________________
જ લીધો પણ
એ જ છે જઇશ માં
એ લોકોએ છોગાલાલનો તરત સંપર્ક સાધ્યો. પિતાનો માણસ તેડવા આવ્યો. રૂપ ફફડતાં હૈયે ઘરે પહોચ્યો. પિતાએ મધુર મુશ્કેરાટથી એનો સત્કાર કર્યો. ન કરી સજા કે ઠપકાના બે વેણ પણ ન કહ્યાં.
રૂ૫ને ડર હતો કે પોતાની અવહેલના કરવામાં આવશે પણ પિતાએ આનંદપૂર્વક એનો સ્વીકાર કર્યો હતો. એ સ્વચ્છ, આનંદિત વિસ્મય અનુભવી રહ્યો.
એક દિવસ રૂપને માથે હાથ મૂકી કહ્યું. “બસને રૂપ, હવે તો શાંતિથી વાત કરવા સમય મળતો નથી. તું મારા શ્વાસોશ્વાસ છે એ તો તું જાણે છે. તેથી મારી વાત સાંભળ. તું નાસી ગયો હતો, ભલે એ અનુભવ લીધો પણ કહે જોઈએ, નાસી, નાસીને તું જઈશ ક્યાં? ભૂલતો નહિ ભાઈ, જેનાથી તું નાસીશ એ જ તારી પાછળ આવશે. તું તારી જાત સાથે પ્રમાણિકપણે વર્તતા શીખી જા. જે તું તારા પ્રતિ પ્રમાણિક હશે તો મારી સાથે પ્રમાણિક બની શકીશ. તારા મનમાં જે હોય તે નિખાલસતાથી મને કહે. તે પ્રમાણિક હશે, નિખાલસ બનીશ તો તું હિંમતથી સ્પષ્ટ વાત કરી શકીશ. તું હિંમતવાન બનીશ.”
રૂપે પિતાના શબ્દો એકચિત્તે સાંભળ્યાં પણ એના મને એ બોધનો સ્વીકાર ન કર્યો. એની પર પેલી તોફાની ટોળીની અસર હતી અને દેહમાં તરૂણાઈનો મદ હતો.
એણે તો જાહેરમાં સીગારેટ પીવાનું શરૂ કર્યું. - દિવસો વીતતા હતા. તામસી અને સાત્વિક વિચારોનું મનમાં દંડ ચાલતું હતું. એક દિવસ અંતરમાંથી વિવેકપૂર્ણ અવાજ ઉઠ્યો, કહે રૂપ, તુ સીગારેટ પીવે છે કે સીગારેટ તને પીવે છે? સીગારેટથી અશાંત ચિત્ત શાંત થાય છે કે વધુ વ્યગ્ર બને છે?'
રૂપે મનોમન જવાબ આપ્યો, હું એક બૂરા અંતહીન આવેગનો ગુલામ બન્યો છું. હું સ્વતંત્ર બનીશ. એ બૂરી ટેવનો હું અંત લાવીશ.'
શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રા ચિત્રભાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org