________________
- એને ઘર ભેંકાર લાગતું હતું. ખાલી ઘરમાં એને ભય લાગતો હતો. બહેનના સાથ વિના એ ખાલીપાનો અનુભવ કરતો હતો. એને એકલતા પીડા આપતી હતી.
રૂપના જીવનમાં નિરાશાની કાલિમા છવાઈ ગઈ હતી. બહેનના વિયોગમાં એનું જીવન ઉલટપાલટ થઈ ગયું હતું. હૃદયમાં સળગતી વિયોગની જવાળાએ એનું ચેન હરી લીધું હતું. કદાચ તેથી જ શાળાના તોફાની વિદ્યાર્થીઓનું બેજવાબદારીભર્યું જીવન એને ગમવા લાગ્યું.
એક દિવસ આ દોસ્તોએ આગ્રહ કર્યો, “અરે મિત્ર, આજે તો તારે અમારી સાથે સીગારેટ પીવી પડશે. દમ ખેંચવાની મઝા તો કંપનીમાં જ પડે! વધુ નહિ, એકાદ બે ફૂંક મારજો.’
મિત્રોએ આગ્રહ કર્યો. તેઓ ડાંગરના ખેતરમાં ભૂસાના ઢગલા પાછળ છુપાયા અને રૂપે પહેલીવાર સિગારેટ પીધી. ધૂમાડો છાતીમાં જતાં જ રૂપને ઉધરસ ચઢી. ઉધરસ ખાઈ ખાઈને એની છાતી દુ:ખી ગઈ.
આ ટોળીના એક સભ્ય ભૂસાના ઢગલામાં સળગતી દિવાસળી ફેંકી ઢગલામાં આગ લાગી. બધા ભાગ્યાં. વાડી માલિક પાછળ પડયો. એણે રૂપને ઓળખી કાઢયો.
રૂપની પાછળ કોઈ બૂમ મારીને કહેતું હતું, ‘એ રૂપ, ઊભો રહે, સાંભળે છે કે નહિ?'
મિત્રો રૂપને છોડીને દૂર નીકળી ગયા હતા. રૂપ ડરથી કંપતો હતો.
એ પકડાયો નહિ પણ ઘરે જવાની હિંમત ન હતી. ઘરે સૌ પોતાનું પરાક્રમ જાણવાના હતા. તેથી રૂપ સીધો જ સ્ટેશન પહોંઓ અને ટ્રેન પકડી.
એ બેંગ્લોર પિતાના મિત્રને ત્યાં પહોંચ્યો. એમણે રૂપનો સ્નેહભીને સત્કાર કર્યો. રૂપનો ચહેરો એના અપરાધ ભાવની ચાડી ખાતો હતો.
શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org