવાસના કરુણ સમાચાર મળ્યાં. છોગાલાલના જીવનમાં વિષાદની કાલીમા છવાઈ ગઈ. રૂપ પર જાણે વીજળી પડી! એ જાણે કાષ્ટનું પુતળું બની ગયો !
રૂપ સમજણો થયો ત્યારથી પોતાની બહાદૂરીની ડંફાસ હાંકતો હતો. પણ આ કુદરતનો કારમો ઘા સહન કરવાની શક્તિ એનામાં ન હતી. એ અજબની અસહાયતા અનુભવી રહ્યો.
વળી પિતાની નિતાંત વેદના રૂપ સમજી શકતો હતો. પુત્રીની ચિરવિદાયના સમાચાર આવ્યાં ને એમણે ત્રણ દિવસ અને ત્રણ રાત પાણીનું ટીપું પણ ન પીધું. એ નકોડા ઉપવાસ હતા.
છોગાલાલને મન મગી ફક્ત પોતાની પુત્રી ન હતી. એ તો સહધર્મચારિણી ચુનીબાઈએ સોંપેલ અનામત હતી. એ અમૂલ્ય અનામત જતાં છોગાલાલના કાળજાનાં જાણે કટકા થઈ ગયાં, એમના શિવશર્ણ મનને ક્યાંય શાંતિ ન મળી, ઘરની હર ચીજ એમને પુત્રીની યાદ આપતી હતી.
તેથી પુત્રને લઈને તેઓ ગામ પાસેની ટેકરી પર આવ્યા. અહીં દિગંબર જૈન મંદિર હતું.
પિતા પુત્ર આ પવિત્ર વાતાવરણમાં ધર્મધ્યાન કરવા દસ દિવસ રહ્યા. દેહ મન પર · થયેલા આળા ઘા પર થોડી રૂઝ
•
આવી ત્યારે તેઓએ ઘરમાં પગ મૂક્યો.
પણ રહી રહીને રૂપના સંતપ્ત હૃદયમાંથી અવાજ આવતો હતો, ‘બહેન નથી તો હું કેમ છું, એ મરણ પામી છે તો હું જીવિત કેમ છું?'
૬
Jain Education International
શાન્નિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ
For Private & Personal Use Only
www.jainelibrary.org